'ઉર્ફીને USના પ્રેસિડેન્ટ બનવું જોઈએ', BJP નેતાની કમેન્ટનો ઉર્ફીએ આપ્યો આ જવાબ

PC: amarujala.com

રાહુલ ગાંધીના ભારત પ્રવાસ પર રાજકારણ જોરશોરથી ચાલી રહ્યું છે. કેટલાક આ પ્રચારમાં રાહુલ ગાંધીનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક તેમને ટોણા મારી રહ્યા છે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી કડકડતી ઠંડીમાં માત્ર એક ટી-શર્ટમાં જોવા મળે છે. રાહુલ ગાંધી શિયાળામાં ટી-શર્ટ પહેરે છે તેની ઘણી ચર્ચા છે. હવે BJP કાર્યકર્તાએ રાહુલ ગાંધીની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી છે.

રાહુલ ગાંધીના કપડા પર કટાક્ષ કરતા BJPના કાર્યકર દિનેશ દેસાઈએ એક ટ્વીટ કર્યું, જે જોત જોતામાં જ વાયરલ થઈ ગયું. પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધીની મજાક ઉડાવતા તેમણે લખ્યું, 'જો રાહુલ ગાંધી માત્ર ઠંડીમાં ટી-શર્ટ પહેરવાને કારણે ભારતના PM બનવા માટે લાયક બની શકે છે, તો ઉર્ફી જાવેદને અમેરિકાના રાષ્ટ્રપતિ બનવું જોઈએ.'

હવે એ શક્ય નથી કે કોઈ ઉર્ફી જાવેદનો ઉલ્લેખ કરે અને તે ચૂપ રહે. ઉર્ફી જાવેદે BJP કાર્યકરને રાહુલ ગાંધી સાથે તેની સરખામણી કરતાં તેની આકરી ટીકા કરી છે. તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર નેતાની ટ્વીટ શેર કરતા ઉર્ફીએ લખ્યું, 'આ તમારા રાજનેતા છે? કંઈક સારું કરો તમારી વાત સાબિત કરવા માટે તમે એક સ્ત્રીનું અપમાન કરી રહ્યા છો? આપણે આ લોકો પાસેથી કેવી રીતે આશા રાખી શકીએ કે તેઓ આપણી સ્ત્રીઓની સુરક્ષા કરશે? ઉર્ફી જાવેદે તેની બીજી એક સ્ટોરીમાં એ પણ કહ્યું કે, તે કોઈપણ રાજકીય પક્ષને સમર્થન નથી કરતી.

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હીની કડકડતી ઠંડીમાં T-શર્ટ પહેરેલા રાહુલ ગાંધીની તસવીરોએ રાજકીય માહોલને હચમચાવી દીધો છે. જ્યાં એક બાજુ તેને યુક્તિ ગણાવી રહી છે, તો બીજી બાજુ તેમની પ્રશંસા કરી રહી છે. પરંતુ રાહુલ ગાંધીની T-શર્ટ પહેરવાની સરખામણી ઉર્ફી જાવેદના કપડા સાથે પણ થઈ શકે છે, આવું કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp