- National
- અમ્પાયરે ‘નો બૉલ’ આપ્યો તો મેદાનમાં જ છરો મારીને તેને પતાવી દીધો
અમ્પાયરે ‘નો બૉલ’ આપ્યો તો મેદાનમાં જ છરો મારીને તેને પતાવી દીધો
ઓરિસ્સામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ક્રિકેટનું એક મેદાન યુદ્ધના મેદાનમાં બદલાઈ ગયું. અમ્પાયરને નો બૉલ આપવાનો નિર્ણય એટલો ભારે પડી ગયો કે, એક યુવકે તેની ધારદાર છરા વડે હત્યા કરી દીધી. આ ઘટના કટકના મહિશિલાંદા ગામની છે. અહી ક્રિકટ મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન અમ્પાયરે ‘બો બૉલ’ આપી દીધો. આ વાત આરોપીને પસંદ ન આવી. મૃતક યુવકની ઓળખ મહિશિલાંદા ગામના રહેવાસી લકી રાઉત (ઉંમર 22 વર્ષ)ના રૂપમાં થઈ છે.
આરોપીને ગ્રામજનોએ પકડી લીધો અને પોલીસના હવાલે કરી દીધો છે. રિપોર્ટ્સ મુજબ, મહિસલાંદામાં ટૂર્નામેન્ટ ચાલી રહી હતી. બંને ટીમો એટલે કે બ્રહ્મપુર અને શંકરપુર સેકડો દર્શકોની હાજરીમાં મેચ રમી રહી હતી, પરંતુ વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે અમ્પાયરે બ્રહ્મપુરની ટીમ વિરુદ્ધ ખોટો નિર્ણય આપી દીધો. અમ્પાયરના આ નિર્ણયથી ગામનો સ્મૃતિ રંજન રાઉત નામનો યુવક નારાજ થઈ ગયો. તે અમ્પાયર સાથે બહેસ કરવા લાગ્યો. ધીરે ધીરે વિવાદ વધતો ગયો.

આ દરમિયાન સ્મૃતિ રંજને મેદાનમાં જ છરો કાઢી દીધો અને અમ્પાયર પર એક બાદ એક પ્રહાર શરૂ કરી દીધા. છરાઓના વારથી અમ્પાયર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો. તેને ઇમરજન્સીમાં SCB મેડિકલ કૉલેજ લઈ જવામાં આવ્યો. ડૉક્ટરોએ અમ્પાયરને સારવાર દરમિયાન મૃત જાહેર કરી દીધો. આ ઘટના બાદ ગામમાં તણાવ ફેલાઈ ગયો. ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી. પોલીસે જણાવ્યું કે, સાવધાનીના પગલે ગામમાં સુરક્ષા બળની એક ટુકડીને તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
મેદાન પર એવી ઘટનાઓ પહેલા પણ ઘણી વખત થઈ ચૂકી છે. લોકલ લેવલની ક્રિકેટમાં મારામારી થવી સામાન્ય થઈ ગઈ છે. આજકાલ તો ઇન્ટરનેશનલ મેચો દરમિયાન પર ગરમાગરમી જોવા મળી જાય છે. દુનિયાની સૌથી મોટી લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ ઘણી વખત ખેલાડી એક-બીજા સાથે ઝઘડી પડ્યા છે. વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરનો ઝઘડો, હરભજન સિંહ દ્વારા શ્રીસંતને મારવામાં આવેલી થપ્પડ તો બધાને યાદ જ હશે, પરંતુ દર્શકો વચ્ચે એવા ઝઘડાના ઘણા ઉદાહરણ છે. જો કે, તમામ વાતો વચ્ચે પણ એવા ઝઘડા થવા ચિંતાજનક છે.

