એમ્બ્યુલન્સનું ભાડુ ચૂકવી ન શકતા પિતાએ દીકરાની લાશ બેગમાં રાખી 200Km મુસાફરી કરી

PC: punjabkesari.in

પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પિતાએ પોતાના 5 મહિનાના બાળકના મૃતદેહને બેગમાં લઈને બસમાં 200 Kmની મુસાફરી કરવી પડી હતી. આ ઘટના પછી રાજકીય બયાનબાજી પણ શરૂ થઈ ગઈ છે. BJP એ CM મમતા બેનર્જી સરકારની 'સ્વાસ્થ્ય સાથી' યોજનાને શાકના ઘેરામાં મૂકી છે, જ્યારે TMCએ તેને સસ્તી રાજનીતિ ગણાવી છે. 

બાળકના પિતા આશિમ દેબશર્માએ રવિવારે જણાવ્યું કે, તેના 5 મહિનાના બાળકનું શનિવારે રાત્રે સિલિગુડીની નોર્થ બંગાળ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. બાળક છેલ્લા 6 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. સારવારમાં 16 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. 

રવિવારે જ્યારે આશિમે એમ્બ્યુલન્સ ડ્રાઈવરને બાળકના મૃતદેહને કાલિયાગંજ સ્થિત તેના ઘરે લઈ જવાની વિનંતી કરી તો ડ્રાઈવરે તેની પાસેથી 8000 રૂપિયાની માંગણી કરી. આશિમે દાવો કર્યો કે 102 સ્કીમ હેઠળ ચાલતી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે તેમને કહ્યું કે, દર્દીઓ માટે સુવિધા મફત છે, પરંતુ મૃતદેહો લઈ જવાનો કોઈ નિયમ નથી. 

અશિમ દેબશર્મા પાસે એમ્બ્યુલન્સ ડ્રાઇવરને ચૂકવવા માટે 8,000 રૂપિયા ન હતા, તેથી તેણે 5 મહિનાના બાળકના મૃતદેહને સાર્વજનિક બસમાં કાલિયાગંજ લઈ જવાનું નક્કી કર્યું. દેબશર્માએ બાળકના મૃતદેહને બેગમાં મુક્યો અને દાર્જિલિંગ જિલ્લાના સિલીગુડીથી બસમાં 200 Km દૂર ઉત્તર દિનાજપુર જિલ્લાના કાલિયાગંજ સુધી મુસાફરી કરી. તેણે બસમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોને પણ તેની ખબર પડવા દીધી ન હતી. આશિમને ડર હતો કે જો અન્ય મુસાફરોને આ વિશે ખબર પડી તો તેઓ તેને બસમાંથી ઉતારી દેશે. 

આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેંદુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસ સરકારની 'સ્વાસ્થ્ય સાથી' સ્વાસ્થ્ય વીમા યોજના પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે મીડિયા સાથે વાત કરી રહેલા વ્યક્તિના વીડિયોની સાથે આ મામલે ટ્વિટ કર્યું, 'શું આ બાબતમાં ટેકનિકલ બાજુને દૂર રાખવામાં આવે તો પણ 'સ્વસ્થ સાથી' એ આ જ હાંસલ કર્યું છે?, કમનસીબે, પરંતુ આ 'અગીયે બાંગ્લા' (ઉન્નત બંગાળ) મોડેલનું સાચું ચિત્રણ છે.' 

BJPના હુમલાનો જવાબ આપતા TMCએ બાળકના મોત પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. TMCના રાજ્યસભા સાંસદ શાંતનુ સેને કહ્યું, 'બાળકના કમનસીબ મોત પર BJP ગંદી રાજનીતિ રમી રહી છે.' 

અહીં તમને જણાવી દઈએ કે, આવી જ એક ઘટના આ વર્ષે જાન્યુઆરીમાં બંગાળના ઉત્તર ભાગમાં આવેલા જલપાઈગુડી જિલ્લામાં બની હતી. અહીં સારવાર દરમિયાન એક વ્યક્તિની માતાનું મૃત્યુ થયું ત્યારે એમ્બ્યુલન્સ ડ્રાઈવરે મૃતદેહને ઘરે લઈ જવાને બદલે તેની પાસે પૈસાની માંગણી કરી હતી. પૈસાની અછતને કારણે તે વ્યક્તિ તેની માતાની લાશને ખભા પર લઈને 40 Km દૂર સ્થિત તેના ઘર તરફ ચાલતો નીકળી ગયો ગયો. જોકે, થોડે દૂર ચાલ્યા પછી એક સામાજિક સેવા સંસ્થાએ તેમને વિનામૂલ્યે વાહન આપ્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp