કંઝાવાલા ઘટના અંગે ગૃહ મંત્રી અમિત શાહનો નિર્દેશ, તાત્કાલિક રિપોર્ટ સોંપે પોલીસ

દિલ્હીના કંઝાવાલામાં છોકરીના મોતે આખા દેશની અંદરથી હચમચાવી મૂક્યો છે. જે પ્રકારે એક ગાડીએ છોકરીને ઘણા કિલોમીટર સુધી રોડ પર ઘસડી લઇ ગઇ, દરેક સ્તબ્ધ રહી ગયું છે. હવે આ અંગે ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી પોલીસને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, તે આ કેસની એક વિસ્તૃત રિપોર્ટ તેમને તાત્કાલિક સોંપે. તેમની તરફથી વરિષ્ઠ અધિકારી શાલિની સિંહને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, જલદી રિપોર્ટ તૈયાર કરીને ઉચિત કાર્યવાહી કરે. દિલ્હીના કંઝાવાલામાં રવિવારે સવારે એક છોકરીનું નગ્ન અવસ્થામાં શબ મળી આવ્યું હતું.

બોડીના ઘણા હિસ્સા ક્ષત-વિક્ષત થઇ ગયા હતા. પોલીસે દાવો કર્યો છે કે, કાર સવાર યુવકોએ એક છોકરીને ટક્કર મારી, પછી રોડ પર 10-12 કિલોમીટર સુધી ધસડી, જેથી તેનું મોત થઇ ગયું. દિલ્હી પોલીસે શબ મળ્યા બાદ તપાસ કરી તો ઘટનાસ્થળથી થોડે દૂર પર પોલીસને એક સ્કૂટી પડેલી મળી, જે દુર્ઘટનાગ્રસ્ત હતી. સ્કૂટીના નંબરના આધાર પર યુવતી બાબતે જાણકારી મેળવવામાં આવી. હવે આ મામલે પોલીસે બધા આરોપીઓની ધરપકડ કરી લીધી છે, પરંતુ ઘણા બિંદુઓ પર અત્યારે પણ તપાસ ચાલી રહી છે.

કેસની સંવેદનશીલતા જોતા ગૃહ મંત્રી અમિત શાહ પોતે આ કેસને લઇને સક્રિય થઇ ગયા છે. તેમણે પોલીસ પાસે એક વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. મોટી વાત એ છે કે અમિત શાહે ટૂંકમાં કહ્યું કે, પોલીસ તાત્કાલિક આ ઘટનાની આખી જાણકારી આપે. આમ કેસમાં પોલીસે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને એક નિવેદન જાહેર કર્યું છે. એ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાંચ આરોપી પકડાયા છે. તેમાં દીપક ખન્ના કારને ડ્રાઇવ કરી રહ્યો હતો. તે ગ્રામીણ સેવામાં કાર્યરત છે. એ સિવાય કારમાં અમિત ખન્ના, કૃષ્ણ, મનોજ અને મિથુન બેઠા હતા.

CCTV ફૂટેજ અને ડિજિટલ પુરાવાની ટાઇમલાઇન બનાવીશું. તેના આધાર પર જાણકારી મળવશે કે આરોપી ક્યાંથી આવ્યા હતા અને ક્યાં જઇ રહ્યા હતા. ધસડવા બાબતે પોલીસે જણાવ્યું કે, બોડી કારમાં ફસાઇ ગઇ હતી. 10-12 કિલોમીટર સુધી ધસડી. ક્યાંક ટર્નિંગ દરમિયાન બોડી રસ્તા પર પડી. કાલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી જશે. એ પણ શેર કરીશું. હવે આ કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે. આ મામલે રાજકારણ પણ ગરમાયુ છે. આમ આદમી પાર્ટી તરફથી LG નિવાસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. રાજધાનીને ક્રાઇમ સીટી જાહેર કરી દેવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.