હરિયાણાનો છોકરો જર્મનીને છોકરી પર સ્ટેશન પર મળ્યો, 2 વર્ષ પછી લવ મેરેજ

PC: aajtak.in

હરિયાણાના એક યુવકના લગ્ન આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. હકીકતમાં, સોનીપત જિલ્લાના મુંડલાણા ગામના એક યુવકે જર્મન યુવતી સાથે લગ્ન કર્યા છે. છોકરો અને છોકરી જર્મનીમાં એકબીજાને મળ્યા. આ પછી યુવતી જર્મનીથી હરિયાણા આવી. છોકરાની જીવનશૈલી અને અહીંની હરિયાણવી સંસ્કૃતિ જોઈને તે છોકરાના પ્રેમમાં પડી ગઈ. જે બાદ બંનેએ એક થવાનું નક્કી કર્યું. વિદેશી વહુને હવે સાસરે અને અહીંનું કલ્ચર ખૂબ જ ગમે છે.

મુંડલાણાના સુમિત નામના યુવકે જણાવ્યું કે, તે વર્ષ 2020માં અભ્યાસ માટે જર્મની ગયો હતો. એક વર્ષ પછી 2021માં, તે સ્ટેશન પર જર્મનીની પિયામલિનાને મળ્યો. બંને વચ્ચે ટૂંકી વાતચીત થઈ. પિયામલીનાએ કહ્યું કે, તેને ભારત ખૂબ ગમે છે.

આ પછી તેઓએ એકબીજા સાથે સંપર્ક નંબર શેર કર્યા. પિયામલિનાએ રશિયામાં અભ્યાસ કરતી હતી. સુમિત જર્મનીમાં હતો. જેના કારણે બંને વચ્ચે વોટ્સએપ પર વાત થવા લાગી.

જ્યારે પિયામલિના અભ્યાસ પૂરો કરીને પાછી આવી ત્યારે બંને મળવા લાગ્યા. તેઓ લગભગ 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા. પિયામલીનાને ભારતીય સંસ્કૃતિ અને અહીંનું ખાવાનું પસંદ હતું.

આ પછી પિયામલીનાએ ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સુમિત તેને તેના ઘરે લઈ આવ્યો. અહીં પરિવારના સભ્યોને મળી. બધાને પિયામલીના ખૂબ ગમી ગઈ હતી. આ પછી તે ફરી આવી અને પરિવારની સહમતિથી લગ્ન કરી લીધા.

જર્મન દુલ્હન પિયામલીનાએ જણાવ્યું કે, તેને ભારત ખૂબ ગમે છે. અહીંનું ફૂડ, લાઈફસ્ટાઈલ અને ફિલ્મો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ જ કારણ હતું કે, તે સુમિતની નજીક આવી. તેની સાથે વાત કર્યા પછી તે ખૂબ જ પ્રભાવિત થઈ. 2 વર્ષ સુધી સંપર્કમાં રહ્યા બાદ તેઓએ લગ્ન કરી લીધા. તે તેનાથી ખૂબ જ ખુશ છે.

પિયામલિના માત્ર જર્મન કે અંગ્રેજી જાણે છે. જેના કારણે પરિવારના સભ્યો સાથે વાત કરવામાં તકલીફ પડે છે. સુમિત કહે છે કે અત્યારે તે બંને વચ્ચે ટ્રાન્સલેટર બની ગયો છે. જોકે હવે પિયામલિના હિન્દી શીખી રહી છે. બંને ચોક્કસપણે એકબીજાની લાગણીઓને સમજી શકે છે.

ગામમાં જર્મન પુત્રવધૂને જોવા આસપાસના લોકો પણ આશીર્વાદ આપવા પહોંચી રહ્યા છે. પરિવારનું કહેવું છે કે, તેઓએ જર્મન પુત્રવધૂ પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી. જેમાં તે ખુશ છે, તેની સાથે અમે રાજી રહીયે છીએ.

સુમિતના પરિવારનું કહેવું છે કે, બંનેએ હમણાં જ કોર્ટ મેરેજ કર્યા છે. પરંતુ, હવે અમે બંને હરિયાણવી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરીશું. સુમિતે જ્યારે લગ્ન વિશે જણાવ્યું, ત્યારે અમે સંમતિ આપી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp