ગેંગસ્ટર અતીક અહમદને UP પોલીસ સાબરમતી જેલમાંથી લઇ ગઇ, 36 કલાક થશે પહોંચતા

PC: india.postsen.com

ઉત્તર પ્રદેશનો ગેંગસ્ટર અતીક અહમદ ઉમેશ પાલ હત્યા કેસમાં ગુજરાતના અમદાવાદમાં આવેલી સાબરમતી જેલમાં બંધ છે જેને લેવા માટે UPની પોલીસ ગુજરાત આવી હતી અને અતીકને  બાય રોડ પ્રયાગરાજ લઇ જવામાં આવશે. સાબરમતી જેલથી પ્રયાગરાજ પહોંચતા 36 કલાક થશે.

અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી છે.અતિક અહેમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, જ્યારે અશરફ બરેલી જેલમાં કેદ છે. યુપી પોલીસ ગેંગસ્ટર અતીકને ગુજરાતની જેલમાંથી પ્રયાગરાજ લાવવાની તૈયારી કરી રહી છે. આ માટે પોલીસ રવિવારે અમદાવાદની સાબરમતી જેલ પહોંચી હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ અતીકને રોડ માર્ગે પ્રયાગરાજ લાવશે. આમાં લગભગ 36 કલાક લાગી શકે છે.

ઉત્તર પ્રદેશની પોલીસ રવીવારે બપોરે 3 વાગ્યે અતીક અહમદને લઇને સાબરમતી જેલથી પ્રયાગરાજ જવા નિકળી ગઇ છે. એ પહેલા અતીકનો મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશની પોલીસ અતીકને પ્રયાગરાજ લઇ જઇને ઉમેશ પાલ હત્યા કેસમાં પુછપરછ કરશે. પ્રયાગરાજ જવા માટે પોલીસ શિવપુરીથી ઝાંસીની રૂટ પર જશે. અતીકના ભાઇ અશરફને પણ બરેલી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવશે.

આ પહેલા શુક્રવારે રાત્રે ગુજરાતની સાબરમતી જેલ સહિત 17 જેલોમાં 1700 પોલીસોએ અચાનક દરોડા પાડ્યા હતા. સાબરમતી અતીક અહમદ સજા ભોગવી રહ્યો હતો.

પૂર્વ ધારાસભ્ય રાજુપાલ હત્યા કેસમાં 18 વર્ષથી ફરાર આરોપી અને અતીક અહેમદના શાર્પ શૂટર અબ્દુલ કવિ પર પોલીસે હવે એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.CBI,STF અને પોલીસ 18 વર્ષથી તેની ધરપકડ માટે કામે લાગી છે. 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ મર્ડર કેસ બાદ પોલીસ ફરી સક્રિય બની છે. અબ્દુલ કવીની ધરપકડ માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે. અગાઉ તેના પર 50 હજારનું ઈનામ હતું, જે વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવ્યું છે.

ઉમેશ પાલ અને તેના બે સરકારી બંદૂકધારીઓની હત્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ શૂટરોનો કોઈ સુરાગ નથી. પોલીસ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન અને પુત્ર અસદને શોધી રહી છે. હવે તેનો વ્યાપ 7 રાજ્યોમાં ફેલાયો છે. પોલીસને શંકા છે કે શૂટરો મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, પંજાબ અને દિલ્હીમાં ક્યાંક છુપાયેલા હોઈ શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર તેઓ સતત લોકેશન બદલતા રહે છે.

ઉમેશ પાલ 25 જાન્યુઆરી, 2005ના રોજ થયેલા બીએસપી ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતો. ઉમેશ પાલના 28 ફેબ્રુઆરી 2006ના રોજ તેને જુબાની આપવાથી રોકવા માટે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉમેશ પાલે કોર્ટમાં પોતાનું નિવેદન બદલ્યું હતું. ઉમેશ પાલે અપહરણ અને બળજબરીથી નિવેદનો લેવાના કેસમાં એક વર્ષ પછી એટલે કે વર્ષ 2007માં ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં અતીક અહમદ અશરફ અને દિનેશ પાસી વિરુદ્ધ FIR નોંધાવી હતી. આ કેસમાં ઉમેશ પાલની જુબાની સતત ચાલી રહી હતી અને 24 ફેબ્રુઆરી 2023ના રોજ જ્યારે ઉમેશ પાલ તેની જુબાની પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન તેની હત્યા કરવામાં આવી હતી.

ઉમેશ પાલ અપહરણ કાંડમાં કોર્ટે 17 માર્ચ 2018ના દિવસે સુનાવણી કરીને ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. જ્યારે 28 માર્ચે MP-MLA કોર્ટ અતીક અહમદ અને બરેલીની જેલમાં બંધ તેના ભાઇ અસરફ અને સંબંધી દિનેશ પાસેને લઇને ચુકાદો સંભળાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp