ઉત્તર પ્રદેશ: માંસ ખવડાવીને દલિત મહિલા પર ગેંગરેપ, બહેનપણીનું જ ઘૃણાસ્પદ કૃત્ય

PC: hrw.org

ઉધાર લીધેલી રકમ પરત આપવા ગયેલી એક દલિત મહિલા પર ગેંગરેપની ઘટના સામે આવી છે. નવાઇની વાત એ છે કે ગેંગરેપમાં મહિલાની એક મિત્રની પણ ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. જો કે પીડિતાની ફરિયાદને આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતી એક દલિત મહિલાએ બે યુવકોએ ગેંગરેપ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેણીને જબરદસ્તીથી માંસ ખવડાવીને પછી બેહોશ કરીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મહિલાનો એ પણ આરોપ છે કે આ રેપ કાંડમાં તેની મહિલા મિત્રની પણ ભૂમિકા હતી, જે આરોપીઓના સમુદાયની છે.

પાડિતાના કહેવા મુજબ તેની મહિલા મિત્ર તેને હોટલ લઇને આવી હતી. આ મિત્રએ આખી ઘટનાનો વીડિયો બનાવ્યો પછી દલિત મહિલાને બ્લેકમેલ કરવા માંડી હતી. એ મહિલા મિત્રએ પાછો લાખો રૂપિયા માંગ્યા હતા. દલિત મહિલાની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ દલિત મહિલાએ તેની મહિલા મિત્ર પાસેથી થોડી રકમ ઉધાર લીધી હતી. દલિત મહિલાએ 1 સપ્ટેમ્બરે તેની મિત્રને ઉધારીના પૈસા પાછા આપવા માટે કહ્યુ હતું. મહિલા મિત્રએ 2 સપ્ટેમ્બરે દલિત મહિલાને એક કેફેમાં બોલાવી હતી.

પીડિત મહિલા જ્યારે કેફેમાં પહોંચી તો ત્યાં મહિલા મિત્રની સાથે નાજિમ અને શોએબ નામના બે યુવકો હાજર હતા. મહિલાનો આરોપ છે કે તેઓ બહાનું બનાવીને હોટલ લઇ ગયા હતા. જ્યાં તેણીને જબરદસ્તીથી માંસ ખવડાવવામાં આવ્યું અને બેહોશ કરીને ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આખી ઘટનાનો વીડિયો ઉતારીને મહિલા મિત્રએ 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

દલિત મહિલા પોલીસને કહ્યુ કે આ વીડિયો આરોપીએ મારા મંગેતરને મોકલી આપ્યો હતો. રિપોર્ટ મુજબ શોએબ બી ફાર્મનો સ્ટુડન્ટ છે અને બીજો આરોપી નાઝિમ હેર કટિંગનું કામ કરે છે.

જાણવા મળેલી વિગત મુજબ બંને આરોપી કાશ્મીર ભાગવાની ફિરાકમાં હતી, કારણકે નાઝિમની કાશ્મીરમાં પણ દુકાન છે.

બરેલીના SP રાહુલ ભાટીએ જણાવ્યુ હતું કે, બે યુવકોએ ગેંગરેપ કર્યો હોવાની અને એક મહિલાની પણ ભૂમિકા હોવાની પીડિત મહિલાની ફરિયાદને આધારે મહિલા મિત્ર સહિત ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp