મણિપુરમાં કેન્દ્રીય મંત્રીનું ઘર સળગાવી દેવાયુ, CMએ આ દેશના લોકો પર આરોપ લગાવ્યો

PC: thelallantop.com

મણિપુરમાં હિંસાની આગ અટકવાનું નામ જ નથી લેતી. 15 જૂને રાત્રે કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી આર. કે. રંજનનું ઘર સળગાવી દેવાયું છે. મંત્રી મણિપુરની રાજધાની ઇમ્ફાલના કોંગબા બજાર વિસ્તારમાં રહે છે. રાજ્ય સરકારે 16 જૂને સવારે આ ઘટનાની માહીતી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય મંત્રીનું ઘર સળગાવી નાંખ્યું તે સમયે તેઓ ઘર પર હાજર નહોતા.

કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી આર કે રંજન સિંહે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, હુ સત્તાવાર કામ માટે અત્યારે કેરળમાં છું. સદનસીબે મારા ઇમ્ફાલ વાળા ઘરમાં કોઇને નુકશાન થયું નથી.તોફાનીઓ પેટ્રોલ બોંબ લઇને આવ્યા હતા. મારા ઘરના ગ્રાઉન્ડ અને પહેલા માળ પર ભારે નુકશાન થયું છે. પોતાના ગૃહ રાજ્યમાં આવું બધું જોવું દુખી કરનારી વાત છે. મંત્રીએ કહ્યું કે, હું લોકોને પ્રાથર્ના કરું છું કે તેઓ શાંતિ જાળવવાની કોશિશ કરે. દે લોકો આવા પ્રકારની હિંસામાં સામેલ છે, તે નિશ્ચિતરૂપે અમાનવીય છે.

 આ વચ્ચે મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે કહ્યું કે મણિપુરમાં હાલ જે તનાવ ઉભો થયો છે તેનું કારણ ગેરકાયકે ઘુસણખોરો છે. તેમણે કહ્યું કે આ બે સમુદાયો વચ્ચેની લડાઇ નથી. CM એન બિરેન સિંહે કહ્યું હતું કે, મણિપુરમાં બહારથી લોકો આવેલા છે. આ લોકો મ્યાનમારથી આવેલા છે. અમે તેમને ભગાવવાનું કામ કરી રહ્યા છીએ. ઘૂષણખોરોને ભારતીય નાગરિકતા નથી આપવાની.

આ પહેલા 15 જૂને જ ઇમ્ફાલમાં તોફાનીઓ અને સુરક્ષા કર્મીઓ વચ્ચે હિંસતક અથડામણ થઇ હતી.ઇમ્ફાલના પૂર્વમાં ન્યૂ ચેકોનમાં તોફાનીઓના ટોળાએ બે મકાનો સળગાવી દીધા. જ્યારે સુરક્ષાકર્મીઓ ત્યાં પહોંચ્યા તો ટોળાએ તેમના પર હુમલો કર્યો. આ ભીડમાં મોટાભાગની મહિલાઓ સામેલ હતી. આ અથડામણમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમાં બે મહિલાઓ અને એક સુરક્ષાકર્મી ગંભીર રીતે ઘાયલ થયા છે. મુખ્યમંત્રીએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. આ પહેલાં 14 જૂને મણિપુરના ઉદ્યોગ મંત્રી નેમચા કિપજોનનું ઘર પણ સળગાવી દેવામાં આવ્યું હતું.

મણિપુરમાં લગભગ 40 દિવસોથી લગાતાર હિંસક ઘટનાઓ બની રહી છે. અહીં અનુસૂચિત જાનજાતિના દરજ્જાને લઇને બે સમુદાયો એકબીજા સામે લડી રહ્યા છે. કુકી આદિવાસી અને મૈતેઇ સમુદાય વચ્ચેની આ લડાઇ ખતમ થવાનું નામ જ નથી લેતી. 13 જૂને ખમેનલોક ગામમાં હિંસા ભડકી હતી, જેમાં 9 લોકોના મોત થયા હતા અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

કુકી  આદિવાસી અને મૈતેઇ સમુદાય એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે, મૈતેઇ સમુદાયએ કહ્યું કે, તેમના પેટ્રોલિંગ ગાર્ડસ જ્યારે સેન્ટ્રલ હોલમાં આરામ કરી રહ્યા હતા ત્યારે કુકી આદિવાસીઓએ તેમની પર હુમલો કર્યો હતો. તો કુકી આદિવાસીઓનો આક્ષેપ છે કે મૈતેઇ લોકો પહેલા અમારા ગામમાં ઘુસ્યા હતા, અમારા ઘરોને આગ ચાંપી અને પછી ચર્ચમાં જઇને દારૂ પાર્ટી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp