Video: સંસદમાં BJP મંત્રી મિનાક્ષી લેખી બોલ્યા- ચૂપ રહો, નહીંતર EDના છાપા પડશે

PC: jansatta.com

ગુરુવારના રોજ સંસદમાં દિલ્હી સેવા બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું. આ બિલ પર ચર્ચા દરમિયાન હોમ મિનિસ્ટર અમિત શાહે વિપક્ષને આડે હાથે લીધા હતા, એવામાં વિપક્ષી પાર્ટીઓએ સંસદમાંથી વોકઆઉટ કરી દીધું હતું.

આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીનું એક નિવેદન ચર્ચામાં રહ્યું. દિલ્હી સેવા બિલને લઇ જ્યારે ચર્ચા થઇ રહી હતી તો મંત્રી મીનાક્ષી લેખીના બિલના પક્ષમાં બોલતાની સાથે જ હંગામો થઇ ગયો. જેના પર કેન્દ્રીય મંત્રી લેખીએ વિપક્ષને ચેતવણી આપી કે તેઓ ચૂપ રહે, નહીંતર ED તમારા ઘરો સુધી પહોંચી શકે છે.

મીનાક્ષી લેખીએ એક વિપક્ષના સભ્યને જવાબ આપતા કહ્યું કે, એક મિનિટ, એક મિનિટ. શાંત રહો. તમારા ત્યાં ED ન આવી જાય. તમે કંઇક વધારે જ અવાજ કરી રહ્યા છો.

લેખીના આ નિવેદનથી વિપક્ષ નાખુશ થયા. NCPના પ્રવક્તા ક્લાઇડ ક્રેસ્ટોએ કહ્યું કે, લોકસભામાં લેખીની ભડકાઉ ધમકીએ વિપક્ષના આરોપોને સાબિત કરી દીધા કે સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ કરી રહી છે.

TMCના પ્રવક્તા સાકેત ગોખલેએ સંસદમાં લેખીની ઈડીની ટિપ્પણીને ચોંકાવનારું નિવેદન ગણાવ્યું. ગોખલેએ કહ્યું કે, મંત્રી હવે વિપક્ષના નેતાઓ સામે ઈડીનો ઉપયોગ કરવાની ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે.

આપ સાંસદ રાઘવ ચડ્ઢાએ મીનાક્ષી લેખીનો વીડિયો શેર કરી કહ્યું કે, ભાજપાના કેન્દ્રીય મંત્રીએ સંસદમાં વિપક્ષના સાંસદોને ખુલ્લેઆમ EDની છાપેમારીની ધમકી આપી દીધી. સત્તાનો આ દુરુપયોગ ચિંતાજનક છે. તેમની ધમકીવાળુ આ નિવેદન એ વાતના સ્પષ્ટ સંકેત છે કે કેન્દ્ર વિપક્ષના અવાજને દબાવવા માટે EDનો ઉપયોગ કરે છે.

જણાવીએ કે, 2 ઓગસ્ટના રોજ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પોતાની સ્પીકરની ખુરશી પર બેસવાની ના પાડી હતી. તેઓ લોકસભામાં વિપક્ષના હંગામાથી નાખુશ હતા. માટે તેમણે સંસદમાં આવવાની ના પાડી દીધી. પણ જ્યારે ગુરુવારે દરેક પાર્ટીના સાંસદોએ આગ્રહ કર્યો તો તેઓ ખુરશી પર બેઠા. ગુરુવારના રોજ એક આપ સાંસદને સંસદની ગરીમાને ઠેસ પહોંચાડવાના આરોપમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp