26th January selfie contest

બજેટ 2023: મહિલાઓ-વૃદ્ધોને આપી આ ગિફ્ટ, વાંચો બજેટની 10 મહત્ત્વની વાતો

PC: business-standard.com

નાણા મંત્રી નિર્મલા સીતારમને સંસદમાં આજે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. બજેટમાં નાણા મંત્રીએ ટેક્સથી લઈને મહિલાઓ અને સીનિયર સિટીઝન માટે મોટી જાહેરાત કરી છે. આ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ હતું. આ ઉપરાંત, ખેડૂતો, યુવાઓ અને વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી. નિર્મલા સીતારમને કહ્યું કે, આ અમૃત કાળનું પહેલું બજેટ છે. નાણા મંત્રીએ કહ્યું કે, દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને ચમકતો સિતારો માન્યો છે. દેશના સામાન્ય બજેટની 10 મોટી વાતો કઈ રહી? તે જાણીએ...

ટેક્સમાં મોટી છૂટની જાહેરાત

નાણા મંત્રી નિર્મલા સીતારમને ઈન્કમ ટેક્સને લઈને મોટી જાહેરાત કરી છે. હવે સાત લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં આપવો પડશે. અત્યારસુધી આ મર્યાદા પાંચ લાખ રૂપિયા હતી. વ્યક્તિગત ઈન્કમ ટેક્સ દર 0થી 3 લાખ રૂપિયા સુધી શૂન્ય, 3થી 6 લાખ રૂપિયા સુધી 5%, 6થી 9 લાખ રૂપિયા સુધી 10%, 9થી 12 લાખ રૂપિયા 15%, 12થી 15 લાખ રૂપિયા સુધી 20% અને 15 લાખ રૂપિયાથી ઉપર 30% રહેશે.

શું સસ્તું શું મોંઘુ થશે?

નાણા મંત્રી નિર્મલા સીતારમને પોતાના બજેટ ભાષણ દરમિયાન કહ્યું કે, કસ્ટમ ડ્યૂટી, સેસ, સરચાર્જ દરમાં બદલાવ કરવામાં આવ્યો છે. રમકડાં પર લાગતા ટેક્સને ઘટાડીને 13 ટકા કરવામાં આવ્યો એટલે કે હવે રમકડાં સસ્તા થશે. આ ઉપરાંત, સાયકલ પણ સસ્તી કરવામાં આવી છે. લિથિયમ આયર્ન બેટરી પર કસ્ટમ ડ્યૂટીમાં રાહત આપવામાં આવી છે.

 • રમકડાં, સાઇકલ, ઓટોમોબાઈલ સસ્તા થશે
 • ઈલેક્ટ્રિક વાહન સસ્તા થશે
 • વિદેશથી આવતી ચાંદીની વસ્તુઓ મોંઘી થશે.
 • દેસી કિચન ચિમની મોંઘી થશે.
 • કેટલાક મોબાઈલ, કેમેરાના લેન્સ સસ્તા થશે.
 • સિગારેટ મોંઘી થશે.

મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને ગિફ્ટ

નાણા મંત્રીએ મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે. નાણા મંત્રીએ કહ્યું કે, મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ થશે. તેમા મહિલાઓને 2 લાખની બચત પર 7.5% નું વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિક ખાતાની મર્યાદા 4.5 લાખથી 9 લાખ કરવામાં આવશે.

બજેટની 7 પ્રાથમિકતાઓ

નાણા મંત્રીએ જણાવ્યું કે, બજેટની 7 પ્રાથમિકતાઓ છે. તેમણે કહ્યું કે, આ વખતે બજેટના મુખ્ય સાત લક્ષ્યો છે, જેને સપ્તર્ષિ કહેવામાં આવ્યા છે.

 1. સમાવેશી વિકાસ
 2. વંચિતોને વરીયતા
 3. પાયાના ઢાંચા અને નિવેશ
 4. ક્ષમતા વિસ્તાર
 5. હરિત વિકાસ
 6. યુવા શક્તિ
 7. નાણાકીય ક્ષેત્ર

PM આવાસ યોજનાનું બજેટ વધ્યું

PM આવાસ યોજનાનું બજેટ પહેલાની સરખામણીમાં 66 ટકા વધારવામાં આવ્યું છે. ત્યારબાદ હવે આ બજેટ વધીને 79000 કરોડ રૂપિયા કરતા વધુ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, નાણા મંત્રીએ કહ્યું કે, દેશમાં 50 નવા એરપોર્ટ બનાવવામાં આવશે.

એગ્રીકલ્ચર એક્સીલેટર ફંડ

નાણા મંત્રીએ કહ્યું કે, પશુપાલ, ડેરી અને મત્સ્ય પાલન પર ધ્યાન આપતા કૃષિ ઋણ લક્ષ્યને વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે. કૃષિ સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપને પ્રાથમિકતા આપવામાં આવશે. તેને માટે યુવા ઉદ્યમીઓ દ્વારા કૃષિ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે એગ્રીકલ્ચર એક્સીલેટર ફંડ બનાવવામાં આવશે.

ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના

નાણા મંત્રીએ કહ્યું કે, બાળકો અને યુવાનો માટે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી સ્થાપિત કરવામાં આવશે. 2014થી બનેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે કોલોકેશનમાં 157 નવી નર્સિંગ કોલેજ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત, આવનારા 3 વર્ષોમાં સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને સમર્થન આપનારા 740 એકલવ્ય મોડલ સ્કૂલો માટે 38800 શિક્ષકો અને સહાયક કર્મચારીઓને નિયુક્ત કરશે.

પીએમ પ્રણામ યોજના

નાણા મંત્રીએ કહ્યું કે, પીએમ પ્રણામ યોજનાની શરૂઆત થશે. આ યોજના વૈકલ્પિક ઉર્વરકોને પ્રોત્સાહન આપવા માટે થશે. આ ઉપરાંત, ગોવર્ધન સ્કીમ અંતર્ગત 500 નવા સંયંત્રોની સ્થાપના કરવામાં આવશે. આવનારા 3 વર્ષોમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે મદદ કરવામાં આવશે. 10000 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર ખોલવામાં આવશે.

પર્યટન માટે મોટી જાહેરાત

બજેટ ભાષણમાં નાણા મંત્રીએ જાહેરાત કરી કે, 50 પર્યટન સ્થળોની ઓળખ કરવામાં આવશે. ઘરેલૂં અને આંતરરાષ્ટ્રીય પર્યટનને સંપૂર્ણ પેકેજના રૂપમાં વિકસિત કરવામાં આવશે. રાજ્યોની રાજધાનીમાં Unity Mall ખોલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તે અંતર્ગત વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ અને હેન્ડીક્રાફ્ટ આઈટમને પ્રોત્સાહન મળશે

અન્ય મોટી જાહેરાતો

આવનારા નાણાકીય વર્ષમાં રેલવે માટે 2.40 લાખ કરોડ રૂપિયાના પ્રાવધાન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આવનારા એક વર્ષ સુધી મફત અનાજ યોજના માટે 2 લાખ કરોડ રૂપિયા સરકાર ખર્ચ કરશે. પૂંજી નિવેશ પરિવ્યય 33% વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે. તે GDPના 3.3% હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp