જ્ઞાનવાપીને મસ્જિદ કહેવું જ ખોટું, ત્યાં ત્રિશૂલ અને મૂર્તિઓ કેમ છે: CM યોગી

PC: livemint.com

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથ મંદિર વિવાદને લઈને મહત્ત્વની ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, જો આપણે જ્ઞાનવાપીને મસ્જિદ કહીશું તો વિવાદ થશે. મને લાગે છે કે ભગવાને જેને દૃષ્ટિ આપી છે તે જોય. ત્રિશૂલ આખરે મસ્જિદની અંદર શું કરી રહી છે. આપણે તો નથી રાખી ને, જ્યોતિર્લિંગ છે અને દેવ પ્રતિમાઓ છે. જ્ઞાનવાપીની દીવાલો ચીસો પાડી પાડીને શું કહી રહી છે. મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમાજ તરફથી આવવો જોઈએ કે ઐતિહાસિક ભૂલ થઈ છે અને તેનું સમાધાન થવું જોઈએ.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, હું છેલ્લા છવા છ વર્ષથી ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી છું. આ દરમિયાન રાજ્યમાં એક પણ દંગા નથી થયા. મોટી મોટી વાતો કરનારા જુએ તો કેવી રીતે ચૂંટણી થાય છે. ઉત્તર પ્રદેશ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી, પંચાયત ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી જુએ. પછી એક વખત પશ્ચિમ બંગાળની ચૂંટણી પર નજર નાખી લે. ત્યાં શું સ્થિતિ થઈ છે. આ લોકો દેશને જ પશ્ચિમ બંગાળ બનાવવા માગે છે. કેટલાક લોકો સત્તામાં આવીને વ્યવસ્થા પર કબજો કરી લેવા માગે છે.

પશ્ચિમ બંગાળમાં કેવી રીતે વિરોધી પાર્ટીઓના નેતાઓ અને કાર્યકર્તાઓને મારવામાં આવ્યા. તેના પર કોઈ કંઈ બોલતું નથી. અહીં સુધી કે, વર્ષ 1990માં જ્યારે કાશ્મીરી પંડિતોની હત્યા થઈ, ત્યારે પણ લોકો ચૂપ હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જ્ઞાનવાપી વિવાદને લઈને પણ તીખી ટિપ્પણી કરી. ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપી સર્વને લઈને હાલમાં અલ્લાહાબાદ હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. અત્યારે સર્વે પર રોક છે અને 3 ઑગસ્ટના રોજ તેના પર નિર્ણય આવવાનો છે. જ્ઞાનવાપીના એક હિસ્સાને પ્રશાસને સીલ કરી રાખ્યો છે, જ્યાં શિવલિંગ મળી આવ્યું છે.

એક અન્ય સવાલના જવાબમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, દેશ સંવિધાનથી ચાલશે, મત અને ધર્મથી નહીં. જુઓ હું ઈશ્વરનો ભક્ત છું, પરંતુ કોઈ પખંડમાં વિશ્વાસ નથી કરતો. તમે મત અને ધર્મ પોતાની રીતે થશે. પોતાના ઘરમાં થશે. પોતાના મસ્જિદ, ઈબાદત સુધી. રોડ પર પ્રદર્શન કરવા માટે નથી અને તમને કોઈ બીજા પર દોષ નહીં થોપી શકીએ. દેશમાં કોઈએ રહેવું છે, તો તેને રાષ્ટ્રને સર્વોપરી માનવું પડશે, પોતાના મત અને ધર્મને નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp