જોશીમઠ આપત્તિ પર ઉમા ભારતીએ કહ્યું- પાવર માફિયા દેશને દૈત્યની જેમ ગળી રહ્યા છે

PC: amarujala.com

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ જોશીમઠ આપત્તિ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાવર માફિયા જોશીમઠ આપત્તિ માટે જવાબદાર છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ઉત્તરાખંડના પર્યાવરણને નુકસાન પહોંચાડનારા તમામ પાવર પ્રોજેક્ટને તાત્કાલિક રદ્દ કરી દેવા જોઈએ. ઉમા ભારતીએ કહ્યું, આ દેશમાં ત્રણ મોટા માફિયા છે. ખનન માફિયા, દારૂ માફિયા અને પાવર માફિયા. આ ત્રણેય દેશને દૈત્યની જેમ ગળી રહ્યા છે. પર્યાવરણવિદોને મેનેજ કરીને આવા પ્રોજેક્ટોની સ્વીકૃતિ લઈ લેવામાં આવે છે. જોશીમઠની ઘટના તેનું જ પરિણામ છે. ઉત્તરાખંડના તમામ પાવર પ્રોજેક્ટને તાત્કાલિક બંધ કરી દેવા જોઈએ. ગંગા અને તેની સહાયક નદીઓ પર કોઈપણ પાવર પ્રોજેક્ટને મંજૂરી આપવી ના જોઈએ.

ઉમા ભારતી નમામિ ગંગે પ્રોજેક્ટના મંત્રી રહી ચુક્યા છે. ઉમા ભારતીએ કહ્યું કે, જ્યારે તેઓ કેન્દ્રીય મંત્રી હતા, તો તેમણે કહ્યું હતું કે, ગંગા નદી અને તેની સહાયક નદીઓના કિનારાઓ પર પાવર પ્રોજેક્ટ ના લગાવવા જોઈએ. પાવર પ્રોજેક્ટ લગાવવા જ હોય તો 5થી 10 મેગાવોટની નાની પરિયોજનાઓ શરૂ કરો. તેનાથી સ્થાનિક લોકોને રોજગાર પણ મળશે. પરંતુ, અહીં અંધાધુંધ પરિયોજનાઓ શરૂ કરી દેવામાં આવી. જોશીમઠમાં મોટું જોખમ મંડરાઈ રહ્યું છે. જમીનમાં તિરાડો આવવાના કારણે 600 કરતા વધુ ઘર તૂટી પડવાના આરે છે. ડેન્જર ઝોનમાં આવનારા આ તમામ ઘરોના લોકોને ત્યાંથી નીકળવા માટે કહેવામાં આવ્યું છે. દરમિયાન વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે, જો વહેલીતકે તેના પર કંઈ કરવામાં ના આવ્યું તો મોટી તારાજી સર્જાઈ શકે છે.

જોશીમઠમાં જમીન ધસવા પર પીએમઓની બેઠકમાં વડાપ્રધાનના પ્રમુખ સચિવે સ્થિતિની સમિક્ષા કરી. તેમા ઉત્તરાખંડના મુખ્ય સચિવે જોશીમઠ મામલા પર પીએમઓને જાણકારી આપી. જણાવ્યું કે, જમીન ધસવાના કારણે પ્રભાવિત પરિવારોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવી રહ્યા છે. પીએમઓ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જોશીમઠ મામલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિંતિત છે. તેમણે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને દરેક સંભવ મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.

બેઠકમાં જણાવવામાં આવ્યું કે, કેન્દ્ર સરકારની એજન્સીઓ અને વિશેષજ્ઞ લઘુ, મધ્યમ અને દીર્ઘકાલિન યોજનાઓ તૈયાર કરવામાં રાજ્ય સરકારની મદદ કરી રહ્યા છે. NDRFની એક ટીમ અને SDRFની ચાર ટીમો પહેલા જ જોશીમઠ પહોંચી ચુકી છે. સચિવ સીમા પ્રબંધન અને એનડીએમએના સભ્ય 9 જાન્યુઆરીએ ઉત્તરાખંડનો પ્રવાસ કરશે અને સ્થિતિ વિશે માહિતી મેળવશે. તેમા રાષ્ટ્રીય આપત્તિ પ્રબંધન પ્રાધિકરણ, રાષ્ટ્રીય આપત્તિ પ્રબંધન સંસ્થા, ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ, IIT રુડકી, વાડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજી, નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હાઈડ્રોલોજી અને સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના વિશેષજ્ઞોની ટીમ પરિસ્થિતિ અંગે માહિતી મેળવીને રિપોર્ટ રજૂ કરશે.

રાજ્ય આપત્તિ પ્રબંધન પ્રાધિકણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અત્યારસુધી 603 મકાનોમાં તડ પડી ચુકી છે. તેનાથી પ્રભાવિત 68 પરિવારોને અત્યારસુધી કાઢવામાં આવ્યા છે. જોકે, સચિવ આપત્તિ પ્રબંધન વિભાગે જણાવ્યું કે, 88 પરિવારોને સુરક્ષિત હટાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp