કોર્ટ જઇ રહ્યો હતો વ્યક્તિ, કંતારા ફિલ્મની જેમ જ રસ્તામાં થયું રહસ્યમય મોત

PC: khabarchhe.com

કન્નડ એક્ટર અને ડિરેક્ટર રિષભ શેટ્ટીની ફિલ્મ Kantaraએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રીલિઝ કરવામાં આવી હતી અને બધી ભાષાના લોકોએ તેના ખૂબ વખાણ કર્યા હતા. પરંપરગત કહાની જેમાં દક્ષિણ કન્નડના તટિય ગ્રામીણ વિસ્તારો સાથે જોડાયેલી લોકકથાઓ સાથે જોડાયેલી વાતો સામેલ હતી, જેને દર્શકો અને નિંદાકારોએ પણ ખૂબ વખાણ કર્યા હતા.

હાલમાં જ આ ફિલ્મના એક સીન જેવી જ ઘટના વાસ્તવિક જીવનમાં બની છે, જેના કારણે ફરી એક વખત આ ફિલ્મ ચર્ચાનો વિષય બની ગઇ છે.આ ઘટના તટિય કર્ણાટકના ઉડુપી જિલ્લાના એક નાનકડા વિસ્તાર પદુબિદરીમાં ઘટી, જ્યાં સંજોગવસત Kantara ફિલ્મનો સેટ પણ લગાવવમાં આવ્યો હતો. આ ઘટના 500 વર્ષ જૂના જરાંદયા મંદિરને લઇને થયેલા વિવાદની આસપાસ ફરે છે. જ્યાં મંદિર પ્રશાસનને લઇને બે સમિતિઓમાં ટકરાવ થઇ ગયો હતો અને કેસ કોર્ટ સુધી જઇ પહોંચ્યો.

જો કે, આ કેસ સાથે જોડાયેલી એક વ્યક્તિનું રહસ્યમય સ્થિતિઓમાં કોર્ટ જતી વખત મોત થઇ ગયું. જેમ કે ફિલ્મ Kantaraમાં એક પત્રના એક દેવતા દ્વારા શાપિત થયા બાદ એક વિવાદને લઇને કોર્ટની સીડીઓ પર મોત થઇ જાય છે. બંતા સેવા સમિતિ પાસે પદુબિદરી જરાંદયા મંદિરના દેખરેખની જવાબદારી છે. આ સેવા સમિતિના સભ્યોના ફેરબદલ બાદ સંઘર્ષ ઉઠ્યો. આ મામલે સત્તા ગુમાવનારા પ્રકાશ શેટ્ટીએ ત્યારબાદ અલગ ટ્રસ્ટ બનાવી લીધું.

દેવસ્થાનમના એક તિરંદાજ જયા પૂજારીની ટ્રસ્ટના અધ્યક્ષ કરીકે વરણી કરવામાં આવી. કેસના પ્રતિવાદીઓએ આરોપ લગાવ્યો કે, તેમણે ધર્મસ્થળ પર પોતાનો અધિકાર હાંસલ કરવાનો પ્રયત્ન કર્યો. હોબાળાને ધ્યાનમાં લેતા પ્રકાશ રેડ્ડી અને અધ્યક્ષ જયા પૂજારી કોર્ટ પહોંચ્યા, પરંતુ જ્યાં પૂજારીનું 24 ડિસેમ્બરના રોજ રહસ્યમય પરિસ્થિતિઓમાં કોર્ટ જતી વખત મોત થઇ ગયું હતું. જે લોકોએ Kantara ફિલ્મ જોઇ છે તેઓ આ ઘટનાન તુલના ફિલ્મ સાથે કરી રહ્યા છે. એક રાજ્યના વંશજ ગ્રામીણો સાથે ભૂમિ વિવાદ લઇને કોર્ટ જવાનો નિર્ણય લે છે, પરંતુ તેમને પંજૂરાલી દેવ જેમને ગામના રક્ષક માનવામાં આવે છે. શ્રાપ આપતા તેનું પરિણામ એ આવે છે કે વંશજની કોર્ટ સીડીઓ પર પડીને મોત થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp