ઉમા ભારતીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર, કહ્યું- PoKમાં કાઢો ભારત જોડો યાત્રા

PC: twitter.com

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં આ યાત્રાની કોઈ જરૂર નથી. ઉમા ભારતીએ આ સાથે હિન્દુ ધર્મને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ પાસે ભગવાન રામ, હનુમાન કે હિંદુ ધર્મ પર કોઈ 'પેટન્ટ' નથી અને કોઈપણ તેમના પર વિશ્વાસ કરી શકે છે, પરંતુ અમારી આસ્થા રાજકીય લાભથી પરે છે.

ઉમા ભારતીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના હેતુ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ભારત ક્યાં તૂટી રહ્યું છે? ઉમા ભારતીએ કહ્યું કે ભાજપની આગેવાની હેઠળની NDA સરકારે કલમ 370 (જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ) દૂર કર્યો છે અને સમગ્ર ભારતને જોડી દીધુ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ PoKમાં આ યાત્રા કરવી જોઈએ. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે 2023ની મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ જશે.

ભાજપના નેતાએ કહ્યું કે ભાજપ પાસે રામ અને હનુમાન કે હિંદુ ધર્મની પેટન્ટ નથી. કોઈપણ તેના પર વિશ્વાસ કરી શકે છે. ઉમા ભારતીએ કહ્યું કે રામ, ત્રિરંગા, ગંગા અને ગાયમાં વિશ્વાસ ભાજપે નહીં, પરંતુ તે તેમની અંદર પહેલાથી જ છે. તેમણે કહ્યું કે તફાવત એ છે કે અમારી આસ્થા રાજકીય લાભની બહાર છે.

મધ્ય પ્રદેશમાં દારૂ પર પ્રતિબંધ મૂકવાની તેમની માંગ માટે હવે ઉમા ભારતીનો અવાજ બદલાતો જોવા મળી રહ્યો છે. હંમેશાં દારૂ પર પ્રતિબંધની વાત કરનાર ઉમા ભારતીએ કહ્યું કે હવે તેમણે આ મામલે એક લાઇન દોરી છે અને તે તેવું જ કરશે જે ભાજપ જે નિર્ણય કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp