UP STFએ ફ્રોડ ગેંગના 4 સભ્યોને પકડ્યા: સેક્સ પાવર વધારવાના નામે ડ્રગ્સનું વેચાણ

PC: etvbharat.com

UP STFએ મેરઠ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે જેઓ સેક્સ પાવરની દવાના નામે લોકોને છેતરતા હતા. જોકે, ગેંગમાં સામેલ એક યુવતી અને મુખ્ય સૂત્રધાર ભાગી જવામાં સફળ રહ્યા હતા.

આ લોકો શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ટેન્ટ લગાવીને સેક્સ પાવર વધારવાની દવાઓ વેચતા હતા અને ફોન કરીને ગ્રાહકોની શોધ પણ કરતા હતા.

STFના જણાવ્યા અનુસાર, મુરાદાબાદના ઠાકુરદ્વારા જાટવ વાલા મજરા કોલોનીના રહેવાસી ધરમ સિંહ અને વીર સિંહ, ભોજપુર બખરપુરના રહેવાસી ધ્યાન સિંહ અને સંભલ તાજપુરના રહેવાસી લાલ સિંહ ઉર્ફે ગુલાબ સિંહને જૂના પારા પોલીસ ચોકી નજીકથી મંગળવારે મોડી સાંજે ધરપકડ કરવામાં આવી હતી.

આ લોકો નકલી સર્ટિફિકેટ બનાવીને લોકોને સેક્સ પાવરની દવાઓ વેચીને પૈસા કમાતા હતા. પૂછપરછ બાદ તમામની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ચાર મોબાઈલ ફોન, એક કેશબુક, બે બનાવટી પ્રમાણપત્રો, એક પાન કાર્ડ, એક DL, બે આધાર કાર્ડ, અમર જીવન આયુર્વેદિક એન્ડ કંપની સહારનપુરના બે બનાવટી પ્રમાણપત્રો, કથિત આયુર્વેદિક દવાના ત્રણ ડબ્બા, 22 નાની ડ્બ્બીઓમાં કથિત આયુર્વેદિક દવા મળી આવી હતી.

STFની પૂછપરછમાં આ લોકોએ જણાવ્યું કે, તેમને સાયબર કાફેમાંથી અમર જીવન આયુર્વેદિક એન્ડ કંપની સહારનપુરનું સર્ટિફિકેટ 750 રૂપિયામાં મળ્યું હતું. આ બતાવીને, લોકોનો મોબાઈલ દ્વારા સંપર્ક કરીને સેક્સ પાવરની દવાઓ વેચતા હતા.

પૂછપરછ દરમિયાન આ લોકોએ જણાવ્યું કે, અમે જેમને આયુર્વેદની નકલી દવા આપતા હતા તેઓ પાસેથી દવાના બદલામાં મોટી રકમ લેતા હતા. ત્યારબાદ સેક્સ સંબંધિત માહિતી આપવાના બહાને તેમને નજીકના જિલ્લાઓમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ દવા અને ડોક્ટરની ફીના નામે પૈસા પડાવતા હતા. તેની સાથે દવા લેનારાઓને બદનામ કરવાના નામે બ્લેકમેઈલ કરીને પૈસા પડાવી લેતા હતા.

STFના સૂત્રોના જણાવ્યા મુજબ, STFએ મંગળવારે સાંજે છેતરપિંડીનો ભોગ બનેલા યુવાનની બતાવેલી જગ્યાએથી ગેંગને પકડી હતી. જ્યારે પીડિતે સીતાપુર બાયપાસ પર સેક્સ પાવર વેચતી ગેંગને મળવા બોલાવી હતી.

જેના બતાવેલા સ્થળ પર STFની ટીમે એક મકાનમાં દરોડો પાડીને ચાર લોકોને પકડી લીધા હતા, જ્યારે એક મહિલા અને એક યુવક નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ લોકો બુદ્ધેશ્વર ચારરસ્તા પાસે રહેતા એક યુવકને સેક્સ પાવરની દવા વેચીને તેને બ્લેક મેઈલ કરતા હતા. તે યુવક પાસે તેઓ 20 લાખ રૂપિયા લઇ ચુક્યા હતા અને વધુ 13 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp