
મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (MCD)ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બહુમતી મેળવ્યા બાદ શુક્રવારે સિવિક સેન્ટર ખાતે મેયરની ચૂંટણી થવાની છે એ પહેલાં MCDમાં ભારે હોબાળો મચી ગયો હતો અને ભાજપ અને AAPના કોર્પોરેટર્સ વચ્ચે ધક્કા મુક્કી થઇ ગઇ હતી. સિવિક સેન્ટરમાં ભારે હોહા થઇ ગઇ હતી.મેયરની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.
તેઓ નારાજ હતા કે પ્રિસાઇડિંગ ઓફિસરના નામાંકિત સભ્યોએ પહેલા શપથ લેવડાવ્યા હતા. મતદાન શરૂ થાય તે પહેલા AAP અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પેમ્ફલેટ ઉછાળવામા આવ્યા હતા.
#WATCH | Delhi: BJP and AAP councillors clash with each other and raise slogans against each other ahead of Delhi Mayor polls at Civic Centre. pic.twitter.com/ETtvXq1vwM
— ANI (@ANI) January 6, 2023
MCDમાં શુક્રવારે મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના 6 સભ્યોની પણ ચૂંટણી થવાની છે.ડેપ્યુટી મેયરના પદ પર AAPના કોર્પોરેટર આલે મોહમંદ ઇકબાલનો મુકાબલો ભાજપના કમલ બાગડી સાથે થવાનો છે. ઉપરાંત સ્ટેન્ડીંગ કમટિના 6 સભ્યોના પદ માટે 7 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં AAPના 4, ભાજપના 2 અને 1 અપક્ષ ઉમેદવાર ગજેન્દ્ર દરાલે ફોર્મ ભર્યું છે. જો કે અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાઇ ગયો છે. એટલે ભાજપના 3 ફોર્મ થયા.
દિલ્હીનાLieutenant Governor (LG) દ્રારા એલ્ડરમેનની નિમણૂક સાથે આમ આદમી પાર્ટીની મુખ્ય ચિંતા MCDમાં સમીકરણ બગડવાની છે. LG દ્વારા MCDમાં કાઉન્સિલર તરીકે નામાંકિત કરાયેલા 10 લોકોને ભાજપ સાથે સીધો સંબંધ હોવાનું કહેવાય છે. ભાજપ આ વખતે વિપક્ષમાં છે. આવી સ્થિતિમાં, આ નામાંકિત કાઉન્સિલરોની હાજરી MCDમાં ભાજપને રાજકીય તાકાત આપી શકે છે.
રેખા ગુપ્તા, ભાજપ અને શૈલી ઓબેરોય,AAP વચ્ચે મેયર પદ માટે મુકાબલો
નામાંકિત કાઉન્સિલરો મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી, પરંતુ સ્થાયી સમિતિના સભ્યો અને ઝોન ચેરમેનની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. જેના કારણે MCDમાં નીતિગત નિર્ણય લેનારી સ્ટેન્ડિંગ કમિટીમાં આમ આદમી પાર્ટીના સમીકરણો ખલેલ પડી શકે છે. ઝોનલ ચૂંટણીમાં પણ તેની અસર પડી શકે છે. આથી AAP એલ્ડરમેનની નિમણૂકનો સખત વિરોધ કરી રહ્યું છે.
કોર્પોરેટરોની સંખ્યાની વાત કરીએ તો, આ વખતે દિલ્હીના 250 વોર્ડમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી AAP પાર્ટીના 134 કાઉન્સિલર, ભાજપના 104, કોંગ્રેસના 9 અને ત્રણ અપક્ષ જીત્યા હતા. દિલ્હી MCDમાં મેયરની ચૂંટણી માટે 250 કોર્પોરેટરો, દિલ્હીના સાત લોકસભા સાંસદો, ત્રણ રાજ્યસભાના સભ્યો, વિધાનસભાના 14 ધારાસભ્યો મતદાન કરશે. આ રીતે કુલ 274 સભ્યો મતદાન કરી શકે છે, જેમાંથી મેયરની સીટ જીતવા માટે 137 વોટની જરૂર પડે છે. આમ આદમી પાર્ટી પાસે બહુમતી માટે સંપૂર્ણ નંબર ગેમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp