રામ-હનુમાન પર ભાજપનો કૉપીરાઇટ નથી, એ ભ્રમ ન પાળવો કે આખો હિન્દુ સમાજ BJPનો...

PC: rajexpress.co

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ કહ્યું કે, ભગવાન રામ અને હનુમાન પર તેમની પાર્ટીઓનું કૉપી રાઇટ નથી. તેમણે ભાજપના કાર્યકર્તાઓએ ભ્રમ અને અહંકાર ન પાળવાની સલાહ આપતા કહ્યું કે, એમ કર્યું તો વિનાશ થઇ જશે, ઉમા ભારતીયે લોધી સમાજને પોતાની મરજીથી વોટ આપવાને લઇને વાતને આગળ વધારી અને કહ્યું કે, એ ભ્રમ ન પાળવો જોઇએ કે આખો હિન્દુ સમાજ ભાજપનો વોટર હશે. લોકતંત્રમાં કોઇ જાતિ, ધર્મ કે વ્યક્તિને બંધક નહીં બનાવી શકાય.

લોહી સમાજને પોતાની મરજીથી વોટ આપવાની અલાહ આપવાને લઇને જ્યારે ઉમા ભારતીને પત્રકારોએ સવાલ કર્યો તો તેમણે કહ્યું કે, આપણે ક્યારેય ભ્રમ ન પાળીએ કે આખો હિન્દુ સમાજ અમારો વોટર હશે. નહીં થઇ શકે. તેમની પોતાની આસ્થા હશે. શું આખો હિન્દુ સમાજ અમારો વોટર છે? ભલે અમે રામ મંદિરનું નિર્માણ કર્યું હોય. હિમાચલ પ્રદેશમાં અમે જીતી ન શક્યા તો તેઓ હિન્દુ નહોતા. જેમણે અમને વોટ આપ્યા. તમે કોઇ ધર્મ, કોઇ જાતિ, કોઇ વોટ, કોઇ વ્યક્તિને બંધક નહીં બનાવી શકો, જ્યાં લોકતાંત્રિક વ્યવસ્થા છે. આ જ વાત મોદીજીએ પણ કહી છે.’

મધ્ય પ્રદેશમાં છિંદવાડા જિલ્લાના સિમરિયામાં કામલનાથ દ્વારા બનાવવામાં આવેલા હનુમાન મંદિર પર પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીઅ કહ્યું હતું કે, ભગવાન રામ અને હનુમાનની ભક્તિ પર ભાજપનું કૉપી રાઇટ નથી. ભગવાન રામ અને હનુમાન ભાજપના કાર્યકર્તા નથી, જ્યારે ભાજપનું અસ્તિત્વ નહોતું, જ્યારે મુઘલ શાસન હતું, અંગ્રેજોનું શાસન હતું, ત્યારે પણ ભગવાન રામ અને હનુમાન હતા. જો અમે ભાજપવાળાએ એ ભ્રમ પાળી લીધો છે, જ્યારે અમે આંખો ખોલી, ત્યારે સૂરજ-ચાંદ નીકળી આવ્યા, તો પછી આ અમારા માટે વિનાશકારી સાબિત થશે.

ઉમા ભારતીએ સરકારની વ્યવસ્થાને આડે હાથ લેતા કહ્યું કે, ગામમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ વ્યવસ્થા ખૂબ ખરાબ છે. સરકાર અને પ્રાઇવેટ વ્યવસ્થામાં ખૂબ મોટું અંતર છે. હું એમ નહીં કહું કે, સરકારી જેવી વ્યવસ્થા કરી દો, પછી તો દેશ જ ખરાબ સ્થિતિમાં થઇ જશે પ્રાઇવેટ જેવી સરકારી વ્યવસ્થા કરી દેવી જોઇએ. ભોપાલમાં ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કર્ણાટકના શિવમોગામાં આપેલા નિવેદનમાં કહ્યું હતું કે પોતાના ઘરમાં હથિયાર રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp