કેવી રીતે ચાલશે I.N.D.I.A. ગઠબંધન? હવે એકબીજાની અંદર ભંગાણ પાડી રહ્યા છે

PC: inc.in

વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.માં ભલે કોંગ્રેસ અને સપા સાથે સાથે નજરે પડી રહ્યા હોય, પરંતુ રાજ્યના રાજકારણમાં તેમના રસ્તા અલગ-અલગ દેખાય રહ્યા છે. સપાના તમામ નેતા કોંગ્રેસ તરફ જઈ રહ્યા છે. એટલું જ નહીં સપા સરકારમાં દલિતો અને પછાતોને નજરઅંદાજ કરવાના મુદ્દા પણ ગરમાયા છે. મેનપુરી લોકસભા પેટાચૂંટણી બાદ પ્રસપાનું સપામાં વિલય થઈ ગયું. આશા હતી કે બંને પાર્ટીઓના નેતા એકજૂથ થઈને રાજ્યના રાજકારણમાં પોતાની તાકતનો અનુભવ કરાવશે, પરંતુ પરિસ્થિતિ બદલાતી નજરે પડી રહી છે.

મહિનાની અંદર સપા-પ્રસપાના ઘણા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. સપાના સંસ્થાપક સભ્ય સીપી રાય કોંગ્રેસમાં પહોંચ્યા અને પ્રવક્તાની જવાબદારી સંભાળી લીધી. પૂર્વ ધારાસભ્ય રાકેશ રાઠોર, સપાના રાષ્ટ્રીય સચિવ નવાબ અલી અકબર પણ કોંગ્રેસમાં જતા રહ્યા. ભદોહીમાં સપાની ટિકિટ પર નગરપાલિકાની ચૂંટણી લડી ચૂકેલા હસનૈન અન્સારી રડતા કોંગ્રેસના મંચ પર પહોંચ્યા અને પ્રદેશ અધ્યક્ષ અજય રાયે તેમને તિરંગો ભેટ આપીને કોંગ્રેસની સભ્યતા અપાવી.

હવે મંગળવારે પ્રસપા છાત્રસભાના પ્રદેશ અધ્યક્ષ અને અલ્લાહાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ દિનેશ સિંહ યાદવ, સપાના અનુષાંગિત સંગઠન બાબા સાહેબ વાહિનીના રાષ્ટ્રીય સચિવ શૈલેન્દ્ર ધ્રુવ અને સપાના પ્રદેશ સચિવ બીપી સિંહ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસની સભ્યતા લેશે. એક બાદ એક સપાના નેતાઓનું કોંગ્રેસમાં સામેલ થવું રાજકીય રૂપે અલગ સંદેશ આપી રહ્યું છે.

આ સંબંધમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયનું કહેવું છે કે તેઓ પાર્ટીને મજબૂત કરવામાં લાગ્યા છે. જનતાનો અવાજ બુલંદ કરનારા માટે કોંગ્રેસના દરવાજા હંમેશાં ખુલ્લા છે. તેઓ દાવો કરે છે કે સપા સહિત વિભિન્ન પાર્ટીઓના લગભગ 200 કરતા વધુ નેતા તેમના સંપર્કમાં છે. દશેરા બાદ જિલ્લાવાર લોકોને કોંગ્રેસમાં સામેલ કરાવવામાં આવશે. જાણકારો મુજબ, કોંગ્રેસ પોતાની ટીમ B પ્લાન પર પણ અંદરખાને કામ કરી રહી છે.

I.N.D.I.A. ગઠબંધન હેઠળ સીટોની વહેંચણીને લઈને કોઈ પ્રકારે વાત બગડે છે તો પ્લાન B લોન્ચ કરવામાં આવશે. એ હઠળ લઘુમતી નેતાઓના સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. ગઠબંધનમાં તસવીર બદલાય છે તો સપાથી ટિકિટ કપાવા પર ઘણા જૂના નેતાઓને કોંગ્રેસ મેદાનમાં ઉતારી શકે છે. તેના માટે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને ફોકસ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીની રામપુર-મુરાબાદમાં સક્રિયતા અને પૂર્વ સાંસદ ઈમરાન મસૂદનું રાહુલ ગાંધીની શાનમાં વખાણ કરવું રાજકીય સંદેશ છે.

પ્રસપા છાત્રસભાના પ્રદેશ અધ્યક્ષ રહેલા દિનેશ સિંહ કહે છે કે હવે દલિતો, પછાતો અને લઘુમતીઓના હક્કની લડાઈ લડવાનો મુદ્દો માત્ર કોંગ્રેસમાં છે. આ જ કારણ છે કે તેઓ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જઈ રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે સપા શાસનકાળમાં યુનિવર્સિટીઓમાં ભરતી દરમિયાન દલિતો અને પછાતોને અંજરઅંદાજ કરવામાં આવ્યા. તેઓ સવાલ કરે છે કે સપા બતાવે કે તેની સરકારમાં કયા દલિત અને પછાત વર્ગને કુલપતિની જવાબદારી સોંપવામાં આવી. તેઓ કહે છે કે કોંગ્રેસમાં સામેલ થયા બાદ સપાના દલિત અને પછાત વિરોધી ચહેરાને બેનકાબ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp