ટીચરે વિદ્યાર્થીઓને સલાહ આપી, ભણેલા નેતાને વોટ આપજો, Unacademyએ કર્યા સસ્પેન્ડ

PC: newindianexpress.com

એજ્યુકેશનલ કંપની Unacademyએ પોતાના એક ટીચરને સસ્પેન્ડ કરી દીધા છે. ટીચરનું નામ કરણ સાંગવાન છે. થોડા દિવસ પહેલા ભણાવતા સમયે કરણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તેમણે સ્ટુડેટ્સને આવાનારી ચૂંટણીમાં એક ભણેલા વ્યક્તિને વોટ આપવાની વાત કહી હતી.

વીડિયોમાં શું છે

વીડિયો 13 ઓગસ્ટના રોજ શેર કરવામાં આવ્યો હતો. ભણાવતા સમયે ટીચરે કહ્યું કે, મને પણ એવું લાગી રહ્યું હતું કે હું રડુ કે હંસુ, કારણ કે ઘણી મહેનત અમે પણ કરી હતી. તમને લોકોને પણ કામ મળી ગયું. પણ એક વસ્તુ યાદ રાખજો કે બીજી વાર જ્યારે પણ તમે વોટ આપવા જાઓ તો કોઇ ભણેલા વ્યક્તિને વોટ આપજો જેથી આ બધુ ફરીવાર જીવનમાં સહન ન કરવું પડે. એવા વ્યક્તિને પસંદ કરજો જે ભણેલા હોય. જે સમજી શકે વસ્તુઓને, એવા વ્યક્તિને નહીં જેને માત્ર નામ બદલવાનું આવડતું હોય. તો તમે સમજી વિચારીને નિર્ણય લેજો.

વીડિયો વાયરલ થયા પછી ઘણાં લોકોએ આમાં કહેવામાં આવેલી વાતોને લઇ આપત્તિ ગણાવી. તેમણે કરણને સસ્પેન્ડ કરવાની વાત કહી. ત્યાર પછી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

ત્યાર બાદ સોશિયલ મીડિયા પર લોકો Unacademyએ લીધેલા આ પગલાનો વિરોધ કરી રહ્યા છે. શાંતનૂ નામના એક યૂઝરે લખ્યું કે, Unacademyએ એક ફેકલ્ટીને પદ છોડવા મજબૂર કર્યા કારણ કે તેમણે વિદ્યાર્થીઓને ભણેલા નેતાને વોટ આપવાની વાત કહી હતી. નરેન્દ્ર મોદીના શાસનમાં ભારતમાં વસ્તુઓ કેટલી અજીબ થઇ શકે છે.

આ મામલાને લઇ હવે રાજકારણ ગરમાયુ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી લખ્યું કે, શું ભણેલા લોકોને વોટ આપવાની અપીલ કરવી ગુનો છે. જો કોઇ સાક્ષર નથી. વ્યક્તિગત રીતે હું તેમનું સન્માન કરું છું પણ જનપ્રતિનિધિ સાક્ષર હોવા જરૂરી છે. આ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો જમાનો છે. 21મી સદીના આધુનિક ભારતનું નિર્માણ અભણ જનપ્રતિનિધિ ક્યારેય કરી શકે નહીં.

આ મામલે Unacademyના સંસ્થાપક રોમન સૈનીએ કહ્યું કે, આ એક એજ્યુકેશનલ પ્લેટફોર્મ છે. જેના માટે અમે ફેકલ્ટી માટે એક કડક કોડ ઓફ કંડક્ટ રાખ્યો છે. જેનો હેતુ વિદ્યાર્થીઓને કોઇ પણ રીતના પૂર્વગ્રહ વિના જાણકારી આપવાનું છે. ક્લાસરૂમ વ્યક્તિગત વિચાર શેર કરવાની જગ્યા નથી. તે વિદ્યાર્થીઓને ખોટી રીતે પ્રભાવિત કરી શકે છે. વર્તમાન સ્થિતિમાં અમારે કરણને સસ્પેન્ડ કરવા માટે મજબૂર થવું પડ્યું કારણ કે તેણે સંસ્થાના કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp