વિશ્વાસપાત્ર નથી પાક., હથિયાર આપવાની ભૂલ ના કરતા, રાજનાથ સિંહે અમેરિકાને ચેતવ્યા
ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો અણબનાવ કોઈનાથી છૂપો નથી. અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન ભારતના પ્રવાસ પર છે. એવામાં ભારતે અમેરિકાને ચેતવ્યુ છે કે, તે હથિયારોના મામલામાં પાકિસ્તાન પર વિશ્વાસ ના કરે. ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે અમેરિકાના રક્ષા મંત્રી ઓસ્ટિનને કહ્યું કે, હથિયારોના મામલામાં પાકિસ્તાન પર વિશ્વાસ ના કરી શકાય. હથિયારોના મામલામાં પાકિસ્તાન ક્યારેય વિશ્વાસપાત્ર નથી કારણ કે, તે હથિયારો અને ટેકનિકનો દુરુપયોગ કરી શકે છે જેને કારણે ક્ષેત્રીય અસ્થિરતા આવી શકે છે.
અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન અને ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહની વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં આ ચિંતા વ્યક્ત કરવામાં આવી. જણાવી દઈએ કે, અમેરિકાના રક્ષા મંત્રી ભારતના બે દિવસીય પ્રવાસ પર છે. તેમનો આ પ્રવાસ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 21થી 24 જૂને થનારા અમેરિકાના પ્રવાસ પહેલા થયો છે. આ બેઠક પહેલા રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં અમેરિકી રક્ષા મંત્રી ઓસ્ટિનને ટ્રાઈ સર્વિસ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. સુત્રોએ જણાવ્યું કે, આ દરમિયાન ઇંડો પેસિફિક સહિત ક્ષેત્રીય સુરક્ષાના મુદ્દા પર વાતચીત થઈ. ભારતના પડોશીઓને લઇને પણ ચિંતા કરવામાં આવી. એક અધિકારીએ કહ્યું કે, ભારતે અમેરિકાને કહ્યું કે, તે આધુનિક હથિયારો અને ઉપકરણોને લઇને પાકિસ્તાન પર વિશ્વાસ ના કરે. આ દરમિયાન બંન દેશોના રક્ષા મંત્રીઓ વચ્ચે એલએસી પર ચીનની સ્થિતિને લઇને પણ ચર્ચા થઈ. અમેરિકા રક્ષા મંત્રીએ પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું કે, અમે બંને દેશો સાથે વાતચીત કરી છે. અમારું પૂરું જોર એ વાત પર છે કે, બંને દેશો વચ્ચે તણાવ ના વધે.
સુત્રોએ જણાવ્યું કે, જીઈ414 જેટ એન્જિન સોદો અંતિમ ચરણમાં છે અને PM મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન તેની જાહેરાત કરવામાં આવશે. જીઈ414 આઈએનએસ6 એન્જિન છે. જનરલ ઇલેક્ટ્રિકના પ્રસ્તાવ ઉપરાંત ભારતની અમેરિકાને 30 એમક્યૂ-9બી આર્મ્ડ ડ્રોન ખરીદવાની યોજના છે. આ સોદો ત્રણ અબજ ડૉલરમાં થઈ શકે છે. ભારતે અમેરિકાને આગ્રહ કર્યો છે કે, તે રક્ષા ક્ષેત્ર માટે ભારતથી સોર્સિંગને વધારી દે, જેને કારણે દેશનું રાજસ્વ વધી શકે. સુત્રોનું કહેવુ છે કે, આ ઉપરાંત, ભારતે અમેરિકાને ભારતમાં મેન્ટેનન્સ એન્ડ રિપેર ઓપરેશન્સ સ્થાપિત કરવા માટે કહ્યું છે, જેને કારણે સમય અને સંશાધન બચી શકશે. ભારત પોતાના ફાઇટર પ્લેન બનાવવાની ક્ષમતાને વધારવા માટે જેટ એન્જિન ભારતમાં જ મેન્યુફેક્ચર કરવા ઇચ્છે છે. જણાવી દઈએ કે, ઓસ્ટિનનો આ બીજો ભારત પ્રવાસ છે. તેઓ આ પહેલા માર્ચ 2021માં ભારત આવી ચુક્યા છે.
આ અગાઉ રક્ષા મંત્રી રાજનાથ સિંહ આ વર્ષે એપ્રિલમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા, જ્યાં એક કાર્યક્રમ દરમિયાન કોઈપણ દેશનું નામ લીધા વિના મોટી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો કોઈપણ ભારતને છેડવાનો પ્રયાસ કરશે, તો તેને છોડવામાં નહીં આવશે. આ વાત તેમણે સેન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ તરફથી આયોજિત સ્વાગત સમારોહમાં કહી હતી.
રાજનાથ સિંહે ભારતની ઉભરતી તાકતવર છબિને લઇને કહ્યું હતું કે, છેલ્લાં આઠ વર્ષોમાં મોદી સરકારે ભારતની છબિ સંપૂર્ણરીતે બદલી નાંખી છે. આજે દરેક વ્યક્તિ ભારતને એક તાકતવર દેશના રૂપમાં જુએ છે. આજે ભારત સમગ્ર દુનિયાને રાહ બતાવવાની ક્ષમતા ધરાવે છે. દુનિયાને હવે ભારતની આ તાકાતનો અહેસાસ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp