બાળકોની ટ્યુશન ટીચરના પ્રેમમાં પાગલ પિતા, વિરોધ કરવા પર પત્નીને માર માર્યો

PC: jagran.com

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ કરવાની કોઈ ઉંમર હોતી નથી, પરંતુ પ્રેમના ચક્કરમાં એક પુરુષે તેની પત્નીને અવગણવા લાગ્યો. હવે તે પોલીસ પાસે ન્યાય માટે આજીજી કરી રહી છે. મામલો ઉત્તર પ્રદેશના બરેલીનો છે. અહીં બાળકોને ટ્યુશન ભણાવવા માટે ઘરે આવતી ટીચર સાથે બાળકોના પિતાને પ્રેમ થઈ ગયો. જ્યારે આ વાતની જાણ બાળકોની માતાને થઈ તો તેણે બાળકોનું ટ્યુશન જ બંધ કરાવી દીધું. આ વાતથી તે વ્યક્તિ એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે તેની પત્ની સાથે મારપીટ કરવાનું શરૂ કરી દીધું. આટલું જ નહીં, તેણે તેની પત્ની અને બાળકોને એક-એક કોળીયા માટે તડપાવ્યા.

ટીચરના પ્રેમમાં પાગલ પિતાએ ઘરે રાશન લાવવાનું બંધ કરી દીધું અને તેની ગર્લફ્રેન્ડ સાથે ભાગી ગયો, પત્નીને છોડીને તે તેની ગર્લફ્રેન્ડ સાથે રહેવા લાગ્યો. હેરાન થઈને પત્નીએ બરેલીના SSPને ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. SSPએ મામલાની નોંધ લેતા તપાસના આદેશ આપ્યા છે. વાસ્તવમાં થાણા બારાદરી વિસ્તારના જગતપુરમાં રહેતી એક મહિલાએ બરેલીના SSPને ફરિયાદ કરી હતી કે તેના ઘરમાં બાળકોને ભણાવવા માટે ઘણા સમયથી એક યુવતી આવતી હતી.

બાળકોને ભણાવતી વખતે ટીચરે તેના પતિને પ્રેમજાળમાં ફસાવી દીધો. જ્યારે તેણીએ ટ્યુશન બંધ કરાવી દીધું, તો ગુસ્સે થયેલા પતિએ તેની સાથે મારપીટ શરૂ કરી દીધી. એટલું જ નહીં, તે રાશન અને શાકભાજી પણ લાવતો નથી. પીડિત મહિલાનું કહેવું છે કે જ્યારે તેણે આ અંગે ટ્યુશન ટીચરના પરિવારને ફરિયાદ કરી તો તેઓએ પણ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. સંબંધીઓએ પણ તેના પતિને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે માનવા માટે તૈયાર જ નથી. પીડિતા હવે બરેલીના SSP પાસે કાર્યવાહીની માંગ કરી રહી છે. તો SSP અખિલેશ ચૌરસિયાએ સમગ્ર મામલાની નોંધ લેતા તપાસના આદેશ આપ્યા અને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું.

આ સમગ્ર મામલે બરેલીના SSP અખિલેશ ચૌરસિયાએ જણાવ્યું કે એક મહિલા ફરિયાદ લઈને આવી હતી. તેણીનો આરોપ છે કે તેનો પતિ એક છોકરી સાથે રહેવા લાગ્યો છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp