1700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલો ગંગા નદી પરનો નિર્માણાધીન પુલ પડ્યો, જુઓ વીડિયો

PC: twitter.com/amitmalviya

બિહારના ભાગલપુરમાં રવિવારે નિર્માણાધીન પુલ પડી ગયો. આ અકસ્માતનો ડરમણો વીડિયો સામે આવ્યો છે. પ્રાથમિક જાણકારી મુજબ, અકસ્માતમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ પુલ પડી જવાની ઘટનાને લઈને અફરાતફરી મચી ગઈ હતી. જો કે, મુખ્યમંત્રી નીતિશ કુમારે ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે અને જવાબદાર લોકોની ઓળખ કરવા માટે કહ્યું છે. ખગડિયા-અગુવાની-સુલ્તાનગંજ વચ્ચે બની રહેલો પુલ તૂટવાનો વીડિયો સામે આવ્યો છે.

જોત જોતમાં આખો પુલ ગંગા નદીમાં સમાઈ ગયો. હેરાનીની વાત એ છે કે 2 વર્ષ અગાઉ પણ આ પુલનો એક હિસ્સો પડી ગયો હતો. 4 વર્ષ અગાઉ મુખ્યમંત્રી નીતિશ કુમારે આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ 1717 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ નિર્માણાધીન પુલના કેટલાક હિસ્સાને એપ્રિલમાં તોફાનના કારણે પણ નુકસાન પહોંચ્યું હતું. ખગડિયા-અગુવાની-સુલ્તાનગંજ વચ્ચે ગંગા નદી પર બનેલી રહેલા મહાસેતુ વચ્ચેનો હિસ્સો પડી ગયો. પુલનો ઉપરનો ભાગ નદીમાં સમાઈ ગયો.

વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે, નિર્માણાધીન પુલનું સુપર સ્ટ્રક્ચર પડ્યું છે. જો કે, અત્યાર સુધી પુલ પડી જવાનું સપષ્ટ કારણ જાણવા મળ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે પુલનું પાયા ઉપર બનેલું સ્ટ્રક્ચર પડી ગયું. ભાગલપુરના સુલ્તાનગંજમાં બની રહેલો આ સેતુ ખગડિયા અને ભાગલપુરને એક-બીજા સાથે જોડશે. DDC ભાગલપુર કુમાર અનુરાગે કહ્યું કે, નિર્માણાધીન પુલ પડવાની ઘટના સવારે લગભગ 6:00 વાગ્યે થઈ. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

સ્થાનિક પ્રશાસ ઘટનાસ્થળ પર છે. અમે પુલનું નિર્માણ કરી રહેલી સંસ્થા પાસેથી રિપોર્ટ માગ્યો છે. JDUના ધારાસભ્ય લલિત મંડલે કહ્યું કે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે લોકો આશા રાખી રહ્યા હતા કે આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં આ પુલનું ઉદ્દઘાટન થઈ જશે, પરંતુ આ પ્રકારના અકસ્માત થઈ રહ્યા છે એ તપાસનો વિષય છે. દોષીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં સુધી તેની તપાસ થઈ જતી નથી ત્યાં સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે.

નેતા પ્રતિપક્ષ વિજય કુમારે કહ્યું કે, બિહાર સરકારના ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરેન્સનું વધુ એક નવું રૂપ સામે આવ્યું છે. વર્ષ 2014માં 600-700 કરોડના ખર્ચે બનનારો પુલ લગભગ 1600 કરોડના ખર્ચ સુધી પહોંચી ગયો છે. કમિશનખોરીના ચક્કરમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૈસા વસૂલી કરવામાં આવી રહી છે. તેની ન્યાયિક તપાસ થવી જોઈએ. બિહારની જનતા તેને ક્યારેય માફ નહીં કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp