નારાયણ રાણે જાણો એવું શું બોલ્યા કે AAPએ કહ્યું- ગલીના ગુંડા જેવી ભાષા બોલે છે

PC: freepressjournal.in

ભાજપના સાંસદ નારાયણ રાણેના સંસદમાં એક નિવેદન પર ભારે બબાલ મચી ગઇ છે. તેમણે શિવસેના (UT)માં ઓકાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમના નિવેદન પછી વિપક્ષને તેમની પર પ્રહાર કરવાનો મોક મળી ગયો હતો. આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપના મંત્રી ગલીના ગુંડા જેવી ભાષા બોલે છે.

લોકસભામાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના ભાષણ પર વિપક્ષે ભાજપને ઘેરવાનું શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટીએ નારાયણ રાણે પર અભદ્રતાનો આરોપ લગાવ્યો હતો. નારાયણ રાણેના ભાષણનો વીડિયો શેર કરતા AAPએ પૂછ્યું કે શું નફરતભર્યા ભાષણ બદલ ભાજપના મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવશે?

ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન નારાયણ રાણેએ શિવસેના (UBT) પર પ્રહારો કર્યા હતા. તેમણે ઉદ્ધવ સેનાના સાંસદો માટે 'ઓકાદ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરવાનો કોઈ અધિકાર નથી.

આમ આદમી પાર્ટીએ નારાયણ રાણેએ બોલેલો શબ્દો સાથે ટ્વીટ કરીને લખ્યું કે, અરે બેસ, પાછળ બેસ, તેમની ઓકાદ નથી, તમારી ઓકાદ કાઢી નાંખીશ. આટલું લખીને AAPએ આગળ લક્યું કે PM મોદીના મંત્રી નારાયણ રાણે સંસદમાં કોઇ ગલીના ગુંડાની જેમ ધમકી આપી રહ્યા છે. મોદી સરકાર સામે સવાલ પુછવા પર વિપક્ષના સાંસદને તરત સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. શું અભદ્ર ભાષાના ઉપયોગ કરવા બદલ ભાજપ તેમના મંત્રીને સસ્પેન્ડ કરશે?

નારાયણ રાણેએ સંસદમાં કહ્યું હતું કે, જ્યારે શિવસેના ઉદ્ધવ જૂથ NDA છોડીને  શરદપવાર સાથે ગયું ત્યારે તેમને હિન્દુત્વ યાદ નહોતું. હવે કંઈ બચ્યું નથી. અત્યારે જે અવાજ આવી રહ્યો છે તે બિલાડીનો અવાજ છે, સિંહનો અવાજ બચ્યો નથી. અત્યારે અમારા PM પર કોઈ સવાલ ઉઠાવી શકે નહી. છે. તેમની ઓકાદ નથી.જો કોઈ PM મોદી અને અમિત શાહ પર આંગળી ચીંધશે તો હું તમારું ઓકાદ કાઢી નાંખીશ

નારાયણ રાણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને તેઓ અત્યારે મોદી સરકારના બીજા મંત્રીમંડળ વિસ્તરણમાં MSME મંત્રી તરીકે કામ કરી રહ્યા છે. નારાયણ રાણે શિવસેનામાં દિગ્ગજ નેતા હતા તે પછી તેઓ શિવસેના છોડીને ભાજપમાં આવી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp