પતિ બેવફા-સાસરે અત્યાચાર.., બેન્ડ વાજા સાથે દીકરીને પાછી લાવ્યા, પિતા હોય તો આવા

PC: Daughter return Home

'પિયરથી વિદાય થયા પછી, સાસરેથી જ અર્થી (નનામી) નીકળે', સમાજમાં ફેલાયેલી આ એક પ્રચલિત માન્યતા છે અને ઘણી વખત છોકરીઓ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખવામાં આવે છે. સાસરેથી નકારી કાઢવામાં આવેલી દીકરીઓ મા-બાપના ઘર પર બોજ બની જાય છે. ભલે સંજોગો ગમે તે હોય, દીકરીઓને તેમના માતા-પિતા તરફથી એક જ સલાહ મળે છે કે, તેઓ તેમના સાસરિયાં અને પતિને સમય આપે અને ત્યાં હળી-મળી જવાનો પ્રયાસ કરે. દીકરીઓ પર પરિવારનું સન્માન જાળવવાનો આ બોજ ઘણીવાર તેમના મૃત્યુનું કારણ બની જાય છે. જો તે તેના સાસરિયાના ઘરે શોષણ અને ત્રાસ સહન કરી શકતી નથી, તો તે આત્મહત્યા કરે છે અથવા તેમના સાસરિયાના ઘરે મારી નાખવામાં આવે છે.

પરંતુ પરિવર્તન એ કુદરતનો નિયમ છે, જ્યારે જરૂર પડે ત્યારે સમાજે બનાવેલી રૂઢિચુસ્ત વિચારસરણી અને રિવાજો બદલવામાં આવે છે. રાંચીના કૈલાશ નગર કુમ્હાર ટોલીના રહેવાસી પ્રેમ ગુપ્તાએ સમાજ દ્વારા આપવામાં આવેલ દીકરીઓ પરનો આ બોજ ખતમ કર્યો છે. તેઓ સાસરિયાંના ઘરે અત્યાચાર ગુજારતી દીકરીને બેન્ડ વાજા અને ફટાકડા સાથે તેના પિયરના ઘરે પરત લાવ્યા છે.

રાંચીમાં નીકળેલી એક જાનની ખૂબ જ ચર્ચા છે. આ જાન દીકરીના સાસરે વિદાય આપવા માટે નહીં, પરંતુ દીકરીને તેના સાસરિયાઓના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે નીકળી હતી. પિતાએ તેની પરિણીત પુત્રીને પરત લાવવા માટે બેન્ડ વાજા અને ફટાકડા સાથે જાનૈયાઓ સાથે જાન નીકાળી હતી, જે તેના સાસરિયાઓ દ્વારા શોષણ અને હેરાન કરવામાં આવી રહી હતી.

તેણે સોમવારે પોતાના ફેસબુક એકાઉન્ટ પર 15 ઓક્ટોબરે નીકળેલી આ લગ્નની જાનનો વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, 'લોકો પોતાની દીકરીઓના લગ્ન ખૂબ લાગણી સાથે અને ધામધૂમથી કરે છે, પરંતુ જો જીવનસાથી અને સાસરાનું પરિવાર ખરાબ નીકળે અથવા તો ખોટું કામ કરે તો. તમારે તમારી દીકરીને માન અને સન્માન સાથે તમારા ઘરે પાછી લાવવી જોઈએ, કારણ કે દીકરીઓ ખૂબ જ કિંમતી હોય છે.'

આ હિંમતવાન પિતાનું નામ પ્રેમ ગુપ્તા છે, જેઓ રાંચીના કૈલાશ નગર કુમ્હારટોલીના રહેવાસી છે. તે કહે છે કે 28 એપ્રિલ, 2022ના રોજ, ખૂબ જ ધામધૂમથી, તેણે તેની પુત્રી સાક્ષી ગુપ્તાના લગ્ન સચિન કુમાર નામના યુવક સાથે કર્યા. તે ઝારખંડ વિદ્યુત વિતરણ નિગમમાં સહાયક એન્જિનિયર તરીકે કામ કરે છે અને રાંચીના સર્વેશ્વરી નગરનો રહેવાસી છે. તેઓનો આરોપ છે કે, થોડા દિવસો પછી દીકરીને સાસરિયાંમાં હેરાન કરવાનું શરૂ થઈ ગયું. અવાર-નવાર તેનો પતિ તેને ઘરમાંથી કાઢી મૂકતો. લગભગ એક વર્ષ પછી સાક્ષીને ખબર પડી કે, જે વ્યક્તિ સાથે તેના લગ્ન થયા હતા તે વ્યક્તિ આ પહેલા બે વાર લગ્ન કરી ચુક્યો છે. તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

સાક્ષી કહે છે કે, બધું જાણ્યા પછી પણ મેં હિંમત ન હારી અને કોઈક રીતે સંબંધ બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ, જ્યારે તેને લાગ્યું કે શોષણ અને ઉત્પીડનના કારણે તેની સાથે રહેવું મુશ્કેલ છે, ત્યારે તેણે સંબંધની જેલમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું. પિતા-માતાની સાથે સાથે તેના પરિવારે પણ સાક્ષીના નિર્ણયને માન્ય રાખ્યો અને તેના સાસરિયાના ઘરેથી કાયદેસર બેન્ડ વાજા અને ફટાકડા લઈને જાનૈયાઓ સાથે જાન કાઢી અને તેને તેના પિયરના ઘરે પરત લાવ્યા. પ્રેમ ગુપ્તાનું કહેવું છે કે, તેમની પુત્રી શોષણથી મુક્ત હોવાની ખુશીમાં તેમણે આ પગલું ભર્યું હતું. સાક્ષીએ છૂટાછેડા માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. છોકરાએ ભરણપોષણ ભથ્થું ચૂકવવાનું કહ્યું છે. ટૂંક સમયમાં છૂટાછેડાને કાયદાકીય રીતે મંજૂર કરવામાં આવે તેવી અપેક્ષા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp