કાકાએ ભત્રીજીને બનાવી દુલ્હન, 'વિચિત્ર' લગ્નથી ગામલોકો ચોંકી ગયા, ભર્યું આ પગલું

ઝારખંડમાં ગઢવા જિલ્લાના મઝિઆંવ ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કાકાએ સંબંધમાં ભત્રીજી લાગતી યુવતી સાથે લગ્ન કર્યા હતા. બંનેએ આ લગ્ન એકબીજાની મરજીથી કર્યા છે. પરંતુ આ લગ્ન ગ્રામજનોને મંજુર ન હતા, ગામલોકોએ નવા પરણેલા આ યુગલને ગામમાં પ્રવેશવા દીધો નહીં. આ લગ્નથી યુવતીનો પક્ષ પણ નારાજ છે. આરોપ છે કે, છોકરીના પક્ષના લોકો છોકરા અને તેના સંબંધીઓને ધમકાવી રહ્યા છે. પોલીસ મામલો ઉકેલવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. 

ગઢવા જિલ્લાના મઝિઆંવ પોલીસ સ્ટેશન વિસ્તારના અમર ગામના પછેયારા ટોલાના રહેવાસી છોકરાએ પોતાની સબંધે દૂરની ભત્રીજી થતી છોકરી સાથે પોતાનું જીવન વિતાવવાની પ્રતિજ્ઞા લીધી અને લગ્ન કરી લીધા. બંનેએ કોર્ટમાં નોટરી મારફતે અને હૈદર નગર દેવી મંદિરમાં ભગવાનને સાક્ષી માનીને લગ્ન કર્યા. બંને એકબીજા સાથે દૂરના સંબંધમાં કાકા-ભત્રીજી લાગે છે. 

બંને પ્રેમી યુગલે પરિવારના સભ્યોની મરજી વિરુદ્ધ ઘરમાંથી ભાગીને લગ્ન કરી લીધા હતા. છોકરાના પિતા રામપ્રવેશ પાસવાન અને તેની માતા રામ દુલારી દેવીએ તેમના સંબંધોનો સ્વીકાર કર્યો છે. પરંતુ યુવતીના પરિવારજનો આ લગ્નનો વિરોધ કરી રહ્યા છે. આ લગ્નમાં બંને પક્ષો વચ્ચે સંકલન સ્થાપિત કરવા માટે વહીવટી અધિકારીઓ સ્થાનિક સ્તરે પ્રયાસો કરી રહ્યા છે. 

છોકરાએ જણાવ્યું કે, તે યુવતી સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં છે. ત્યાર પછી બંનેએ લગ્ન કરીને સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. આ લગ્ન ગત 16 મેના રોજ કોર્ટની નોટરીમાં અને 17 મે, 2023ના રોજ પલામુ જિલ્લાના હૈદરનગર દેવીધામ મંદિરમાં થયા હતા. આ પછી જ્યારે બંને અમરમાં તેમના ઘરે પહોંચ્યા તો યુવતીના પરિવારજનો અને ગ્રામજનોએ આ લગ્નનો સખત વિરોધ કર્યો. બંનેને ગામમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. 

પોલીસ આવે તે પહેલા ગામલોકો અને છોકરા પક્ષ વચ્ચે ઘર્ષણ થયું અને મારામારી પણ થઈ. અને જે વાહનમાં છોકરો અને છોકરી આવ્યા હતા, તેની વિન્ડશિલ્ડ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

અહી ગ્રામજનોએ જણાવ્યું હતું કે, કોઈપણ ભોગે આ બંનેને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં, કારણ કે આ બંનેના કારણે અમારા ગામના છોકરા-છોકરીઓ અને પરિવાર સમાજને ખરાબ અસર થઈ રહી છે. આવનારા દિવસોમાં અમારા બાળકોના લગ્નમાં અવરોધો આવી શકે છે. તેથી જ તેઓને જ્યાં જવું હોય ત્યાં જાય, તેમણે સંબંધને કલંકિત કર્યો છે. પોલીસે સ્થળ પર જ ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને અંતે બંને પ્રેમીપંખીડાઓએ કોર્ટ દ્વારા લગ્ન કરાવીને ગામની બહાર ભાગવું પડ્યું હતું. 

ગ્રામજનોનો ગુસ્સો જોઈને છોકરાના પરિવારજનોએ અને છોકરા છોકરીએ પોલીસ અધિક્ષકને સમગ્ર મામલાની જાણ કરી હતી. તેણે પીડિત પક્ષને પોલીસ સ્ટેશન જવા કહ્યું. છોકરો અને તેનો પરિવાર ડરના કારણે ભયમાં છે. બધાએ પોલીસ સ્ટેશનમાં આશરો લીધો છે. પોલીસ મામલાના ઉકેલ શોધવામાં લાગેલી છે. 

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.