નિર્મલા સીતારમણ AIIMSથી થયા ડિસ્ચાર્જ,તબિયતમાં આવ્યો સુધાર,4 દિવસ સુધી હતા એડમિટ

PC: timesnownews.com

ગત દિવસોમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની તબિયત ખરાબ થઇ ગઇ હતી. તેમને દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)માં એડમિટ કરાવવામાં આવ્યા હતા. આજે એટલે કે ગુરુવારે નિર્મલા સીતારમણને AIIMSમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. નિર્મલા સીતારમણ કુલ 4 દિવસ સુધી AIIMSમાં દાખલ રહ્યા હતા. નિર્મલા સીતારમણના અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી મુજબ, આજે નિર્મલા સીતારમણને હૉસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

ગયા સોમવારે બપોરે 12 વાગ્યાની આસપાસ નિર્મલા સીતારમણને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વાયરલ ફીવર અને પેટમાં દુઃખાવો થવાની ફરિયાદ હતી. 63 વર્ષીય કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ AIIMSના એક પ્રાઇવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. કુલ 4 દિવસ સુધી તેમની સારવાર ચાલી. આજે તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. નિર્મલા સીતારમણની સારવાર AIIMSના મેડિસિન ડિપાર્ટમેન્ટના ડૉક્ટર્સે કરી. તેમને સોમવારે લગભગ બપોરે 12 વાગ્યે અહીં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમના સ્વાસ્થ્યમાં સતત સુધાર આવી રહ્યો હતો. આજે તેમને AIIMSથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ કરવાના છે. આ બજેટને લઇને ઘણા દિવસોથી ચર્ચા થઇ રહી છે. વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીના કારણે તે છેલ્લું ફૂલ બજેટ હશે જે નિર્મલા સીતારમણ રજૂ કરશે. 63 વર્ષીય નાણા મંત્રી AIIMSમાં એડમિટ થવા અગાઉ ચેન્નાઇની મુલાકાતે હતા. તેમણે ચેન્નાઇમાં MGR મેડિકલ યુનિવર્સિટીના એક ખાસ સમારોહમાં ભાગ લીધો હતો. ત્યારબાદ રવિવારે નિર્મલા સીતારમણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતીના અવસર પર દિલ્હી પાછા આવતા રહ્યા હતા.

નિર્મલા સીતારમણે સમાધિ સ્થળ પર પહોંચીને આટલી બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. નાણા મંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કરવા દરમિયાન 1 ફેબ્રુઆરી 2020ના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ એટલું લાંબુ હતું કે, તેઓ તેમની તબિયત બગાડવાના કારણે આખું બજેટ વાંચી શક્યા નહોતા. સંસદમાં પોણા ત્રણ કલાક (160 મિનિટ) સતત ભાષણ આપ્યા બાદ તેમનું સ્વાસ્થ્ય અચાનક ખરાબ થઇ ગયું હતું, જેના કારણે તેઓ પોતાનું આખું બજેટ પણ વાંચી શક્યા નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp