રાહુલ ગાંધીના ભાગ્યમાં વડાપ્રધાનની ખુરશી પર બેસવાનું લખ્યું નથી: DyCM મૌર્ય

PC: khabarchhe.com

શ્રીનગરમાં કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ભારત જોડો યાત્રાનું ઉદ્દેશ્ય બતાવતા સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘આ ભારતની યાત્રા છે એટલે તેનું નામ ભારત જોડો યાત્રા છે. રાહુલ ગાંધી દેશને બદલવાનો સંકલ્પ લઇને ચાલ્યા છે. ગાંધી અને ગોડસેનું જે અંતર હતું, એ જ આ યાત્રાનું અંતર છે. સત્તાધારી લોકો ગોડસેની વિચારધારાના છે અને આ ગાંધીના વિચારોની યાત્રા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર પણ નિશાનો સાધ્યો.

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મનના ચોરને જોઇ લેવા જોઇએ, તો તેમને ખબર પડી જશે કે દેશમાં નફરત કોણ ફેલાવી રહ્યું છે અને દેશમાં ભાગલા કોણ પાડી રહ્યું છે. તેમણે લાલ ચોક પર પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, આજે દેશમાં નફરત અને ડરનો માહોલ બનાવી દેવામાં આવ્યો. તેમણે તેના માટે મોદી સરકારને જવાબદાર ઠેરવી. સુરજેવાલાએ કહ્યું કે, લાલ ચોકથી ભારતનો તિરંગો ફરકાવીને અમે એ દેખાડ્યું કે ન તો નફરત ચાલશે, ન ભાગલા અને ન તો વિભાજન. આ દેશમાં પ્રેમ અને ભાઇચારો ચાલશે.

સુરજેવાલા અહીં જ ન રોકાયા, તેમણે આગળ કહ્યું કે, મોદી સરકારે બેરોજગારી અને મોંઘવારી માટે જવાબદાર થવું પડશે. આજે દેશમાં નફરત અને વિભાજનનો માહોલ છે. 140 કરોડ લોકો દેશના વડાપ્રધાનથી પણ મોટા છે, તેઓ મોદી હોય કે કોઇ બીજું.. એ જોઇને લોકો જ આ દેશનો ઝંડો છે. આજે અમે લાલ ચોકથી કોઇ યુદ્ધનું નહીં, પરંતુ દેશને ફરીથી જોડાવાની જાહેરાત કરી રહ્યા છીએ.

એક સવાલના જવાબમાં સુરજેવાલાએ કહ્યું કે, કાશ વડાપ્રધાન પોતાના મનના ચોરને જોઇ લેતા તો હકીકત સામે આવી જતી, આ દેશને રોજ કબ્રસ્તાન અને સ્મશાનમાં તોડવામાં આવી રહ્યો છે. અમે બતાવવા માંગીએ છીએ કે, આ દેશ એમ નહીં ચાલે. જ્યારે બેરોજગારોની રોજી-રોટી મળશે તો દેશ ચાલશે.

તો દરભંગામાં પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ આ યાત્રાને ‘ભારત સમજો યાત્રા’ ગણાવી. સાથે જ તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીના ભાગ્યમાં વડાપ્રધાનની ખુરશી પર બેસવાનું લખ્યું નથી. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાથી સારું ભારત સમજો યાત્રા કરવી જોઇતી હતી. રાષ્ટ્રીય ધ્વજનું સન્માન કરવું, ફરકાવવાનું જાણતા નથી. તેમના મનમાં વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચવાની વ્યાકુળતા છે, પરંતુ તેમના ભાગ્યમાં વડાપ્રધાનની ખુરશી લખેલી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp