કરોડપતિ સતત કેમ છોડી રહ્યા છે ભારત? ટેક્સ છે કારણ કે કોઈ બીજો ખેલ?

PC: dailyo.in

આમ તો દર વર્ષે હજારો કરોડપતિ ભારતીય દુનિયાના અલગ-અલગ દેશોમાં જઈને વસી જાય છે. આ અનુસંધાને વર્ષ 2023માં લગભગ 6,000 હાઇ નેટવર્થ ઇન્ડિવિજ્યૂઅલ્સ એટલે કે HNI દેશ છોડીને જઈ શકે છે. વર્ષ 2022માં આ આંકડો 7,500 હતો. હેનલે પ્રાઇવેટ વેલ્થ માઈગ્રેશન 2023ના રિપોર્ટ બાદ સવાલ ઉઠી રહ્યા છે કે, આખરે કેમ ભારતીય દેશ છોડીને જઈ રહ્યા છે? શું તે ભારતમાં ટેક્સના ભારનું પરિણામ છે? તો સુપર રીચ ભારતીયોના રહેઠાણ કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બની રહ્યા છે. શું આ દેશોમાં ટેક્સની દરો ભારતની તુલનામાં ઓછા છે?

હકીકત તો એ છે કે આ ત્રણ (કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા) દેશોમાં સુપર રીચ માટે ટેક્સના દરો ભારતની તુલનામાં અનેક ગણા વધારે છે. કેનેડામાં પર્સનલ ઇનકમનો મહત્તમ દર 54 ટકા, અમેરિકામાં 51.6 ટકા અને ઓસ્ટ્રેલિયામાં 45 ટકા છે, જ્યારે ભારતમાં 30 ટકા છે. G20ના 20માંથી 15 દેશોમાં પર્સનલ ઇનકમના મહત્તમ દરો ભારતથી વધુ છે. તો બીજી તરફ ભારત G20 દેશોમાં ત્રીજો એવો દેશોમાં છે જ્યાં મહત્તમ કોર્પોરેટ ટેક્સ 30 ટકા સુધી છે. ભારતમાં મહત્તમ ટેક્સ દર પર સરચાર્જ અને સેસ બંને લાગૂ થાય છે. પર્સનલ ટેક્સની બાબતે સરચાર્જ ટેક્સની દેવડ 25 ટકા સુધી જઈ શકે છે.

તો બ્રિક્સના 5 દેશોની વાત કરીએ તો ચીન અને દક્ષિણ આફ્રિકામાં મહત્તમ આવક દર 45 ટકા છે જે ભારતની તુલનામાં ઘણી બધી છે. તો આ દરમિયાન આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન (OECD) ડિજિટલિકરણ અને વૈશ્વિકરણથી ઉત્પન્ન થતા ટેક્સ પડકારોનું સમાધાન કરવામાં લાગ્યા છે. AMRG એન્ડ એસોસિએટ્સના કોર્પોરેટ અને ઇન્ટરનેશનલ ટેક્સસનના ડિરેક્ટર ઓમ રાજપુરોહિતે જણાવ્યું કે, ટેક્સના દરોમાં સમાનતા લાવવા માટે દેશો વચ્ચે સામાન્ય સહમતી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, OECDએ 15 ટકા વૈશ્વિક લઘુત્તમ ટેક્સની વાત કહી છે અને OECD/G20 હેઠળ આવતા 137 દેશોએ આ સમાવેશી વૈશ્વિક લઘુત્તમ ટેક્સ ઢાંચા પર સહમતી વ્યક્ત કરી છે. જો કે, એ પણ હકીકત છે કે અમીરોને દુબઈ અને સિંગાપુર જેવી જગ્યાઓ સૌથી વધુ પસંદ આવી રહી છે કેમ કે અમીર એ દેશમાં જવાનું પસંદ કરે છે, જ્યાં ટેક્સ સાથે જોડાયેલા નિયમ લચીલા હોય. જો કે આ દરમિયાન દુનિયાભરના તમામ દેશોના ટેક્સ સ્લેબને જોઈએ તો કરોડપતિઓનું ભારત છોડવા પાછળ ટેક્સની દરો મુખ્ય કારણ નથી.

તેનું બીજું પહેલું એ છે કે લોકો સારી લાઇફ સ્ટાઇલ અને સારા કામ સાથે-સાથે સારી લાઇફ માટે બીજા દેશોમાં વસવાનો પ્લાન કરે છે એ સિવાય કમાણીના ઉદ્દેશ્યથી પણ બીજા દેશને સુપર રીચ પસંદ કરી રહ્યા છે. ભારત છોડીને બીજા દેશોમાં જઈને વસી જવાના કેસમાં ભારત દુનિયામાં બીજા નંબર પર છે. આખી દુનિયામાં વેલ્થ અને ઈનવેસ્ટમેન્ટ માઈગ્રેશન પર નજર રાખનારા હેનલે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પોતાનો દેશ છોડીને બીજા દેશોમાં પોતાનું રહેઠાણ કરનારામાં સૌથી વધુ સંખ્યા ચીનની છે, જ્યાંથી આ વર્ષે 13,500 અમીરોના પાલયનનું અનુમાન છે.

આ લિસ્ટમાં ત્રીજા નંબર પર બ્રિટન છે જ્યાંથી 3,200 કરોડપતિઓ દેશ છોડવાનું છે. તો રશિયાથી 3,000 કરોડપતિ બીજા દેશોમાં જવાનું અનુમાન છે અને તે લિસ્ટમાં ચોથા નંબર પર છે. મોટા ભાગના જાણકારોનું માનવું છે કે, દેશ છોડવો કોઈ ચિંતાની વાત નથી. તેની પાછળ દલીલ છે કે વર્ષ 2031 સુધી કરોડપતિઓની વસ્તી લગભગ 80 ટકા સુધી વધી શકે છે. આ દરમિયાન ભારત દુનિયાના સૌથી ઝડપથી વધતા વેલ્થ માર્કેટમાંથી એક હશે. તેની સાથે જ દેશમાં ફાઇનાન્શિયલ સર્વિસિસ, ટેક્નોલોજી અને ફાર્મા સેક્ટરથી સૌથી વધુ કરોડપતિ નીકળશે. એવામાં ભારતના હિસાબે આ નંબર 2022માં ઓછો થઈ જવો એક મોટી રાહતની વાત છે. એક્સપર્ટનું કહેવું છે કે ભારતીયો માટે સૌથી વધુ સિંગાપુર અને દુબઈની ચોઈસ છે.

અમીર લોકો કેમ છોડી શકે છે પોતાનો દેશ?

ઓસ્ટ્રેલિયા એક દેશ એવો છે જ્યાં બીજા દેશથી સૌથી વધુ કરોડપતિ આવવાની આશા છે. રિપોર્ટ મુજબ, વર્ષ 2023માં 5,200 કરોડપતિઓ આવવાની આશા છે. જ્યારે UAE આ લિસ્ટમાં બીજા નંબર પર છે. આ વર્ષે અહી 4,500 કરોડપતિઓ પહોંચવાની આશા છે. સિંગાપુરનો નંબર આ લિસ્ટમાં ત્રીજા નંબરે આવે છે જ્યાં 3,200 કરોડપતિઓ પહોંચવાની આશા છે, અમેરિકામાં 2,100 કરોડપતિ પહોંચવાની આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp