ભારતમાં 15 વર્ષમાં 41 કરોડ લોકોની ગરીબી દૂર થઇ, UNએ પણ કર્યા વખાણ

PC: downtoearth.org.in

ભારતે જેટલી ઝડપથી ગરીબી હટાવવામાં સફળતા મેળવી છે, તેને જોઇને સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) પણ આશ્ચર્યચકિત છે. સંયુક્ત રાષ્ટ્રએ મંગળવારે દુનિયાના સૌથી વધુ આબાદી ધરાવતા દેશ દ્વારા માનવ વિકાસ માપદંડોમાં ઉલ્લેખનીય સુધાર પર પ્રકાશ પાડતા કહ્યું કે, 2005/2006 થી 2019/2021 સુધી માત્ર 15 વર્ષોની અવધિની અંદર ભારતમાં કુલ 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. 110 દેશોના અનુમાન સાથે વૈશ્વિક બહુઆયામી ગરીબી સૂચકાંકનો નવીનતમ અપડેટ આજે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઓક્સફોર્ડ ગરીબી અને માનવ વિકાસ પહેલ દ્વારા જાહેર કરવામાં આવ્યો.

ગરીબીને લઇને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પરિભાષાની વાત કરીએ તો અહીં ગરીબીનો તાત્પર્ય સ્થાયી આજીવિકા સુનિશ્ચિત કરવા માટે આવક અને ઉત્પાદક સંશાધનોની અછત કરતા ઘણી વધુ છે. પ્રતિદિન 1.90 અમેરિકી ડૉલર કરતા ઓછી આવકમાં જીવન વીતાવતા લોકોને સામાન્યરીતે ગરીબ માનવામાં આવે છે. ભારત ઉપરાંત, ચીને 2010-2014ની વચ્ચે 69 મિલિયન અને ઇન્ડોનેશિયાએ 2012-2017ની વચ્ચે 8 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા.

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાડોશી બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં 2015-2019 અને 2012-2018 દરમિયાન ક્રમશઃ 19 મિલિયન અને 7 મિલિયન વ્યક્તિ ગરીબીમાંથી બહાર આવ્યા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ગરીબીમાં ઘટાડો લાવવો સંભવ છે. ગરીબીમાં રહેનારાઓમાં 18 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોની સંખ્યા અડધી (566 મિલિયન) છે. બાળકોમાં ગરીબી દર 27.7 ટકા છે જ્યારે, વયસ્કોમાં તે દર 13.4 ટકા છે.

રિપોર્ટ અનુસાર, 81 દેશો પર કેન્દ્રિત 2000થી 2022 સુધીના પરિણામોના વિશ્લેષણ પરથી જાણકારી મળી કે, 25 દેશોએ 15 વર્ષોની અંદર સફળતાપૂર્વક પોતાના વૈશ્વિક એમપીઆઈ મૂલ્યોને અડધા કરી દીધા. ઘણા દેશોએ ચારથી 12 વર્ષોમાં જ પોતાનો એમપીઆઈ અડધો કરી દીધો છે. એ દેશોમાં ભારત, કંબોડિયા, ચીન, કાંગો, હોંડુરાસ, ઇન્ડોનેશિયા, મોરક્કો, સર્બિયા અને વિયેતનામ સામેલ છે, તેમા ઝડપથી પ્રગતિ કરતા કહેવામાં આવ્યું છે. કંબોડિયા, પેરુ અને નાઇઝીરિયામાં ગરીબીના સ્તરમાં હાલમાં જ ઉલ્લેખનીય ઘટાડો જોવા મળ્યો છે. કંબોડિયા માટે, રિપોર્ટ અનુસાર તેમાંથી સૌથી ઉત્સાહજનક મામલો ગરીબીની ઘટના 36.7 ટકાથી ઘટીને 16.6 ટકા થઈ ગઈ છે અને ગરીબ લોકોની સંખ્યા 7.5 વર્ષોની અંદર અડધી થઇને 5.6 મિલિયનથી 2.8 મિલિયન થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp