સેલ્ફીથી કંટાળી UPના જાણીતા ‘ચાટવાલા’ ચાચાએ લીધું આ પગલું

ઉત્તર પ્રદેશમાં ‘ચાટવાલા’ ચાચાથી જાણીતા બનેલા હરેન્દ્ર સિંહે પોતાનો લૂક બદલી નાખ્યો છે. પડોશી ચાટવાલા સાથે મારપીટ કરવાને કારણે હરેન્દ્ર સિંહ ચર્ચમાં આવ્યા હતા. તેમના વાળ આઇન્ટાઇન જેવા હતા. હરેન્દ્ર સિંહે કહ્યું કે, છોકરા- છોકરીઓ સેલ્ફી લેવા આવતા હોવાને કારણે દુકાનમાં ગ્રાહતોને હેન્ડલ કરવું મુશ્કેલ બની રહ્યું હતું. એટલે મેં મારા વાળ કપાવી નાંખ્યા છે.

બાગપતના ચાટવાળા ચાચા તરીકે જાણીતા હરેન્દ્ર સિંહે પોતાનો લુક બદલ્યો છે. હરેન્દ્ર સિંહે તેના લાંબા વાળ કપાવી નાંખ્યા છે. જ્યારે લુક બદલવાનું કારણ પૂછવામાં આવ્યું તો હરેન્દ્ર સિંહે કહ્યું કે તેમના વાળના કારણે તેઓ સેલિબ્રિટીની જેમ ફેમસ થઈ ગયા હતા અને છોકરા-છોકરીઓ તેમની સાથે સેલ્ફી લેવા આવતા હતા, જેના કારણે દુકાન ચલાવવામાં સમસ્યા થતી હતી. હરેન્દ્ર સિંહે છેલ્લાં 3 વર્ષથી પોતાના લાંબા વાળ જે સાયન્ટિસ્ટ આઇનસ્ટાઇન્ટ જેવા હતા જે કપાવી નાંખ્યા છે તો પણ એ વાત ચર્ચાનો વિષય બની ગયો છે.

ચાટવાળા ચાચાથી જાણીતા હરેન્દ્ર સિંહ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમના પડોશી ચાટના દુકાનદારને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગયા હતા. છેલ્લા 2 વર્ષથી  હરેન્દ્ર સિંહ સાથે સેલ્ફી લેવા માટે લોકો દૂર-દૂરથી આવતા હતા.

હરેન્દ્ર સિંહએ કહ્યું હતું  કે, આસામ, દિલ્હી અને ઉત્તરાખંડના ઘણા છોકરાઓ અને છોકરીઓ સેલ્ફી લેવા માટે દુકાન પર સેલ્ફી લેવા માટે આવતા  અને બાગપતના સ્થાનિક લોકો ચાટ ખાવાની સાથે સેલ્ફી પણ લેતા હતા. તેમને કહ્યું કે સેલ્ફીના કારણે દુકાનમાં ગ્રાહકોને હેન્ડલ કરવામાં સમસ્યા આવી રહી હતી.

22 ફેબ્રુઆરી, 2021 ના દિવસે, બાગપતમાં, ગ્રાહકોને બોલાવવા માટે બે ચાટ વેચનારા વચ્ચે લાઠીથી મારામારી થઇ હતી.આ લડાઈમાં 5-6 લોકો સામેલ થયા હતા અને થોડી મિનિટો સુધી બંને પક્ષોએ એકબીજાને જોરદાર માર માર્યો હતો. આ લડાઈનું મુખ્ય આકર્ષણ 'અંકલ આઈન્સ્ટાઈન' હતા, જેઓ પોતાના અનોખા વાળ માટે પ્રખ્યાત થયા હતા.

માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર બાગપતનું આ યુદ્ધ ટ્રેન્ડમાં છે. નેટીઝન્સ 2 વર્ષ જૂનો વીડિયો શેર કરીને ચાટ વચ્ચેની લડાઈને યાદ કરી રહ્યા છે. આ લડાઈમાં સામેલ લોકોને નાની-મોટી ઈજાઓ પણ થઈ હતી, પરંતુ લડાઈના દ્રશ્યો આજે પણ લોકોનું મનોરંજન કરી રહ્યા છે.પત્રકાર આસ્થા કૌશિકે બાગપત ચાટ યુદ્ધના હીરો 'આઈન્સ્ટાઈન ચાચા' વિશે માહિતી આપી છે કે તેણે પોતાના વાળ ટૂંકા કરાવ્યા છે.

આસ્થાએ લખ્યું, આજે પ્રખ્યાત બાગપત ચાટ યુદ્ધની બીજી વર્ષગાંઠ છે. મોટી અપડેટ એ છે કે પ્રખ્યાત ચાટ વાલે ચાચાએ હવે તેમના વાળ કપાવી લીધા છે. તે કહે છે કે તે દરરોજ ઘટનાને સંભળાવી સંભળાવીને કંટાળી ગયો હતો. તેઓ છોકરાઓ અને છોકરીઓને સેલ્ફી આપે કે ચાટ વેચે? એટલા માટે તેણે 15 દિવસ પહેલા વાળ કપાવી લીધા છે

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.