
એક ન્યૂઝ ચેનલના ખાસ કાર્યક્રમના મંચ પર દેશના મોટા મોટા નેતા અને જાણીતી હસ્તીઓ સામેલ થઈ રહ્યા છે. આ અનુસંધાને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ કાર્યક્રમના મંચ પર એક બાદ એક ઘણા સવાલોના જવાબ આપ્યા, પરંતુ આ દરમિયાન એક વિદેશમાં રહેતી મહિલા સવાલ પૂછવા ઉઠી અને નીતિન ગડકરીનો આભાર માનતા ભાવુક થઈ ગઈ. તેણે કહ્યું કે, લોકો શાહરુખ ખાનને પ્રેમ કરે છે, પરંતુ હું તેનાથી એનક ગણો વધારે પ્રેમ તમને કરું છું. ન્યૂઝ ચેનલે મંચ પર ઉપસ્થિત નેતાઓને સવાલ પૂછવા માટે જનતાને ચાંસ આપ્યો હતો.
તેમાં પૂજા નામની મહિલા પણ હતી. તેણે કહ્યું કે, હું અમેરિકામાં રહું છું અને આ કાર્યક્રમમાં અચાનક આવી ગઈ. હું તમારી (નીતિન ગડકરી)ની ઓફિસમાં પોતાના ભાઈ સાથે ગઈ હતી. આ દરમિયાન મેં તમને વિનંતી કરી હતી કે હું મેરઠથી આવું છું. મારા માતા-પિતા 90 વર્ષના છે. તેમને મળવા જવામાં મને 4 કલાક લાગે છે. આજે હું પોતાના દિલથી તમારો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું. લોકો શાહરુખ ખાનને પ્રેમ કરે છે, રિતિક રોશનને પ્રેમ કરે છે, પરંતુ હું તો દિલથી તમને ખૂબ પ્રેમ કરું છું.
Addressing News18 India Chaupal https://t.co/hXmNSfAP9r
— Nitin Gadkari (@nitin_gadkari) March 20, 2023
પોતાની ખુશી વ્યક્ત કરી રહેલી મહિલા અહી જ ન રોકાઈ. તેણે કહ્યું કે, હું ભારતમાં વોટ આપી શકતી નથી, પરંતુ તમે જ્યારે પણ કહેશો હું અમેરિકા છોડીને તમારા ઇલેક્શનમાં લડવા માટે, ગાવા રહીશ. હું ગાવા માગું છું અને આખી આખી રાત ગાઈશ તમારા માટે. મારો કોઈ સવાલ નથી, મારા દિલથી આભાર. તેના પર નીતિન ગાડકારીએ કહ્યું કે, દિલ્હીથી મેરઠ પહેલા 4 કલાક કરતા વધુ લગતા હતા, હવે 45 મિનિટ લાગે છે. નીતિન ગડકરીએ એક રોડનો ઉલ્લેખ કરતા કહ્યું નકે, હું એક વખત બદ્રીનાથ કેદારનાથ ગયો હતો તો મને 9-10 કલાક લાગ્યા.
તેમણે આગલ કહ્યું કે, હું પરમ દિવસે ફરીથી દિલ્હીથી દેહરાદૂન સુધી ગયો. હવે મેરઠમાં પહેલા 4 કલાક લગતા હતા, હવે 45 મિનિટ થઈ ગઈ છે. મેરઠમાં રિંગ રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યાં પણ સબ મેરઠ બની ગયું. હવે ત્યાંથી 22 કિલોમીટરમાં એલિમેડિટ રોડ બનાવી રહ્યો છું. ત્યારબાદ આ રોડને દેહરાદૂન સુધી 4 લેનની જગ્યાએ 6 લેન બનાવી રહ્યો છું. તેની સાથે દિલ્હીથી દેહરાદૂન સુધી અછરધામથી નવો રોડ બનાવી રહ્યો છું, જેથી તમે 2 કલાકમાં દેહરાદૂન પહોંચી જશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp