કર્ણાટકમાં કોંગ્રેસે મારી બાજી, જાણો ઉત્તરપ્રદેશ સ્થાનિક ચૂંટણીમાં શું છે સ્થિતિ

PC: news18.com

ઉત્તર પ્રદેશ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે પરિણામ આવશે. આજે સવારે 8:00 વાગ્યાથી વોટોની ગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યના 75 જિલ્લામાં 760 મ્યુનિસિપલ કોર્પોરેશન માટે 2 ચરણોમાં મતદાન થયું હતું. તેમાં 17 મ્યુનિસિપલ કોર્પોરેશન, 199 નગર પાલિકા અને 54 નગર પંચાયત છે. પહેલા ચરણમાં રાજ્યના 37 જિલ્લામાં અને બીજા ચરણમાં 38 જિલ્લાઓમાં મતદાન થયું. હવે પરિણામોનો વારો છે. ઉત્તર પ્રદેશ મ્યુનિસિપલ કોર્પોરેશનના પહેલા ચરણ દરમિયાન 37 જિલ્લામાં 52 ટકા, તો બીજા ચરણ દરમિયાન 53 ટકા મતદાન થયું હતું.

ઉત્તર પ્રદેશ મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષ 2024નું લિટમસ ટેસ્ટ માનવામાં આવે છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP), સમાજવાદી પાર્ટી (SP), બહુજન સમાજ પાર્ટી (BSP), કોંગ્રેસ સહિત બધી રાજનૈતિક પાર્ટીઓની ઇજ્જત દાવ પર લાગી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની 16 નગરપાલિકાની 98 અને નગર પંચાયતની 107 સીટો પર ભાજપ આગળ છે.

ક્યાં સુધીમાં આવશે પરિણામ?

રાજ્ય ચૂંટણી પંચના રિપોર્ટ મુજબ, 24 કલાકની અંદર પરિણામ આવવાની પૂરી સંભાવના છે, જ્યાં મેયર અને કોર્પોરેટરોની ચૂંટણી EVMથી થઈ છે, ત્યાં મોડી સાંજ સુધીમાં પરિણામ આવવાની આશા છે, જ્યારે જય બેલેટ પેપરની મતગણતરી થઈ છે ત્યાં મોડી રાત્રે 12 વાગ્યા સુધી કે આગામી દિવસે સવારે પરિણામ આવવાની સંભાવના છે.

મતગણતરી આજે થઈ રહી છે, પરંતુ ઘણા ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાઈ ચૂક્યા છે. પહેલા ચરણમાં નગર પાલિકા અને એક નગર પંચાયતન અધ્યક્ષ સહિત 86 પદો પર નિર્વિરોધ ચૂંટણી થઈ ગઈ છે. અગ્રણી નગર પંચાયત દયાલબાગમાં અધ્યક્ષ નિર્વિરોધ ચૂંટાયા છે. ઝાંસીમાં નગર પાલિકા ચિરગાંવના અધ્યક્ષ નિર્વિરોધ ચૂંટાયા છે. એ સિવાય 36 નગર પાલિકાના સભ્ય પણ નિર્વિરોધ ચૂંટાયા છે. આગ્રાથી 9 સભ્ય રામપુર અને શામલીથી 4-4, સહારનપુરથી 3, ગોંડા, ઝાંસી, મથુરા, લખીમપુર ખીરીથી 2-2, જાલૌન, ફતેહપુર, ફિરોઝાબાદ, મહારાજગંજ, સંભલ, સીતાપુર, હરદોઈથી 1-1 નગર પાલિકાના સભ્ય નિર્વિરોધ ચૂંટાયા છે.

તો અગર, મથુરા, ગોરખપુર અને મુરાદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2-2, ઝાંસી, ફિરોઝાબાદ અને સહારનપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1-1 કોર્પોરેટર નિર્વિરોધ ચૂંટાયા છે. સાથે જ નગર પંચાયતોમાં આગ્રામાં 13, મહારાજગંજથી 10, ગોંડાથી 3, કુશીનગર પ્રયાગરાજ, ફતેહપુર અને મેનપુરીથી 2-2 અને શ્રીવસ્તીથી 1 સભ્ય નિર્વિરોધ ચૂંટાયા છે. પહેલા ચરણની જેમ જ બીજા ચરણમાં એક નગર પંચાયતન અધ્યક્ષ સહિત કુલ 77 પદો પર ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાયા.

તેમાં ગૌતમબુદ્ધ નગરની નગર પંચાયત રબુપુરાના અધ્યક્ષ સાથે જ અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 5, મેરઠના 3, ગાઝિયાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 1 કોર્પોરેટર નિર્વિરોધ ચૂંટાયા. ઉત્તર પ્રદેશની 17 મ્યુનિસિપલ કોર્પોરેશન-વારાણસી સહરાનપુર, મેરઠ, મથુરા, લખનૌ, કાનપુર નગર, પ્રયાગરાજ, મુરાદાબાદ, ઝાંસી, ગોરખપુર, ગાઝિયાબાદ, અયોધ્યા, અલીગઢ, ફિરઝાબાદ, બરેલી, આગ્રા અને શાહજહાંપુરના પરિણામ આજે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp