UPની સરકારી હોસ્પિટલ, જ્યાં દર્દીઓના પલંગ પર કૂતરો ચડી જાય.. કોરિડોરમાં ગાય રખડે

PC: aajtak.in

ભારત દેશના કોઈ પણ ખૂણામાં તમે જાઓ, અને સરકારી હોસ્પિટલની મુલાકાત લેવાનું થાય તો તેમાં તમને રેઢિયાળ તંત્ર, બેજવાબદાર, અવ્યવસ્થિત સટાફ, જ્યાં ત્યાં ગંદકી એક એવું ચિત્ર દરેક ભારતીય નાગરિકના મનમાં રેખાંકિત થયેલું હોય છે. જ્યાં મોટા ભાગે ગરીબ અને લાચાર લોકો પોતાની બીમારીનો ઈલાજ કરાવવા જતા હોય છે તે હોસ્પિટલો જો ખુદ બીમાર જેવી હાલતમાં હોય, અને ધણી વગરના ઢોર જેવું તંત્ર હોય ત્યાં લોકો વધારે શું આશા રાખતા હોય. આવું જ એક ચિત્ર ઉત્તર પ્રદેશની બંદા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં જોવા મળ્યું હતું. જેના કારણે તે ચર્ચાના ચકડોળે ચડ્યું છે. 

ઉત્તર પ્રદેશના બાંદાની જિલ્લા હોસ્પિટલ ફરી ચર્ચામાં છે. એક કૂતરો વોર્ડમાં દાખલ દર્દીના પલંગ પર ચડીને તેના બિસ્કિટ ખાતો જોવા મળે છે, જ્યારે એક ગાય પણ હોસ્પિટલમાં રખડતી જોવા મળે છે. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. હાલ પૂરતું, મુખ્ય તબીબી અધિક્ષક (CMS)એ તેની તપાસ માટે સૂચના આપી છે અને કાર્યવાહીના આદેશ આપ્યા છે.

આ મામલો જિલ્લા હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ઇમરજન્સી વોર્ડનો છે, જ્યાં એક કૂતરો દાખલ દર્દીના પલંગ પર ચડીને બિસ્કિટ ખાતો જોવા મળે છે. તેનો વીડિયો દર્દીના સાગા સબંધીઓએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ સાથે જ એક અન્ય વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં એક ગાય હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓની વચ્ચે રખડતી જોવા મળી રહી છે.

આ વીડિયો વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકો કાર્યવાહીની માંગ કરતા દેખાયા. ખાસ વાત એ છે કે જિલ્લા હોસ્પિટલમાં અવાર-નવાર રખડતા કૂતરાઓ જોવા મળે છે. હાલમાં તો CMSએ ફરજ પરના ઈન્ચાર્જ સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે. ગાયના મામલે CMSએ જણાવ્યું કે, પાછળનો દરવાજો દર્દીઓ દ્વારા ખોલી નાંખવામાં આવે છે, જેના કારણે ગાય આવી ગઈ હશે.

CMS ડૉક્ટર SN મિશ્રાએ જણાવ્યું કે, એક વીડિયો તેમના ધ્યાન પર આવ્યો છે, જેની તપાસ કરવામાં આવી રહી છે, જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, કંપનીને મેડિકલ સ્ટાફની ડ્યૂટી પર નજર રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. અમારે ત્યાં 3 શિફ્ટમાં ડ્યુટી લગાવવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp