5 કૂતરાઓએ 7 વર્ષના બાળક પર કર્યો હુમલો, પછી....

PC: ndtv.in

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં 5 શ્વાનોએ એક 7 વર્ષના બાળક પર હુમલો કરી દીધો. ઘટના ત્યારે બની જ્યારે બાળક દુકાનેથી ચોકલેટ લઈ ઘરે આવી રહ્યો હતો. શ્વાનો બાળકને ઘેરીને તેના પર હુમલો કરવા લાગ્યા. થોડી જ વારમાં કૂતરાઓએ બાળકને કરડી લીધો. મોહલ્લાના લોકોએ આવીને બાળકને બચાવ્યો. બાળક શ્વાનોના હુમલાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જિલ્લા હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. ગલીમાં લાગેલા સીસીટીવી દ્વારા આખી ઘટના કેદ થઇ. હવે તેને વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ઝારખડિયા મોહલ્લાની આ ઘટના છે. લોકોમાં ખૌફ છે. બાળકોએ ગલીમાં રમવાનું બંધ કરી દીધું છે. સૂરજ ગુપ્તાનો 7 વર્ષનો દીકરો વિરાટ રવિવારે સાંજે ઘરની પાસેથી દુકાનથી ચોકલેટ લઇ આવી રહ્યો હતો. સાંજે 7 વાગ્યે બાળક એકલો ઘરે જઇ રહ્યો હતો. જેવો તે પોતાના ઘરની પાસે પહોંચ્યો તો પાછળથી કૂતરાઓનું ટોળું આવી ગયું અને વિરાટ પર હુમલો કરી દીધો. 5 કૂતરાઓનાં ટોળાએ બાળકને ભગાવ્યો અને તેને નોંચી લીધો.

બાળકની ચીખ સાંભળી આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા. એક મહિલા દંડો લઇ ઘરની બહાર નીકળી. તેની વચ્ચે અન્ય લોકો પણ આવી ગયા. આ લોકોએ કૂતરાઓને ભગાવ્યા. પછી બાળકને ઘરે લઇ ગયા.

વિરાટની માતા લક્ષ્મી ગુપ્તાએ કહ્યું કે, તે ઘરના કામમાં વ્યસ્ત હતી. ત્યારે તેને કૂતરાઓના ભસવાનો અવાજ આવ્યો. મને ડર હતો કે કોઈના પર હુમલો થયો છે. જ્યારે બહાર નીકળી તો જોયું કે મારો દીકરો જ તેમાં ફસાયો છે. કૂતરાઓ મારા વિરાટને કરડી રહ્યા હતા. મારા પાડોશીએ તેને બચાવ્યો અને ઘરે લઇ આવ્યા.

બાળકની માતા કહે છે કે, પાલિકા કૂતરા પકડવા આવે છે પણ કોઈ કાર્યવાહી કરતા નથી. એટલું જ નહી ઝાંસીના અન્ય વિસ્તારોમાં પણ રખડતા કૂતરાઓનો આતંક છે. પણ અધિકારી કશું કરી રહ્યા નથી.

વિરાટના પિતા સૂરજ ગુપ્તાએ કહ્યું કે, તેમના ઘરની પાસે એક મીટ શોપ છે. ત્યાં રખડતા કૂતરાઓનો જમાવડો રહે છે. આ કૂતરાઓ દર બીજા દિવસે એક બાળકને કરડી રહ્યા છે. મારા દીકરાને પાડોશીઓએ બચાવ્યો. અમુક પાણી ફેંક્યું તો એકે દંડા વડે કૂતરાઓને ભગાવ્યા. કૂતરાઓના હુમલાને લીધે મારા બાળકને ઘણી ઈજા પહોંચી છે. ફરિયાદ પછી પાકિલાની ટીમ આવી અને બધા શ્વાનોને લઇ ગઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp