બળદની નીકળી જાન અને ગાયને લગાવી મહેંદી-પીઠી, રીતિ-રિવાજ અનુસાર કરાવ્યા લગ્ન

PC: zeenews.india.com

રાજસ્થાનના શાહી મહેલોમાં ફિલ્મી સ્ટાર્સના લગ્ન વિશે તો તમે અવારનવાર સાંભળતા જ હશો. જોકે, રાજસ્થાનમાં એક એવા અનોખા લગ્ન થયા છે, જેના વિશે તમે ક્યારેય સાંભળ્યુ નહીં હશે અને જોયુ પણ નહીં હશે. અહીં એક બળદ અને એક ગાયને લગ્નના બંધનમાં બાંધી દેવામાં આવ્યા. આ અજીબ ઘટના સીકર જિલ્લાના ફતેહપુર શેખાવાટીમાં સામે આવી છે. ગાય અને બળદના લગ્ન ધૂમધામથી કરવામાં આવ્યા, જેમા જાન પણ આવી, મંત્રોચ્ચાર પણ થયા અને પાંચ પંડિતોના સાનિધ્યમાં બંનેના સાત ફેરા પણ કરાવવામાં આવ્યા.

આ લગ્નને સંપન્ન કરાવવા માટે ગૌ વૃષભ યજ્ઞ ફતેહપુરના પંડિત અમિત પુજારી અને પાંચ અન્ય પંડિતોને બોલાવવામાં આવ્યા હતા. કળશ અને વેદીઓ બનાવવામાં આવી. યજ્ઞ હવન થયો, જેમા પાંજરાપોળ ગૌશાળાના સભ્યો અને દેવડા પરિવારે આહૂતિઓ આપી હતી.

શહેરના મણ્ડાવા રોડ સ્થિત ફતેહપુર રાજ પાંજરાપોળ સોસાયટીના 1154 ગૌવંશોની ગૌશાળામાં આ બંને ગાયો અને બે નંદીઓના અનોખા લગ્ન કરાવવામાં આવ્યા. જેમા વરરાજા બળદ થારપારકર નસ્લનો છે, જેને રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના સૂરતગઢથી લાવવામાં આવ્યો છે. જેની મદદથી ફતેહપુરની ગૌશાળાની ગાયોની નસ્લમાં સુધારો થશે. લગ્ન સંપૂર્ણરીતે એ જ રીતિ-રિવાજોના આધાર પર સંપન્ન કરાવવામાં આવ્યા જે રીતે સામાન્ય લગ્ન થાય છે. મુખ્ય યજમાન દુર્ગા પ્રસાદ અને વિજયકુમાર દેવડાના પરિવારજનોએ ધાર્મિક વિધિ-વિધાન અને લગ્નના રીતિ-રિવાજોને અનુરૂપ પૂરી તૈયારી કરી હતી. સાથે જ તેમણે લગ્નમાં કન્યાદાન પણ કર્યું હતું.

લગ્નની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અને લગ્ન માટે મંડપ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. બળદને દુલ્હાની જેમ સજાવવામાં આવ્યો હતો. જ્યારે ગાયને મહેંદી લગાવીને અને પીઠી ચોળીને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. એટલું જ નહીં, બેન્ડબાજા સાથે બળદની જાન કાઢવામાં આવી હતી અને કાર્યક્રમ સ્થળ પર જાન પહોંચી હતી. મંડપની નીચે વૈદિક મંત્રોચ્ચારની સાથે બળદ અને ગાયના લગ્નના પૂરા રીતિ રિવાજ અનુસાર પૂર્ણ કરવામાં આવ્યા હતા.

આ અનોખા લગ્ન અંગે પંડિત અમિત પુજારીએ જણાવ્યું હતું કે, ગાય અને બળદના વિવાહ પિતૃઓની શાંતિ અને વંશ વૃદ્ધિ માટે કરાવવામાં આવે છે. લગ્ન બાદ ગાય અને બળદ બંનેને ગૌશાળામાં છોડી દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp