ભાગવતથી સંમત નથી કેન્દ્રીયમંત્રી, બોલ્યા- દરેક ભારતીયોને હિંદુ કહેવા યોગ્ય નથી

On

ભારતીય જનતા પાર્ટીની સહયોગી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ તથા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ RSS પ્રમુખ મોહન ભાગવતના એ નિવેદનથી અસંમતિ વ્યક્ત કરી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, સંઘ ભારતની 130 કરોડની વસતીને ધર્મ અને સંસ્કૃતિ કોઈપણ હોય, તેને હિંદુ સમાજ માને છે.

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ સમાચાર એજન્સીને કહ્યું કે, એ કહેવું યોગ્ય નથી કે દરેક ભારતીયો હિંદુ છે. એક સમય હતો, જ્યારે આપણા દેશમાં દરેક બૌદ્ધ ધર્મનું પાલન કરતા હતા. જો મોહન ભાગવતનો અર્થ છે કે દરેક ભારતીય છે, તો કંઇ વાંધો નથી. આપણા દેશમાં બૌદ્ધ, શીખ, હિંદુ, પારસી, ઈસાઈ, જૈન અને લિંગાયત પંથો તથા અન્ય સમુદાયોના લોકો પણ રહે છે.

મોહન ભાગવતે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, ભારતમાં લોકોની સંસ્કૃતિ અને ધર્મ કોઇપણ હોય તેઓ હિંદુ છે. જે રાષ્ટ્રીયવાદી છે જે ભારતીય સંસ્કૃતિનું સન્માન કરે છે, તે સૌ હિંદુ છે. દરેક સમાજ આપણા છે અને સંઘ સૌને એક કરવા માંગે છે.

મોહન ભાગવતે ટાગોરનો નિબંધ ‘સ્વદેશી સભા’નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ભારતીય સમાજનો સ્વભાવ એકતા તરફ વધવાનો છે. સંઘના પ્રમુખે આગળ કહ્યું હતું કે, ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ હિંદુ છે. તેઓ અલગ-અલગ ધર્મનું પાલન કરી રહ્યા છે. પરંતુ દરેક ભારતીય છે અને ભારત માતાના સંતાન છે.

રામદાસ અઠાવલેએ સેના પ્રમુખ બિપિન રાવતે કરેલા નિવેદનને યોગ્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સેના ચીફનું નિવેદન યોગ્ય છે અને આપણા નેતાઓએ જનતાને હિંસાના માર્ગ પર નહિ લઈ જવું જોઈએ. હું દરેક પ્રદર્શનકારીને આગ્રહ કરું છું કે તેમની માગો સરકાર સમક્ષ શાંતિપૂર્ણ રીતે રજૂ કરો. નાગરિકતા કાયદો મુસ્લિમ વિરોધી નથી.

Related Posts

Top News

યોગી આદિત્યનાથ હિન્દુત્વના ભાવિના આશાસ્પદ ચહેરા તરીકે ઉભરી રહ્યા છે

(Utkarsh Patel) યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એક એવા નેતા છે જેમના નિવેદનો અને કાર્યોએ હિન્દુત્વના મુદ્દાઓને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાના...
National  Opinion 
યોગી આદિત્યનાથ હિન્દુત્વના ભાવિના આશાસ્પદ ચહેરા તરીકે ઉભરી રહ્યા છે

સુરત એરપોર્ટ માત્ર અમીરો માટે જ છે? રીક્ષાને એન્ટ્રી મળતી નથી

મોદી સરકારે દેશનું ત્રીજું ઉડાન યાત્રી કાફે અમદાવાદ એરપોર્ટ પર શરૂ કર્યુ. આ પહેલા કોલકાત્તા અને ચેન્નાઇ એરપોર્ટ પર સરકારનું...
Gujarat 
સુરત એરપોર્ટ માત્ર અમીરો માટે જ છે? રીક્ષાને એન્ટ્રી મળતી નથી

ગોવિંદાએ કર્યો દાવો, કેમેરોને 18 કરોડમાં 'અવતાર' ફિલ્મ ઓફર કરી હતી, ટાઇટલ પણ મેં જ આપેલું

બોલિવૂડના હીરો નંબર 1 ગોવિંદા તેની પત્ની સુનિતા સાથે છૂટાછેડાની અફવાઓને કારણે હેડલાઇન્સમાં છે. પરંતુ હવે તે પોતાના એક નિવેદનને...
Entertainment 
ગોવિંદાએ કર્યો દાવો, કેમેરોને 18 કરોડમાં 'અવતાર' ફિલ્મ ઓફર કરી હતી, ટાઇટલ પણ મેં જ આપેલું

'કોઈએ અમને બોલાવ્યા જ નથી' PCBનો ICC પર આરોપ, શોએબે બોર્ડના અધિકારીઓને ખખડાવ્યા

ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. ત્યાર પછી ટ્રોફી સાથે ઉજવણીની ઘણી તસવીરો બહાર આવી રહી છે અને...
Sports 
'કોઈએ અમને બોલાવ્યા જ નથી' PCBનો ICC પર આરોપ, શોએબે બોર્ડના અધિકારીઓને ખખડાવ્યા

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati