બાળકોને ભીખ માગતા જોઈ પોલીસકર્મીએ શરૂ કરી હર હાથ મે કલમ પાઠશાળા, બદલી પર...

PC: news24online.com

ઉત્તર પ્રદેશ પોલીસ સાથે એક શિક્ષકની ભૂમિકા પણ ભજવનારા રોહિત યાદવની વિભાગે બીજા જિલ્લામાં બદલી કરી દીધી છે. આ જાણકારી જ્યારે ‘હર હાથ મેં કલમ પાઠશાળા’માં ભણતા બાળકોને મળી તો તેમને સખત આઘાત લાગ્યો. રવિવારે રોહિત યાદવ ગામમાં પહોંચ્યા તો બાળકો તેમને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. એક ગુરુ અને તેમના બાળકોનો નિઃસ્વાર્થ પ્રેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તો ગામના સરપંચ અને ગ્રામજનોએ ઢોલ-નગારા સાથે તેમની વિદાઇ કરી.

ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના મેરઠના ક્ષેત્રના મુડેના ગામના રહેવાસી રોહિત યાદવની નિમણૂક ઉત્તર પ્રદેશમાં થઈ હતી. જૂલાઇ 2018માં તેમની બદલી ઉન્નાવ GRPમાં કરી દેવામાં આવી. રોહિતે જણાવ્યું કે તેઓ ટ્રેનથી પોતાની ડ્યૂટી જોઇન કરવા માટે જઈ રહ્યા હતા. ટ્રેન કોરારી સ્ટેશન પર રોકાઈ તો કેટલાક બાળકો ભીખ માગવા માટે ટ્રેનમાં આવી ગયા. ત્યાંથી રોહિતે આ અભિયાનની શરૂઆત કરી. તેમણે પોતે નક્કી કર્યું કે તેઓ આ બાળકોને શિક્ષિત કરશે.

ડ્યૂટી જોઇન કર્યા બાદ રોહિત યાદવ પાછા ઘરે પહોંચ્યા. તેમણે ગામના ગરીબ, મજૂરો અને મજૂર વર્ગના પરિવારના લોકો સાથે વાત કરી. તેમને અભ્યાસ માટે પ્રેરિત કર્યા. બાળકોના વાલીઓ પણ તૈયાર થઈ ગયા. ગામમાં ખુલ્લામાં જ રોહિતે એક ઝાડ નીચે ભણાવવાની શરૂઆત કરી દીધી. રોહિત જણાવે છે કે, તેમની પાઠશાળામાં શરૂઆતમાં માત્ર 5 બાળકો હતા, પરંતુ ધીરે ધીરે બાળકોની સંખ્યા વધતી ગઈ. તેમણે ‘હર હાથ મેં કલમ પાઠશાળા’નો પાયો નાંખ્યો.

રિપોર્ટ્સ મુજબ, દોઢ વર્ષમાં રોહિતની પાઠશાળામાં 80થી વધુ બાળકો થઈ ગયા. સંખ્યા વધવા પર રોહિતે પંચાયત ભવનમાં બાળકોને ભણાવવાની પ્રશાસન સંબંધિત અધિકારીઓ પાસેથી મંજૂરી માગી. હાલની તારીખમાં તેમની પાઠશાળામાં 125 બાળકો છે. રોહિતના આ અભિયાનમાં ગામના કેટલાક શિક્ષિત લોકો પણ સામેલ થઈ ગયા, પરંતુ રવિવારે આ બાળકો માટે માઠા સમાચાર આવી ગયા. રોહિત યાદવની વિભાગ તરફથી બદલી કરી દેવામાં આવી.

રોહિત યાદવ પોતાની વર્દી પહેરીને ગામમાં પહોંચ્યા તો બાળકો તેમને ભેટીને રડવા લાગ્યા. ગ્રામજનો પણ આ અવસર પર એકત્ર થઈ ગયા. આખો માહોલ શોકમાં પ્રસરી ગયો. તો રોહિતે પણ બાળકોને મન લગાવીને ભણવા અને ભવિષ્યમાં કંઈક બનીને દેખાડવાનો વાયદો લીધો. આ દરમિયાન ગ્રામજનો અને સરપંચે ઢોલ-નગારા સાથે રોહિત યાદવની વિદાઇ કરી. ત્યાં ઉપસ્થિત લોકોએ પોતાના ફોનમાં ભાવુક પળને કેદ કરી લીધી. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો. લોકોએ પણ એક પોલીસકર્મીના પ્રયાસના વખાણ કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp