આ રાજ્યમાં હવે ડ્રોનથી પકડવામાં આવી રહ્યા છે વીજ ચોર, વીડિયો જોઈ ચકરાવે ચઢી જશો

PC: aajtak.in

ભીષણ ગરમીમાં તમે ઘણી વખત પોતાના શહેર, પોતાના મોહલ્લા, પોતાના ઘરમાં અનુભવ્યું હશે કે અચાનક વીજળી જતી રહે છે કે પછી વૉલ્ટેજ એટલો ઓછો થઈ જાય છે કે ન કુલર ચાલી શકે છે અને ન AC . તમે પરેશાન થઈ જાઓ છો. તેનો ઉપાય યોગીરાજમાં કઈ રીતે કરવામાં આવી રહ્યો છે. ડ્રોનથી વીજ ચોરી કરનારાઓ વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વીજ ચોરો જેના પર ફિલ્મ પણ બની ચૂકી છે. વીજ ચોરી એક કળા છે, જેમાં વીજ ચોરોને ખબર રહે છે કે કઈ ફેઝમાં તાર જોડીને પોતાના ઘર માટે વીજળી ચોરીને લઈ જવાની છે.

આજે અમે આ આર્ટિકલમાં બતાવી રહ્યા છીએ કે ઉત્તર પ્રદેશમાં વીજ ચોરીના કલાકારોના કારનામાં અને તેમને કઈ રીતે પકડી રહ્યા છે વીજળી વિભાગના કર્મચારી. સફેદ ચપ્પલ, સફેદ પાયજામો અને સફેદ બનિયાન પહેરીને આ છત પર સૂઈને સૂર્યનમસ્કાર કરી રહ્યો નથી. આ છાનોમાનો સૂઈને તારને વીજ પોલથી ખેચીને કાઢી રહ્યો છે, જેના દ્વારા લંગરિયા નાખીને વીજળી ચોરી રહ્યા હતા. હવે વાયર એટલે કાઢી રહ્યા છે કેમ કે નીચે વીજળી વિભાગવાળા આવી ચૂક્યા છે, પરંતુ ઉત્તર પ્રદેશના લખનૌમાં આ લોકોને અંદાજો નહોતો કે આ વખત વીજળી વિભાગના કર્મચારી તેમના પર આકાશથી નજર રાખી રહ્યા છે.

ડ્રોનથી દેખરેખ થઈ રહી છે કે કોણે કોણે લંગરિયા લગાવી રાખ્યા છે. કહાની સમજવામાં થોડી પણ પરેશાની ન થાય એટલે બે તસવીરો એક સાથે જોઈને જાણો. ઉપરોક્ત તસવીરમાં જુઓ.. એક તરફ વીજળી વિભાગનો ડ્રોન દેખાઈ રહ્યો છે જ્યાં નીચે રોડ પર જે ઘરની બહાર લંગરિયું નાખીને વીજ ચોરી કરનારાઓની ધરપકડ કરવા માટે વીજળી વિભાગના કર્મચારી ઊભા છે. તો બીજી તસવીરમાં જુઓ ઘરની છત પર ચૂપચાપ આ નવાબ સૂઈને લંગરિયાનો વાયર કાઢી રહ્યો છે, પરંતુ બધુ વીજળી વિભાગના ડ્રોનમાં કેદ થઈ ગયો.

ઉત્તર પ્રદેશ હોય કે અન્ય રાજ્ય. લંગરિયા નાખનારા દરેક જગ્યાએ જોવા મળે છે. વીજળી વિભાગની છાપેમારી અગાઉ લંગરિયા હટાવીને ઈમાનદાર બની જાય છે. તેમને રંગે હાથ પકડવા માટે પહેલા રાત્રે ચેતવણી આપવામાં આવી. છતા કામ ન બન્યું તો આગામી દિવસે પોલીસની ટીમ સાથે વીજળી વિભાગના કર્મચારીઓએ ડ્રોન ઉડાવીને આ કાર્યવાહી કરી. જેમાં આરોપ પાસે બચવાની કોઈ સંભાવના ન રહે. વીજળી વિભાગના એક કર્મચારીએ જણાવ્યું કે, બધા સ્ટેશન પર મીટર લાગ્યા છે.

માની લો કે ત્યાંથી એક્સ યુનિટ વીજળી મોકલવામાં આવી અને બિલિંગ Y યુનિટનું થયું તો બંનેને ઘટાડવા પર જે અંતર આવી રહ્યું છે ત્યાં જ વીજ ચોરી છે. જે વિસ્તારોમાં તેનું અંતર વધારે આવે છે, ત્યાં અભિયાન ચલાવીને કાર્યવાહી કરવામાં આવે છે. આંકડાઓથી ખબર પડે છે કે, દર વર્ષે હજારો કરોડ રૂપિયાની વીજળી તો માત્ર એવી જ રીતે લંગરિયાવાળા જ રાજ્ય અને દેશમાં ખાઈ જાય છે. પરંતુ હવે તેમને પકડવા માટે વીજળી વિભાગ ડ્રોન ઉડાવવા લાગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp