પતંજલિની આ પ્રોડ્કટમાં નોન વેજના ઉપયોગનો આરોપ, વકીલે નોટિસ આપીને જવાબ માગ્યો

PC: freepressjournal.in

મલ્ટીનેશનલ કંપની પતંજલિને પોતાની ડેન્ટલ કેર પ્રોડક્ટમાં નોન વેજિટેરિયન પદાર્થના ઉપયોગ કરવા માટે કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપની પોતાની ‘દિવ્ય  દંત મંજન’માં કટલ ફિશ નામના માંસાહારી પદાર્થનો ઉપયોગ કરે છે.

નોટિસમાં એ પણ કહેવામાં આવ્યું છે કે નોન વેજ પદાર્થનો ઉપયોગ કરવા છતા કંપની તેના પ્રોડક્ટ પર ગ્રીન યાની વેજીટેરિયન લેબલ લગાવે છે.પતંજલિને આ લીગલ નોટિસ એડવોકેટ શાશા જૈને મોકલી છે. આ નોટિસમાં 15 દિવસની અંદર સ્પષ્ટતા કરવા માટે કહેવામાં આવ્યું છે.

ટ્વિટર પર શેર કરેલી પોસ્ટમાં શાશાએ 'દિવ્ય દંત મંજન'નો ફોટો અને તેમાં વપરાતી સામગ્રી પણ શેર કરી છે. શાશાએ કહ્યું, તેનાથી અમારા સમુદાય અને અન્ય શાકાહારી સમુદાયોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

શાશા જૈને જણાવ્યું હતું કે દિવ્ય દંત મંજનમાં માંસાહારી ઇન્ગ્રીડન્ટ સી ફોમનો ઉપયોગ અને તેનું શાકાહારી ઉત્પાદન તરીકે વેચાણ અને વેચાણ ગ્રાહક અધિકારો અને લેબલિંગ નિયમોનું ઉલ્લંઘન છે. શાશાએ કહ્યું, હું જાતે તમારી કંપનીના ઘણા ઉત્પાદનોનો ઉપયોગ કરું છું, પરંતુ હવે હું પતંજલિ ઉત્પાદનોનો ઉપયોગ કરીને અસહજતા અનુભવું છું.

સમુદ્ધ ફેન  કટલ ફિશમાંથી મળતું એક એનિમલ પ્રોડક્ટ છે. માછલીના મર્યા પછી તેના હાડકાં સમુદ્ધના પાણીમાં તરવા લાગે છે. જ્યારે પાણીની સપાટી પર મોટી સંખ્યામાં હાડકાં તરતા હોય ત્યારે દુરથી એ ફીણ જેવું લાગે છે. આમાં 80 ટકા કેલ્શિયમ કાર્બોનેટ હોય છે, ઉપરાંત એમાં ફોસ્ફેટ, સિલિકા અને સલ્ફેટ જેવા અન્ય તત્વો પણ હોય છે.

પતંજલિની વેબસાઇટમાં જણાવ્યા મુજબ દિવ્ય દંત મંજન એ પેઢા તેમજ દાંત માટે સૌથી શક્તિશાળી ઔષધીય ઉત્પાદન છે. આ ટૂથ પાડરના ઉપયોગથી પેઢા મજબૂત થાય છે અને તેના કારણે દાંતની પાયોરિયા જેવી સમસ્યા દુર થાય છે.

ગયા વર્ષે ઉત્તરાખંડમાં આયુર્વેદિક અને યુનાની સેવાની અધિકારીઓઅ પતંજલિને 5 દવાઓના ઉત્પાદન પર રોક લગાવવા કહ્યું હતું. પતંજલિની દવા સામે ફરિયાદ નોંધાયા બાદ આ વિવાદ શરૂ થયો હતો. પતંજલિની જે 5 દવાઓનું ઉત્પાદન અટકાવી દેવામાં આવ્યું હતું તેમાં દિવ્ય મધુગ્રિત,દિવ્ય આઇગ્રિટ, દિવ્ય થાયરોગ્રિટ,દિવ્ય બીપી ગ્રિટ અને દિવ્ય લિપિડોમનો સમાવેશ થાય છે. પતંજલિએ તે વખતે કહ્યુ હતુ કે આમા આયુર્વેદિક માફિયાઓનો હાથ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp