26th January selfie contest

હાઇવે પર અનિયંત્રિત ડમ્પરનું તાંડવ, રોડ કિનારે ઊભેલા 6 લોકોને કચડી માર્યા

PC: amarujala.com

ઉન્નાવમાં ઊભી રાખેલી કારને ટક્કર મારી દીધી. તેજ ટક્કરથી કાર રોડ કિનારા પર કચ્ચરધાણ થઇ ગયું, પાછળથી ડમ્પર પણ તેના પર ચડી ગયો. અકસ્માતમાં કાર સવાર પિતા, પુત્ર અને જમાઇનું મોત થઇ ગયું. અકસ્માતમાં કુલ 6 લોકોના મોત થઇ ગયા. બધા મૃતક ઉન્નાવ જિલ્લાના રહેવાસી હતા. ઘટનાથી ગુસ્સે ભરાયેલી ભીડે હાઇવે પર જામ કરી દીધો અને પથ્થરમારો શરૂ કરી દીધો. કાનપુર તરફ જઇ રહેલા રોડવેઝમાં પણ તોડફોડ કરી. હોમગાર્ડે રોકવાનો પ્રયાસ કર્યો તો તેની સાથે પણ મારામારી કરી.

આ દરમિયાન લગભગ દોઢ કલાક સુધી હાઇવે પર જામની સ્થિતિ બની રહી. અકસ્માત બાદ ડમ્પર ચાલક ભાગી નીકળ્યો. હાઇવે પર મોડી સાંજે લખનૌ તરફથી આવી રહેલા પુરપાટ ઝડપે જતો ખાલી ડમ્પર મોટી કારમાં ભરાઇ ગયો. આ દરમિયાન પગપાળા જઇ રહેલી રામઆસરેની પત્ની શકુંતલા (ઉંમર 45 વર્ષ), દીકરી શિવાની (ઉંમર 1 વર્ષ) અને રોડ કિનારે લઘુશંકા કરી રહેલા સુપાસી ગામના છોટેલાલ (ઉંમર 32 વર્ષ)ને કચડી દીધા.

તેમાં માતા-પુત્રીનું દર્દનાક મોત થઇ ગયું. તો કારમાં અચલગંજ ઝૌહાના રહેવાસી વિમલેશ તિવારી (ઉંમર 60 વર્ષ), તેનો પુત્ર શિવાંક ઉર્ફ વિક્કી (ઉંમર 30 વર્ષ) અને જમાઇ અજગેન પોલીસ સ્ટેશન ક્ષેત્રના નવાબગંજના દુર્ગા મંદિર રોડનો રહેવાસી પૂરન દીક્ષિત (ઉંમર 30 વર્ષ) સવાર હતા. દબાઇને તેમનું પણ મોત થઇ ગયું. ઘટનાથી ગુસ્સે ભરાયેલી ભીડે હાઇવે પર જામ કરી દીધો અને પથ્થરમારો શરૂ કરી દીધો. કાનપુર તરફ જઇ રહેલા રોડવેઝમાં પણ તોડફોડ કરી.

તેનાથી મુસાફરોમાં અફરતફર મચી ગઇ. હોમગાર્ડે રોકવાનો પ્રયાસ કર્યો તો તેની સાથે પણ મારામારી કરી CO પ્રશાંત દ્વિવેદી ફોર્સ સાથે પહોંચ્યા અને ક્રેન મંગાવીને ઉપર પડેલો ક્ષતિગ્રસ્ત ડમ્પર હટાવ્યો. સાથે જ ઇજાગ્રસ્તોને જિલ્લા હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. અહીં બધાને મૃત જાહેર કરી દીધા. ઘટનાની જાણકારી પર SP સિદ્ધાર્થશંકર મીના, SDM સદર નૂપુર ગોયલ સહિત અધિકારી પહોંચ્યા અને મામલો થાળે પાડ્યો. લગભગ દોઢ કલાક બાદ વાહનવ્યાવહાર સામાન્ય થઇ ગયો.

જિલ્લા હૉસ્પિટલના ઇમરજન્સીમાં DM  અપૂર્વા દૂબે પહોંચ્યા અને પરિવારજનોને સાંત્વના આપવા સાથે શબ પોસ્ટમોર્ટમ હાઉસમાં રખાવ્યા. મૃતકોના પરિવારજનોની રડી રડીને હાલત ખરાબ થઇ ગઇ છે. પોલીસ આ ઘટનામાં આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp