22 વર્ષથી પત્ની હોળી પર પિયર નથી ગઈ, PIની રજા માટે લખેલી રજા ચિઠ્ઠી વાયરલ

PC: news18.com

હોળી હોય કે દિવાળી, દરેક પ્રયત્ન કરે છે કે તહેવાર પોતાના પરિવાર સાથે મનાવે. લોકો તહેવારો પર રજા લેવા માટે ખૂબ પ્રયત્ન કરે છે, જો કે દરેકને રજા મળી શકતી નથી. ઉત્તર પ્રદેશ પોલીસના એક ઇન્સપેક્ટરે પણ રજા માટે SPને એક રજા ચિઠ્ઠી લખીને રજા માગી. ઇન્સપેક્ટરે 10 દિવસની રજા માગી હતી અને તેને 5 દિવસની રજા મળી ગઈ છે. જો કે, હવે આ ઇન્સપેક્ટરે લખેલી રજા ચિઠ્ઠી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઇન્સપેક્ટરે રજા માટે જે કારણ લખ્યું છે તે ખૂબ અલગ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફર્રૂખાબાદના ફતેહાગઢ સ્થિતિ પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસ ઇન્સ્પેક્ટર અશોક કુમાર રિટ સેલનું કાર્ય જોઈ રહ્યા છે. તેમણે પોલીસ અધિક્ષક અશોક કુમાર મીણાને રજા માટે રજા ચિઠ્ઠી લખીને મોકલી હતી. અશોક કુમારે રજા ચિઠ્ઠીમાં કહ્યું કે, લગ્નના 22 વર્ષમાં પ્રાર્થીની પત્ની હોળીના અવસર પર પિયર જઈ શકી નથી. આ કારણે તે પ્રાર્થીથી ખૂબ નારાજ ચાલી રહી છે અને તે હોળીના અવસર પર પોતાના પિયર જવા અને પ્રાર્થીને સાથે લઈ જવાની જિદ કરી રહી છે.

આ કારણે પ્રાર્થીને રજાની જરૂરિયાત છે. શ્રીમાન જીને વિનમ્ર અનુરોધ છે કે પ્રાર્થીની સમસ્યા પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરતા પ્રાર્થીને 4 માર્ચથી 10 દિવસની રજા આપવાની કૃપા કરો. 10 દિવસની રજા ચિઠ્ઠી પર પોલીસ અધિક્ષકે અશોક કુમારને 5 દિવસની રજા મળી ગઈ છે. અશોક કુમારની આ જ રજા ચિઠ્ઠી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પોલીસ અધિકારી પણ કહી રહ્યા છે કે રજા લેવાની આ નવી રીત છે. આ અરજી પોલીસ અધિક્ષક અશોક કુમાર મીણા સમક્ષ પહોંચ્યો તો તેઓ પત્ર વાંચીને હસ્યા.

ત્યારબાદ આ અંગે પોલીસ અધિક્ષક અશોક કુમાર મીણાએ જણાવ્યું કે, સમસ્યાને જોતા 5 દિવસની રજા મંજૂર કરવામાં આવી છે. ઇન્સ્પેક્ટરની આ અરજી પર સોશિયલ મીડિયા યુઝર્સ જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. પ્રદીપ આનંદ શ્રીવાસ્તવે ટ્વીટર પર અરજી શેર કરતા લખ્યું કે, ‘ફતેહાગઢ હોળી પર રજા જ્યારે એટલી મહત્ત્વપૂર્ણ હોય તો કોઈ કેવી રીતે ના પાડી શકે છે. કોઈ આ અરજીને મજેદાર બતાવી રહ્યું છે તો કોઈ ઇન્સ્પેક્ટરને 5 દિવસની રજા મળવા પર શુભેચ્છા પાઠવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp