કલ્પના ન થઇ શકે એવી છેતરપિંડી! પક્ષીને બચાવવામાં યુવતીના ખાતામાંથી 1 લાખ ઉડી ગયા

મુંબઈમાં 30 વર્ષની એક મહિલા સાયબર ફ્રોડનો શિકાર બની છે. તેણે એક રસ્તા પર ઘાયલ પક્ષીની મદદ માટે એનિમલ રેસ્ક્યુ ટીમ નામની વેબસાઈટ પર ક્લિક કર્યું અને થોડા સમય પછી તેના ખાતામાંથી 1 લાખ રૂપિયા કપાઈ ગયા.
જો તમે કોઈને મદદ કરવા માટે કોઈ કામ કરો છો અને તે જ કામ તમારા માટે મોટી સમસ્યા બની જાય તો તમે શું કરો? આવું જ કંઈક મુંબઈની 30 વર્ષીય મહિલા સાથે થયું, જેણે રસ્તા પર ઘાયલ પડેલા પક્ષીને બચાવવાના પ્રયાસમાં તેના બેન્ક ખાતામાંથી લગભગ 1 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. અહીં પક્ષીની સારવાર દરમિયાન આવું થયું ન થયું હતું, પરંતુ પીડિતા સાયબર ફ્રોડનો શિકાર બની. સાયબર ફ્રોડનો આ કિસ્સો ધ્વની મહેતા નામની 30 વર્ષની મહિલા સાથે બન્યો હતો.
આ ઘટના 17 મેની છે. ધ્વની એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ સ્ટુડિયોમાં કર્મચારી છે. સવારે તે પોતાના કામ પર જઈ રહી હતી ત્યારે તેણે રસ્તામાં એક પક્ષી ઘાયલ જોયું. તે તેની મદદ કરવા માંગતી હતી અને તેણે Google પર Animal Rescue Organization સર્ચ કર્યું. તેણે animalrescueteam.com નામની વેબસાઈટ શોધી કાઢી. અહીંથી તેને એક નંબર મળ્યો અને તેના પર તેણે કોલ કર્યો. ધ્વનિને સામેથી કહેવામાં આવ્યું કે મદદ તેમના સુધી જલ્દી પહોંચી જશે. પરંતુ તે પહેલા તેઓએ એક ફોર્મ ભરવાનું રહેશે.
તેમને કહેવામાં આવ્યું કે, ફોર્મ ભર્યા બાદ રજીસ્ટ્રેશન માટે 1 રૂપિયાની ચુકવણી કરવી પડશે. ધ્વનિએ એવું જ કર્યું. તેને ફરીથી કહેવામાં આવ્યું કે, બસની ટીમ તમારા સુધી પહોંચતી જ હશે. જોકે, આવું કંઈ થયું નહિ. આખો દિવસ ત્યાં કોઈ આવ્યું નહિ. ધ્વનિ સાંજે કામ કરીને ઘરે જવા નીકળી ત્યારે તેને તેના ફોન પર મેસેજ આવ્યો કે, તેના ખાતામાંથી રૂ. 99,988 કપાઈ ગયા છે. ધ્વનિ સાથે જે કઈ પણ થયું, તેના પર તેને વિશ્વાસ થયો નહીં.
ધ્વનિએ આ મામલે એક FIR નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે અજાણતાં જ તેનો UPI પિન ઠગને આપી દીધો હતો. ફોર્મ ભરતી વખતે જ તેણે આ ભૂલ કરી હતી. આ મામલામાં IPCની કલમ 419, 420 અને 465 હેઠળ અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે IT એક્ટની જોગવાઈઓ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp