ATSને મળી મોટી સફળતા, શંકાસ્પદ આતંકી અઝહરૂદ્દીનની કરી ધરપકડ

PC: abplive.com

ઉત્તર પ્રદેશ ATSએ શંકાસ્પદ આતંકી અઝહરુદ્દીનની ધરપકડ કરી છે. રિપોર્ટ્સ મુજબ, અઝહરુદ્દીન અલકાયદા ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ અને જમાતે મુજહીદીન બાંગ્લાદેશના ભારતીય કનેક્શન સાથે જોડાયેલો હતો. સહારનપુરના અઝહરુદ્દીનને ATS મુખ્યાલય પર પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. તેના પર ભારતમાં જેહાદ ફેલાવવા અને યુવાનોને રેડિક્લાઇઝ કરવાનો આરોપ છે. અઝહરુદ્દીન પર આરોપ છે કે તે જિહાદી સાહિત્ય અને વીડિયો દેખાડીને યુવકોને અલ કાયદા ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ અને JMBની વિચારધારા સાથે જોડાવાના પ્રયત્નમાં હતો.

તો અઝહરુદ્દીનના ભારતીય અને ઇન્ટરનેશનલ આતંકીઓ સાથે સંપર્કોની તપાસ પણ ચાલી રહી છે. આ મોડ્યૂલના 10 શંકાસ્પદ આતંકવાદીઓની આ વર્ષે ધરપકડ થઇ ચૂકી છે. ઉત્તર પ્રદેશ ATSએ જણાવ્યું કે, પકડાઇ ગયેલો શંકાસ્પદ સહારનપુરનો રહેવાસી છે. આ અગાઉ સપ્ટેમ્બરમાં AQIS અને JMB મોડ્યુલ આતંકી સંગઠન સાથે જોડાયેલા આતંકી લુકમાનની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી મોહમ્મદ મુદસ્સીર, સહિત 10 આરોપીની ધરપકડ થઇ ચૂકી છે.

આ કેસમાં પહેલા પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ATSને અઝહરૂદ્દીન બાબતે લીડ મળી. તપાસમાં ATSને અઝહરૂદ્દીનની ભૂમિકા શંકાસ્પદ લાગી તો તેને સહારનપુરથી ATS હેડક્વાર્ટર લખનૌ લાવીને પૂછપરછ કરી અને ત્યારબાદ 30 ડિસેમ્બરની મોડી રાત્રે ધરપકડ કરી લેવામાં આવી. અઝહરૂદ્દીનના કબજામાંથી એ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ ATSને ખબર પડી કે પકડાઇ ગયેલા શંકાસ્પદ લોકો AQIS અને JMB સંગઠનની વિચારધારા સાથે જોડીને દેશમાં શરીયા કાયદો સ્થાપિત કરીને, ચૂંટેલી સરકારને હટાવીને ઇસ્લામિક દેશની સ્થાપન માટે કામ કરી રહ્યો હતો.

આ આગાઉં નવેમ્બરમાં ઉત્તર પ્રદેશ ATSએ 50 હજારના ઇનામી બદમાશ સૈયર કાઝી અરશદની ધરપક કરી હતી. ATS તેની ગેરકાયદેસર હથિયાર તસ્કરી કેસમાં તપાસ કરી રહી હતી. 28 ઓક્ટોબરના રોજ તેની સાથે આફતાબ આલમ, મેનુદ્દીન શેખ સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. આ લોકો પાસેથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હથિયાર અને જીવિત કારતૂસ મળી આવી હતી. સૈયદ કાઝી અરશદ ગેરકાયદેસર હથિયાર અને કારતૂસોની તસ્કરી કરીને તેના નિર્માણમાં સંડોવાયેલો હતો. ઓક્ટોબરમાં કરવામાં આવેલી ATSની કાર્યવાહીમાં આરોપી પકડાઇ શક્યો નહોતો. ત્યારબાદ ફરાર સૈયદ કાઝી અરશદ પર 50 હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp