કાકાને પસંદ નહોતું એક વર્ષના ભત્રીજાનું રડવું, ગળું દબાવીને કરી નાખી હત્યા

PC: aajtak.in

હરિયાણાના સોનીપત જિલ્લાનાઆ એક ગામમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી દીધી. એક વર્ષનો ભત્રીજો વારંવાર રડી રહ્યો હતો. કાકાને આ વાતથી ગુસ્સો આવી ગયો. તેણે ભત્રીજાની હત્યા કરી દીધી અને શબ ખેતરમાં ફેકી દીધું. બાળકની માતાએ દીકરાની હત્યાની શંકા વ્યક્ત કરતા પોલીસને ફરિયાદ કરી. પોલીસે કાર્યવાહી કરતા આરોપી કાકાની ધરપકડ કરી અને બાળકનું શબ જપ્ત કર્યું. માતાની ફરિયાદ પર પોલીસે કેસ નોંધી લીધો છે. પોલીસે કેસ નોંધી લીધો છે. પોલીસે જણાવ્યું કે, આરોપીનો બાળકની માતા સાથે અનૈતિક સંબંધ પણ હતા.

આ ઘટના સોનિપતના સદર પોલીસ સ્ટેશનની છે. જિલ્લાના બડોતા ગામમાં ખેતરમાં એક વર્ષના માસૂમનું શબ શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મળ્યું. બિહારના મોતિહારીની રહેવાસી સપનાએ સદર પોલીસ સ્ટેશનને જણાવ્યું કે, મારા માતા-પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા. ત્યારબાદ તે પોતાના મામા પાસે રહેવા લાગી. મામાએ તેના લગ્ન ઉત્તર પ્રદેશના દૂધાયુના રાહુલ સાથે કરાવી દીધા. પતિ રાહુલ હંમેશાં તેની સાથે મારામારી કરતો  હતો. તેને રાહુલથી 4 બાળકોને જન્મ આપ્યા. જેમાં 2 છોકરી 5 વર્ષની ચાંદની, 3 વર્ષની શબનમ, બે વર્ષનો દીકરો કૃષ્ણા અને એક વર્ષનો દીકરો છોટુ હતો.

સપનાએ પોલીસને આગળ જણાવ્યું કે, 6 મહિના અગાઉ પોતાના પતિ સાથે રહેવા માટે લુધિયાણા આવી ગઈ હતી. રાહુલ મજૂરી કરતો હતો. રાહુલ તેને છોડીને પોતાની ભાભી સાથે રહેવા લાગ્યો. થોડા દિવસ તે પોતાના બાળકો સાથે ભાડાના ઘરમાં રહી અને લુધિયાણા રેલવે સ્ટેશન પર બાળકો સાથે ભીખ માગીને જીવન પસાર કરવા લાગી. લગભગ 2 મહિના અગાઉ લુધિયાણા રેલવે સ્ટેશન પર એક સ્ત્રી પાસે ભોજન માગ્યુ. એ સ્ત્રી કહ્યું કે મારી છોકરીનો છોકરો બડોતા ગામનો રહેવાસી કુંવારો છે. તે તેની સાથે લગ્ન કરાવી દેશે.

સપના પોતાના ચારેય બાળકો સાથે બડોતા આવી અને વિક્કી સાથે લગ્ન કરી લીધા. વિક્કીનો નાનો ભાઈ પવન કુંવારો હતો. સપનાએ કહ્યું કે, પતિ વિક્કીનો નાના ભાઈ પવન સાથે તેના અનૈતિક સંબંધ થઈ ગયા. સપનાએ જણાવ્યું કે, તેનો એક વર્ષનો દીકરો જ્યારે પણ રડતો હતો, તો પવનને ગુસ્સો આવે છે. તે ધમકી આપીને કહેતો હતો કે કોઈ દિવસ તેને જીવથી મારીને ફેકી દઇશ. 9 સપ્ટેમ્બરની બપોરે મેં દીકરાને સાસુના રૂમમાં સૂવાડી દીધો. થોડા સમય આબાદ જઈને જોયું તો દીકરો રૂમમાં નહોતો. મને પવન પર શંકા ગઈ અને પોલીસને જાણકારી આપી. બડોતામાં ઉપસ્થિત કોલેજ પાસે ધાનના ખેતરથી છોકરાનું શબ મળ્યું.

આ કેસમાં સદર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર નવીન કુમારનું કહેવું છે કે પવને પોતાના ભત્રીજા છોટુનું ગળું દબાવીને હત્યા કરી દીધી. તેને ભત્રીજાનું રડવું પસંદ નહોતું. પવનના બાળકોની માતા (ભાભી) સાથે અનૈતિક સંબંધ હોવાની વાત પણ સામે આવી રહી છે. બાળકોના શબને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp