Video: ઇન્સ્પેક્ટરની બદલી પર એવી ઉજવણી કરી કે જોતું રહી ગયું આખું શહેર

PC: thelallantop.com

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરા સિટી પોલીસ સ્ટેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ડરો નહીં, એવો તેવો નહીં, એક સેલિબ્રેશનનો વીડિયો છે. બ્યાવરા સિટી પોલીસ સ્ટેશનના ટાઉન ઇન્સ્પેક્ટર (TI)ની બદલી પર લોકો ડાન્સ કરી રહ્યા છે. ટાઉન ઇન્સ્પેક્ટરને વરરાજાની જેમ ઘોડા પર બેસાડી રહ્યા છે કેમ કે તેમણે પોતાના કામ સાથે સાથે લોકોની મદદ પણ કરી. ટાઉન ઇન્સ્પેક્ટરનું નામ રાજપાલ સિંહ રાઠૌર છે. રાજપાલની તસવીર અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ છે. જેમાં જોઈ શકાય છે કે ટાઉન ઇન્સ્પેક્ટર ઘોડા પર બેઠા છે, લોકોએ તેમને ફૂલમાળા પહેરાવી છે.

તેમની આગળ આગળ લોકો નાચી રહ્યા છે. ખૂબ દૂર સુધી આ ડાન્સ ચાલે છે, આતિશબાજી પણ થાય છે. વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર બ્રજેશ રાજપૂતે શેર કર્યો. બ્રજેશ વ્યવસાયે પત્રકાર છે. વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે, “આ કોઈ જાન નથી, રાજગઢ જિલ્લાના બ્યાવરા સિટી પોલીસ સ્ટેશનના TI રાજપાલ સિંહ રાઠોરની વિદાઇ છે.

જેમાં પોલીસકર્મીઓએ તેમને વરરાજાની જેમ ઘોડા પર બેસાડીને બ્યાવરા શહેરમાં જુલૂસ કાઢ્યું અને DJ પર જોરદાર નાચ્યા. ન માત્ર પુરુષ, પરંતુ મહિલા પોલીસકર્મી પણ નચવામાં પાછળ ન રહી.” વાયરલ વીડિયોને જોઈ લોકોએ તેના પર પ્રતિક્રિયાઓ પણ આપી. સત્યમ શુક્લા નામના યુઝરે લખ્યું કે, ‘સમજમાં આવતું નથી, આ તેમની વિદાઈથી એટલા ખુશ થઈને નાચી રહ્યા છે કે હકીકતમાં એટલું સન્માન આપી રહ્યા છે.’

આમીર મલિક નામના યુઝરે લખ્યું કે, વિદાઈમાં ખુશી, આખું પોલીસ સ્ટેશન પરેશાન હતું કે શું? પછી તેમણે હસતી ઇમોજી શેર કરી છે. રહમત નામના યુઝરે લખ્યું કે, ‘DJના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ છે. નથી કે? રહીમ ખાન નામના યુઝરે લખ્યું કે, આવા પણ લોકો છે પોલીસ વિભાગમાં, સારું લાગે છે આ બધુ જોઈને. સુનિલ શર્મા નામના યુઝરે લખ્યું કે, પોલીસ વિભાગ ખૂબ ઓછું એમ કરે છે. વિદાઇ સમારોહ જોઈને સારું લાગ્યું.

એક અખબારના રિપોર્ટ મુજબ, ટાઉન ઇન્સ્પેક્ટર રાજપાલ સિંહ રાઠોર ધાર જિલ્લાના બરખેડા ગામના રહેવાસી છે. તેમનો આખો અભ્યાસ ઉજ્જૈનથી થયો છે. 10 જાન્યુઆરી 2010માં તેમની જોઇનિંગ અલીરાજપુરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરના પદ પર થઈ. થોડા સમય બાદ તેમની બદલી, નીમચ, મંડલા અને રાજગઢમાં થઇ. ત્યારબાદ 20 નવેમ્બર 2020ના રોજ તેઓ બ્યાવરા સિટી પોલીસ સ્ટેશનના પ્રભારી બન્યા. આ કાર્યકાળમાં તેમણે પોલીસની નોકરી સાથે ઘણા લોકોની મદદ કરી. એટલે તેમના ટ્રાન્સફર પર લોકોએ સેલિબ્રેશન મનાવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp