ભત્રીજીના લગ્નમાં ડાન્સ કરતા કાકાએ ગુમાવ્યો જીવ, વીડિયો સામે આવ્યો

છત્તીસગઢના ભિલાઈમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં લગ્ન સમારોહમાં ડાન્સ કરતી વખતે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મૃતક તેની ભત્રીજીના લગ્નમાં ડાન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને સ્ટેજ પર જ તેમનું મૃત્યુ થયું. આ ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મૃતક દિલીપ દલ્લી રાજહરા ખાતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર હતા.

અહેવાલો અનુસાર, દિલીપ તેની ભત્રીજીના લગ્નમાં રાજનાંદગાંવ જિલ્લાના ડોંગરગઢ ગયો હતો. લગ્નના દિવસે તે તેની ભત્રીજી, તેના પતિ અને અન્ય વ્યક્તિ સાથે ડાન્સ કરી રહ્યો હતો. ડાન્સ કરતી વખતે દિલીપ થોડીવાર સ્ટેજ પર બેસી ગયો. અને બેસી જતાં જ પડી ગયો. આ ઘટના 4 કે 5 મેની જણાવવામાં આવી રહી છે, પરંતુ વીડિયો હાલમાં જ સામે આવ્યો છે.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, 52 વર્ષીય દિલીપ સ્ટેજ પર પંજાબી ગીતો પર જોરદાર ડાન્સ કરી રહ્યો છે. તેમની સાથે વર-કન્યા પણ ડાન્સ કરી રહ્યા છે. દિલીપ જે ઉત્સાહથી નાચી રહ્યો હતો, કોઈને ખ્યાલ નહોતો કે, એક જ ઝાટકે આટલી મોટી ઘટના બની જશે.

સંબંધીઓનું કહેવું છે કે, દિલીપ 4 મેના રોજ તેની ભત્રીજીના લગ્ન માટે ગામમાં આવ્યો હતો. ખુશીના માહોલમાં તે સ્ટેજ પર જોરદાર ડાન્સ કરી રહ્યો હતો. અચાનક તેને થોડો દુખાવો થયો અને તે સ્ટેજ પર બેસી ગયો પણ થોડી વાર પછી નીચે પડી ગયો. આસપાસ હાજર તમામ સંબંધીઓએ તેને ઉઠાવ્યો અને હોસ્પિટલ લઈ ગયા, ત્યારબાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો છે. દિલીપને પરિવારમાં બે પુત્રી અને પત્ની છે. આ ઘટના બાદ લગ્નવાળા ઘરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. રડી રડીને સ્વજનોની હાલત ખરાબ થઇ ગઈ છે. તબીબોના જણાવ્યા અનુસાર દિલીપને હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેનું મોત થયું હતું.

આ પહેલા ફેબ્રુઆરી 2023માં તેલંગાણામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. યુવક મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાનો રહેવાસી હતો અને તેલંગાણામાં મૃત્યુ પામ્યો હતો. સંબંધીના લગ્નમાં હાજરી આપવા ગયા હતા. ત્યાં તે DJ પર ડાન્સ કરી રહ્યો હતો, તે દરમિયાન તે ઊંધો પડી ગયો અને ફરીથી ઉઠ્યો નહીં. સંબંધીઓ તેને જગાડવાનો પ્રયાસ કરતા રહ્યા, પરંતુ યુવકના શરીરમાં કોઈ હલચલ જણાતી ન હતી.

અગાઉ નવેમ્બર 2022માં વારાણસીમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ડાન્સ કરતી વખતે એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનાના વીડિયોમાં તે કેટલાક લોકો સાથે ડાન્સ કરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. પછી અચાનક તે ઠોકર ખાય છે અને જમીન પર પડી જાય છે. બેભાન અવસ્થામાં પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ જાય છે. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.