સાવધાન રહેજો, નાના બાળકોને આંતકી સંગઠનો ફંસાવી રહ્યા છે, પાકની સાજિશ

PC: zeenews.india.com

ઇસ્લામિક સ્ટેસ્ટ, ખાલિસ્તાન સંગઠનો અને ઠે રેજીસ્ટેનસ ફ્રન્ટ (STF) જેવા આતંકવાદી સંગઠનોએ ભારતમાં હુમલાને અંજામ આપવા માટે એક નવી રણનીતિ અપનાવતા સગીરોને ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી છે. હાલમાં જ થયેલા કેટલાક ઘટસ્ફોટ બાદ કેન્દ્રીય એજન્સીઓને આ વાતની જાણકારી મળી છે કે, શું છે તેની પાછળનું કારણ? ઇન્ટેલિજેન્સ વિશેષજ્ઞોનું કહેવું છે કે, સજામાં ઓછી કડકાઇ, અનુભવી આતંકવાદીઓની તુલનામાં ઇન્ટેલિજેન્સ એજન્સીઓના રડારથી બચવાની સરળ રીત અને તેમની ટેક્નિકલી સમજ.

તેનું એક ઉદાહરણ વારાણસીના બાસિત કલામ સીદ્દિકીનો મામલો હોય શકે છે, જ્યાં તેની આગેવાનીવાળા આતંકી મોડ્યૂલનો ઘટસ્ફોટ થયો હતો. ઓછામાં ઓછા 4-5 કિશોર, સીદ્દિકીના ઇસ્લામિક સ્ટેટ સમર્થક ટેલિગ્રામ ચેનલ ‘ધ કારવાં ઓફ ડેઝર્ટ’નો હિસ્સો હતા. તેઓ આખી દુનિયામાં IS કેડરો/ સમર્થક સાથે નેટવર્કિંગ કરી રહ્યા હતા અને ટેલિગ્રામ ચેનલોના માધ્યમથી IED બનાવવાના મેન્યુઅલનો પ્રસાર કરીને મોટા પ્રમાણમાં હુમલા કરવા માગતા હતા.

હાલમાં જ પંજાબમાં થયેલા આતંકી હુમલની તપાસમાં એ જાણકારી મળી છે કે હેન્ડલર્સ આ છોકરાઓને શારીરિક રૂપે અને સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખે છે. એ છોકરાઓને પૈસા અને પ્રસિદ્ધિની લાલચમાં કામ કરવા માટે પ્રેરિત કરે છે. યુવા છોકરાઓને જાણીજોઇને પસંદ કરવામાં આવે છે કેમ કે તેમને સામાન્ય સજા મળે છે. જમ્મુ-કાશ્મીરમાં પણ એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે તપાસથી સંકેત મળે છે કે કિશોર ખૂબ સરળતાથી ઓનલાઇન કટ્ટરતાના શિકાર થઇ જાય છે અને તેમને આતંકવાદી ગતિવિધિઓ માટે અત્યાધિક પ્રેરિત અને વફાદાર ઓવર ગ્રાઉન્ડ વર્કર્સના રૂપમાં ઉપયોગ કરી શકાય છે.

પાકિસ્તાન સ્થિત ટેરર હેન્ડલર્સનો પ્રયત્ન છે કે તેઓ કિશોરોને તેમની સરળતાથી ઉશ્કેરાટમાં આવવાની પ્રવૃત્તિ માટે તેમને ટારગેટ કરવા પર ધ્યાન આપે. આતંકી હેન્ડલર્સ આ કિશોરોની ઓળખ ઓનલાઇન કરે છે અને પછી વાતચીત દ્વારા પોતાના અરસપરસ સંબંધ અને વિશ્વાસ વધારે છે. કેટલીક વખત પાકિસ્તાનના હેન્ડલર્સ આ કિશોરો સાથે સીધા વોટ્સએપ પર પણ સંપર્ક કરે છે અને વાતચીત શરૂ કરી દે છે. એ સિવાય કાશ્મીર વેલીમાં કેટલાક કિશોરો માટે આતંકી નેટવર્ક સાથે જોડવાના પ્રયાસમાં નશીલા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. મોહાલી સ્થિતિ પંજાબ પોલીસના (ઇન્ટેલિજેન્સ) હેડક્વાર્ટર (મે 2022) RPG હુમલામાં મુખ્ય આરોપીમાંથી એક કિશોર હતો, જેણે પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટર હરવિંદ સિંહ રિન્દા અને કેનેડા સ્થિત ગેંગસ્ટર લખબિર સિંહ લાંડાના ઇશારે કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp