UP: પતિ ઘરમાં સેક્સ રેકેટ ચલાવે છે, પત્ની વીડિયો લઇને પોલીસ સ્ટેશન પહોંચી

પત્નીને પિયર મોકલીને પતિ ઘરમાં સેક્સ રેકેટ ચલાવતો હતો, જ્યારે પત્નીને માહિતી મળી તો ઘરે પહોંચીને જોયું તો તેના જ બેડરૂમમાં એક યુવક અને યુવતી આપત્તિજનક સ્થિતિમાં હતી.પત્ની વીડિયો ઉતારીને સીધી પોલીસ પાસે પહોંચી હતી.
ઉત્તર પ્રદેશના લખીમપુરથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના પતિ સામે જ ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાએ પોલીસમાં કરેલી ફરિયાદમાં કહ્યું છે કે મારો પતિ ઘરમાં જ સેક્સ રેકેટ ચલાવે છે. મહિલાએ વીડિયો પણ પોલીસને સોંપ્યો છે. પોલીસે કહ્યું કે, મહિલાની ફરિયાદ મળી છે, તપાસ ચાલી રહી છે.જો કે મહિલાએ કહ્યું કે આ પહેલાં પણ પતિની આ હરકતો વિશે ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઇ પગલાં લેવાયા નહોતા.
લખીમપુર ખીરી જિલ્લામાં રહેતી અશફી ખાને પોલીસ સ્ટેશન પહોંચીને તેના પતિ શહનવાઝ સિદ્દિકી સામે ફરિયાદ નોંધાવી છે. અશફી ખાને પોલીસને ફરિયાદમાં કહ્યું છે કે તેનો પતિ ઘરમાં જ સેક્સ રેકેટ ચલાવે છે. અશફીએ ફરિયાદમાં કહ્યું છે કે પતિના ખોટા કામોને લીધે લગ્નના થોડા વર્ષોમાં જ પતિ સાથે ઝગડા થતા રહેતા હતા. જેને લીધે પતિએ મને પિયર મોકલી આપી હતી.
અશફીએ પોલીસને કહ્યું કે મારું સાસરું સેંધવામાં છે. પડોશીઓએ મને માહિતી આપી હતી કે એક યુવક અને યુવતી તારા સાસરાના ઘરમાં હાજર છે.અશફીએ કહ્યુ કે, માહિતી મળતા જ હું સાસરે પહોંચી હતી. દરવાજો અંદરથી બંધ હતો. અશફીએ કહ્યું કે, હું કોઇ રીતે ઘરમાં પહોંચી હતી અને જોયું તો મારા બેડરૂમના પલંગ પર જ એક યુવક અને યુવતી હતા. અશફીએ બંનેનો વીડિયો ઉતારી લીધો હતો.
અશફીએ પોલીસને કહ્યું કે, રૂમમાં હાજર યુવતીની બાઇક પણ ઘરની બહાર પડી હતી. અશફીનું કહેવું છે કે જ્યારે તે વીડિયો બનાવી રહી હતી, ત્યારે પતિ શહનવાઝે તેને મારવાની કોશિશ કરી હતી અને મારું ગળું દબાવી દીધું હતું. અશફીએ કહ્યું કે મારા પર ઇંટથી હુમલો કરવામાં આવ્યો હતો.
અશફીની ફરિયાદ પર ASP નેપાલ સિંહે કહ્યુ કે, મહિલાએ અરજી આપી છે અને પતિ ઘરમાં સેક્સ રેકેટ ચલાવે છે તેવો આરોપ મુક્યો છે. પોલીસ તપાસ કરી રહી છે, જે પણ તથ્યો સામે આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp