‘મારું માનસિક અને શારીરિક શોષણ થઈ રહ્યું છે..’ મહિલા પોલીસકર્મીની આપવીતી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ફરજ બજાવતા LIU મહિલા પોલીસકર્મીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે રડી રડીને પોતાની આપવીતિ લખનૌ પોલીસ કમિશનરને સંભળાવી રહી છે. મહિલાએ LIU નિરીક્ષક જાવેદ અખ્તર પર માનસિક અને શારીરિક અત્યાચારનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે, તેને પરેશાન કરવામાં આવી રહી છે. તેણે આ સંબંધમાં CO અવધેશ ચૌધરીને ફરિયાદ કરી, પરંતુ તેમણે લડીને ભગાવી દીધી. CO તેમની વાત જ સાંભળતા નથી.

મહિલા પોલીસકર્મીનું કહેવું છે કે, કેટલાક કર્મચારી એવા છે જે પરેશાન કરે છે અને પાછળ પડી ગયા છે. ખાસ કરીને ઇન્સ્પેક્ટર જાવેદ અખ્તર જે હંમેશાં ઊંધી ચત્તી વાતો કરતા રહે છે અને ગંદા ગંદા ટોન્ટ મારતા રહે છે. મહિલા પોલીસકર્મીએ પોલીસ કમિશનરને પોતાની આપવીતી બતાવતા કહ્યું છે કે, તે ઉત્તર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલના પદ પર તૈનાત છે. તેની કોઈ સુનાવણી થતી નથી અને એક-બે વખત તમારી (પોલીસ કમિશનર) પાસે ઉપસ્થિત થવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ મને ઉપસ્થિત થવા ન દીધી. મને ખૂબ પરેશાન કરવામાં આવી રહી છે.

મહિલાએ વીડિયોમાં આગળ કહ્યું કે, તે પૂર્વમાં ફિલ્ડનું કામ કરતી હતી, પરંતુ હવે તેને ઓફિસ સાથે અટેચ કરી દેવામાં આવી છે. ઓફિસમાં કામ તો કરી રહી છું, પરંતુ અહીં મને એવું કોઈ કામ આપવામાં આવ્યું નથી. સવારે 10 વાગ્યા સુધી અહીં બેસાડવામાં આવે છે. એટલી પરેશાન કરી દીધી છે કે CO સરને કોઈ વાત કહેવા જાઉ છું તો CO સર મારી કોઈ વાત સાંભળતા નથી. પીડિત મહિલા કોન્સ્ટેબલનું કહેવું છે કે, એવામાં તે આખરે કોને પોતાની વાત કહે.

મહિલા વીડિયોમાં રડતા રડતા એમ પણ કહી રહી છે કે તેના દીકરાને કૂતરાએ બચકું ભરી લીધું હતું. દીકરાની તબિયત વધુ બગડી ગઈ હતી. તે જ્યારે CO પાસે રજા માગવા અરજી લઈને ગઈ તો COએ અરજી ફેંકી દીધી. સાથે જ કહ્યું કે, રજા નહીં આપું, જા જે કરવું હોય તે કરી લે. એવામાં કોન્સ્ટેબલ સ્તરની થઈને શું કરું, કંઈ સમજ પડતી નથી. હું વિચારું છું કે આત્મહત્યા કરી લઉં કેમ કે હું ખૂબ પરેશાન થઈ ગઈ છું. આ અંગે DCP મધ્ય અર્પણા કૌશિકે કહ્યું કે, લખનૌ પોલીસમાં LIU વિભાગમાં તૈનાત મહિલા પોલીસકર્મીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે ઘણા આરોપ લગાવ્યા છે. પ્રકરણને ગંભીરતાથી જોતા તેની તપાસ ADCP મધ્ય મનીષા સિંહને સોંપવામાં આવી છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.