ચૂંટણી જીતી ગયો ઉમેદવાર છતા ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યો, જુઓ વીડિયો

PC: amarujala.com

કાનપુરમાં બેગમપુરવા વૉર્ડથી જીત હાંસલ કરનારા સમાજવાદી પાર્ટી (SP)ના ઉમેદવાર અકીલ સાનૂ ખુશીના લઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. જેવી જ અકીલને જીતવાના સમાચાર મળ્યા, પહેલા તો તેને વિશ્વાસ ન થયો, પરંતુ ત્યારથી જોર જોરથી રડવા લાગ્યો. અકીલે આ ચૂંટણી વોર્ડ નંબર 102થી જીતી છે. કહેવામાં આવી રહ્યું છે કે અકીલ છેલ્લા 15 વર્ષોથી જીત માટે સંઘર્ષ કરી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અકીલે રડતા રડતા કહ્યું કે, ઘણા સંઘર્ષ બાદ જીત હાંસલ થઈ છે. અકીલ સાનૂએ બેગમપુરવાથી સમાજવાદી પાર્ટીના ઉમેદવારના રૂપમાં નામાંકન કરાવ્યું હતું. તે છેલ્લા ઘણા સમયથી જીતના પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેને સફળતા મળી શકતી નહોતી, મતગણતરી બાદ જ્યારે તેને જીતનું સિંબલ આપવામાં આવ્યું તો પહેલા તેને વિશ્વાસ ન થયો. ત્યારબાદ તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ઘટનાસ્થળ પર ઉપસ્થિત કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.

જીત બાદ અકીલે કહ્યું કે, મારી વિરુદ્ધ ખૂબ પૈસાવાળાઓએ ચૂંટણી લડી હતી. આ વખત જીતનો એટલે મને વિશ્વાસ ન થયો અને મારા આંસુ નીકળી આવ્યા. લાંબા સમય બાદ જીત મળવાથી અકીલ ખૂબ ખુશ અને સંતુષ્ટ અનુભવી રહ્યો છે.

ઉત્તર પ્રદેશની સ્થાનિક ચૂંટણીની વાત કરીએ તો અહી ભાજપનો દબદબો દેખાઈ રહ્યો છે. મેયર પદની ચૂંટણીમાં ભાજપ દરેક જગ્યાએ આગળ ચાલી રહી છે. તો બરેલી, ઝાંસી, ગાઝિયાબાદ અને અયોધ્યા બાદ ભાજપે મથુરામાં મેયર પદ પર જીત હાંસલ કરી લીધી છે. મથુરાના ભાજપના ઉમેદવાર વિનોદ અગ્રવાલે જીત હાંસલ કરી. ઉત્તર પ્રદેશની સ્થાનિક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો સ્પષ્ટ રૂપે નજરે પડી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને નગર પાલિકા અને નગર પંચાયત સિદ્ધિમાં ભાજપે લીડ હાંસલ કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp